ભારતનો જમાઈ બન્યો ઓસ્ટ્રેલિયાનો આ ખતરનાક બેટ્સમેન, સામે આવી આ તસવીરો

ભારતીય છોકરી સાથે લગ્ન કરનાર ક્રિકેટરોની યાદીમાં હવે ઓસ્ટ્રેલિયાના એક ખતરનાક ક્રિકેટરનું નામ પણ જોડાઈ ગયું છે. ઓસ્ટ્રેલિયાનો આ વિસ્ફોટક ઓલરાઉન્ડર હવેથી ભારતનો જમાઈ બની ગયો છે.

ભારતનો જમાઈ બન્યો ઓસ્ટ્રેલિયાનો આ ખતરનાક બેટ્સમેન, સામે આવી આ તસવીરો

નવી દિલ્હી: ભારતીય છોકરી સાથે લગ્ન કરનાર ક્રિકેટરોની યાદીમાં હવે ઓસ્ટ્રેલિયાના એક ખરતનાક ક્રિકેટરનું નામ પણ સામેલ થઈ ગયું છે. જેના કારણે ગ્લેન મેક્સવેલ હવેથી ભારતનો જમાઈ બની ગયો છે. ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ભારતીય મૂળની તેની ગર્લફ્રેન્ડ વિની રમન સાથે લગ્ન કર્યા છે. ગ્લેન મેક્સવેલની ભારતીય મૂળની પત્નીએ આ વાતની જાણકારી ઇન્સ્ટાગ્રામ પર આપી છે.

ભારતનો જમાઈ બન્યો ઓસ્ટ્રેલિયાનો આ ખતરનાક બેટ્સમેન
ગ્લેન મેક્સવેલ અને વિની રમને તેમના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. જેમાં બંને કિસ કરતા જોવા મળી રહ્યા છે. બંનેએ તસવીરોના કેપ્શનમાં લખ્યું Mr and Mrs Maxwell| 18.03.22.

ઓસ્ટ્રેલિયન સુપરસ્ટાર 27 માર્ચના તમિલ વિધિથી લગ્ન કરશે. થોડા સમય પહેલા બંનેના લગ્નું કાર્ડ પણ વાયરલ થયું હતું. જેમાં બધું તમિલ ભાષામાં છપાયેલું હતું. આ કાર્ડની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

સામે આવ્યું લગ્નનું તમિલ કાર્ડ
ગ્લેન મેક્સવેલે માર્ચ 2020 માં ભારતીય મૂળ તેની ગર્લફ્રેન્ડ વિની રમન સાથે ભારતીય વિધીથી સગાઈ કરી હતી. ઉલ્લેખનીય છે કે, માર્ચ 2020 માં મેક્સવેલે ભારતીય પરંપરા અનુસાર વિની રમન સાથે સગાઈ કરી હતી અને સોશિયલ મીડિયા પર આ બંનેની તસવીરો ઘણી વાયરલ પણ થઈ હતી.

લાંબા સમયથી કરી રહ્યા છે ડેટિંગ
મેક્સવેલ વિનીને ઘણા લાંબા સમયથી ડેટ કરી રહ્યો હતો અને વિનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર મેક્સવેલ સાથે ઘણી તસવીરો પણ શેર કરી છે. વર્ષ 2019 માં જ્યારે મેક્સવેલ માનસિક રીતે સ્વસ્થ ન હોવાને કારણે ક્રિકેટથી દૂર રહ્યો હતો ત્યારે વિની જ હતી જેણે કંગારૂ ક્રિકેટરને આ ખરાબ સમયમાંથી બહાર કાઢ્યો હતો. આ વાતની જાણકારી મેક્સવેલે આપી હતી.

ચેન્નાઈથી જોડાયેલી છે મેક્સવેલની પત્ની વિની રમન
મેક્સવેલની થનારી પત્ની વિની રમનના પરિવારના મૂળ ચેન્નાઈથી જોડાયેલા છે, પરંતુ તેનો જન્મ અને ઉછેર ઓસ્ટ્રેલિયમાં થયો જ્યાં તેણે ફાર્મસીનો અભ્યાસ કર્યો. વિની રમનના પિતા વેન્કટ રમન અને માતા વિજયલક્ષ્મી રમન તેના જન્મ પહેલા ઓસ્ટ્રેલિયા સ્થાઈ થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news