ભારત વિરુદ્ધ ટી-20 શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, સ્ટાર્ક અને લિયોનને અપાયો આરામ

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસની શરૂઆત ટી-20 શ્રેણીથી કરશે. ત્રણ ટી-20 મેચોની શ્રેણીનો પ્રથમ મુકાબલો 21 નવેમ્બરે બ્રિસ્બેનમાં રમાશે. 
 

 ભારત વિરુદ્ધ ટી-20 શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, સ્ટાર્ક અને લિયોનને અપાયો આરામ

સિડનીઃ ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકા અને ભારત વિરુદ્ધ રમાનારી ટી-20 શ્રેણી માટે ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક અને સ્પિનર નાથન લિયોનને આરામ આપ્યો છે. ઓસ્ટ્રેલિયાઈ ટીમ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ એકમાત્ર ટી-20 17 નવેમ્બરે ગોલ્ડ કોસ્ટમાં રમશે. જ્યારે વિરાટની આગેવાનીવાળી ભારતીય ટીમ વિરુદ્ધ ત્રણ ટી-20 મેચોની શ્રેણી 21 નવેમ્બરથી શરૂ થશે. 

આ બંન્ને શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાએ ગુરૂવારે પોતાની ટીમ જાહેર કરી છે. જે અન્ય ખેલાડીઓના આગળનો વ્યસ્ત કાર્યક્રમ જોતા આરામ આપવામાં આવ્યો છે. તેમાં ફાસ્ટ બોલર પીટર સિડલ અને ઓલરાઉન્ડર મિશેલ માર્શ પણ સામેલ છે. જ્યારે માર્કસ સ્ટોઇનિસ અને જેસન બેહરનડોર્ફની ટીમમાં વાપસી થઈ છે. 

મુખ્ય કોચ જસ્ટિન લેંગરે કહ્યું કે, સીનિયર ખેલાડીઓને ભારત વિરુદ્ધ 6 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થઈ રહેલા ચાર મેચોની ટેસ્ટ શ્રેણીને ધ્યાનમાં રાખીને આરામ આપવામાં આવ્યો છે. લેંગરે કહ્યું, અમે જાણીએ છીએ યૂએઈના પ્રવાસ બાદ અમારે સ્વદેશમાં લાંબુ સત્ર સમવાનું છે અને ત્યારબાદ વિશ્વકપ અને એસિઝ રમવાની છે, તેથી અમારે ટી-20 ટીમ અને આગામી ટેસ્ટ શ્રેણીની તૈયારીઓ વચ્ચે સંતુલન બનાવવું છે. 

સ્ટોઇનિસ અને બેહરનડોર્ફની વાપસી વિશે લેંગરે કહ્યું, માર્કસ હાલમાં યૂએઈમાં ટી-20 ન રમી શક્યો કારણ કે, તેણે બોલિંગ કરવાનું શરૂ કર્યું ન હતું, હવે તે સંપૂર્ણ રીતે ફીટ છે. જેસન બેહરનડોર્ફે પણ ફિટનેસ સાબિત કર્યા બાદ ટીમમાં જગ્યા બનાવી છે. 

પ્રતિબંધિત સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની સેવાઓ વગર ઓસ્ટ્રેલિયા ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. તે પાકિસ્તાન વિરુદ્ધ યૂએઈણાં ટી-20 શ્રેણી હારી ગયું હતું અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ વનડે મેચોની શ્રેણીના પ્રથમ મેચમાં પણ તેનો પરાજય થયો હતો. 

ઓસ્ટ્રેલિયાની ટી-20 ટીમઃ એરોન ફિન્ચ (કેપ્ટન), એલેક્સ કેરી, એશ્ટન અગર, જેસન બેહરનડોર્ફ, નાથન કૂલ્ટર નાઇલ, ક્રિસ લિન, ગ્લેન મેક્સવેલ, બેન મૈકડરમોટ, ડાર્સી શોર્ટ, બિલી સ્ટેનલેક, માર્કસ સ્ટોઇનિસ. એંડ્રયૂ ટાઇ, એડમ ઝમ્પા. 

ભારતની ટી-20 ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, કેએલ  રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, દિનેશ કાર્તિક, રિષભ પંત, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, વોશિંગટન સુંદર, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, ખલીલ અહમદ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news