AUS Open 2024: 43 વર્ષના રોહન બોપન્નાએ રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયન ઓપન જીતી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
ભારતના સ્ટાર ટેનિસ પ્લેયર રોહન બોપન્નાએ ઈતિહાસ રચી દીધો છે. રોહન બોપન્નાએ 43 વર્ષની ઉંમરમાં મેન્સ ડબલ્સમાં ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઈટલ જીતી લીધુ છે.
Trending Photos
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી ભારતીય ટેનિસ ફેન્સ માટે સારા સમાચાર આવી રહ્યાં છે. દિગ્ગજ ખેલાડી રોહન બોપન્નાએ પોતાના પાર્ટનર મેથ્યૂ એબ્ડેનની સાથે મળી પુરૂષ ડબલ્સનું ટાઈટલ જીતી લીધું છે. 27 જાન્યુઆરીએ રમાયેલા ફાઈનલ મુકાબલામાં રોહન-એબ્ડેને ઇટલીના સિમોન બોલેલી અને આંદ્રે વાવસોરીને 7-6 (0), 7-5 થી પરાજય આપ્યો છે.
43 વર્ષીય રોહન બોપન્ના ગ્રાન્ડ સ્લેમ જીતનાર સૌથી મોટી ઊંમરનો ખેલાડી બની ગયો છે. પાછલો રેકોર્ડ્સ નેધરલેન્ડના જીન-જૂલિયન રોજરના નામે હતો. જેણે 40 વર્ષ અને નવ મહિનાની ઉંમરમાં માર્સેલો અરેવોલાની સાથે મળી 2022માં ફ્રેન્ચ ઓપનમાં પુરૂષ ડબલ્સનું ટાઈટલ જીત્યું હતું.
MISSION ACCOMPLISHED 🏆@mattebden and @rohanbopanna win their first Grand Slam title as a team!#AusOpen pic.twitter.com/nsioO6qF3S
— #AusOpen (@AustralianOpen) January 27, 2024
જોવામાં આવે તો રોહન બોપન્નાનું આ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. આ પહેલા મેન્સ ડબલ્સમાં બોપન્નાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન વર્ષ 2010 અને 2023માં રહ્યું હતું. જ્યારે તેણે યુએપન ઓપનના સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. આ સિવાય બોપન્ના ફ્રેન્ચ ઓપન (2022) અને વિમ્બલ્ડન (2013, 2015, 2023) માં સેમીફાઈનલ સુધીની સફર કાપી ચુક્યો છે.
ફ્રેન્ચ ઓપન જીતી ચુક્યો છે રોહન
રોહન બોપન્ના મિક્સ્ડ ડબલ્સ હેઠળ 2017માં ફ્રેન્ચ ઓપનનું ટાઈટલ જીતી ચુક્યો છે. ત્યારે બોપન્નાએ ગ્રૈબિએલા ડાબ્રોવ્સ્કી સાથે મળી અન્ના-લેના ગ્રોનફેલ્ડ અને રોબર્ટ ફરાને 2-6, 6-1, (12-10)થી પરાજય આપ્યો હતો. બોપન્નાએ ઓસ્ટ્રેલિયન ઓપનનો અંત કરી નંબર 1નું સ્થાન પાક્કુ કરી લીધુ છે. તો બોપન્નાના સૌથી સફળ પાર્ટનર્સમાંથી એક મેથ્યૂ એબ્ડેનનું મેન્સ ડબલ્સ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચવું નક્કી થઈ ગયું છે. મેથ્યૂ એબ્ડેન ઓસ્ટ્રેલિયન ખેલાડી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે