કળિયુગમાં ઈમાનદારીના પરચા! સુરતમાં ખોવાયેલા 4 લાખ મૂળ માલિકને પરત મળતા ભાવુક દ્રશ્યો

સુરતમાં માનવતા મહેકી છે. ખોવાયેલા 4 લાખ મૂળ માલિકને પરત આપવામાં આવ્યા હતા. જી હા..મંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં મૂળ માલિકને 4 લાખ સુપરત કરાયા હતા. મૂળ માલિક ભાડાના મકાનમાં રહે છે અને દેવું ચૂકતે કરવા ઘરેણાં વેચી 4 લાખ લઇ જઈ રહ્યો હતો. ત્યારે યોગીચોક રસ્તામાં 4 લાખ પડી ગયા હતા. જે અન્ય વ્યક્તિને મળતા મંત્રી પ્રફુલ પાનસેરિયા ને જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ રૂપિયા ના મૂળ માલિક ની શોધખોળ કરવામાં આવી હતી. મૂળ માલિકને રૂપિયા પરત મળતા ભાવુક થયા.

કળિયુગમાં ઈમાનદારીના પરચા! સુરતમાં ખોવાયેલા 4 લાખ મૂળ માલિકને પરત મળતા ભાવુક દ્રશ્યો

ઝી બ્યુરો/સુરત: હાલ ચાલતા હળાહળ કળિયુગમાં અનોખી ઈમાનદારીના દર્શન થયાં હતાં. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા યોગીચોક ખાતેની મહાલક્ષ્મી સોસાયટીમાં એક પરિવારના 4 લાખ રૂપિયા પડી ગયા હતાં. આ પરિવાર પોતાનું ઘર લેવા માટે થઈને 4 લાખ રૂપિયા લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન થેલી તૂટી જતાં રૂપિયા ખોવાયા હતાં. જે એક એવા વ્યક્તિને મળ્યા હતાં. જે ભાડે રહેતા હતાં. તેઓએ રૂપિયા પોતાની પાસે રાખવાની જગ્યાએ પરત કર્યા હતાં. જેથી લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં. 

રૂપિયા પરત મેળવનારા અશોકભાઈ મુંજાણીએ કહ્યું કે, અમે પ્રમુખ છાયા સોસાયટીમાં રહીએ છીએ. મિત્રની દુકાનેથી મકાન લેવા માટે રૂપિયા લેવા ગયાં હતાં. 4.72 લાખ રૂપિયા બાઈકમાં થેલીમાં આગળ ટીંગાડીને લઈને આવી રહ્યાં હતાં. આ દરમિયાન રૂપિયા થેલી તૂટી જતાં મહાલક્ષ્મી સોસાયટીમાં બમ્પ પાસે પડી ગયાં હતાં. આ અંગે જાણ થતાં અમે પરત શોધવા ગયાં હતાં. રૂપિયા કોઈને મળ્યા હોવાની જાણ થઈ હતી.4 લાખ જેટલી રકમ પરત કરનાર મુકેશભાઈ તળાવિયાએ કહ્યું કે, હું ફેક્ટરી પર જતો હતો આ દરમિયાન સોસાયટીની શેરીમાં રૂપિયા પડ્યાં હોવાનું સામે આવ્યું હતું. 

મને શરૂઆતમાં થયું કે, આ રૂપિયા નકલી હશે એટલે એક બંડલ લઈને ચેક કર્યું તો રૂપિયા હોવાનું સામે આવ્યું હતું. બાદમાં અમે આઠેય બંડલ લઈને આસપાસ જાણ કરી કે રૂપિયા મને મળ્યા છે. કોઈના હોય તો પ્રૂફ સાથે મારી પાસે મોકલજો.સમગ્ર ઘટના અંગે પ્રફુલ્લ પાનશેરિયાએ કહ્યું કે, આ રામ રાજ્યમાં સર્જાય તેવી ઘટના છે. 

આજના સમયમાં રૂપિયા માટે લોકો કંઈ પણ કરતાં હોય છે. ત્યારે રૂપિયા જેના ખોવાયા અને જેને મળ્યા તેણે બન્નેએ ઈમાનદારીની અનોખી મિસાલ ઊભી કરી છે. જે ખરેખર સરાહનિય છે. અમે બન્ને પરિવારોની ભાવનાને વંદન કરીએ છીએ. કોઈનું મન રૂપિયા જોઈને ડગ્યું નથી. તે ખૂબ જ સારી બાબત કહેવાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news