Asian Games 2023: એથલેટિક્સમાં ભારતનો ધમાકો, અવિનાશ સાબલે અને તેજિંદરપાલ સિંહે જીત્યો ગોલ્ડ મેડલ

Asian Games: એશિયન ગેમ્સમાં ભારતીય દળ શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. હવે એથલેટિક્સમાં બે ગોલ્ડ મેડલ મળ્યો છે. અવિનાશ સાબલે અને તેજિંદરપાલ સિંહે ગોલ્ડ મેડલ જીત્યો છે. 
 

Asian Games 2023: એથલેટિક્સમાં ભારતનો ધમાકો, અવિનાશ સાબલે અને તેજિંદરપાલ સિંહે જીત્યો ગોલ્ડ મેડલ

નવી દિલ્હીઃ Asian Games 2023: 19મી એશિયન ગેમ્સમાં એથલેટિક્સ ઈવેન્ટમાં આજે ભારતના ખાતામાં બે ગોલ્ડ મેડલ આવ્યા છે. પુરૂષોની 3000 મીટર સ્ટીપલચેઝ રેસમાં ભારતના અવિનાશ સાબલેએ 8:19:53 ના ટાઇમિંગની સાથે પ્રથમ સ્થાને રહી ગોલ્ડ મેડલ જીત્યો છે. ત્યારબાદ મેન્સ શોટપુટ ઈવેન્ટમાં ભારતના તેજિંદરપાલ સિંહે ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. એશિયન ગેમ્સમાં ભારતનો આ 13મો ગોલ્ડ છે તો એથલેટિક્સ ઈવેન્ટમાં ચોથો મેડલ છે. 

ભારતને આ વખતે એથલેટિક્સ એટલે કે ટ્રેક એન્ડ ફીલ્ડ ઈવેન્ટ્સમાં એશિયન ગેમ્સમાં સૌથી વધુ મેડલ જીતવાની આશા છે. અવિનાશ સાબલે અને તેજિંદરપાલ સિંહે ગોલ્ડ મેડલ જીતવાની સાથે આશાને જાળવી રાખી છે. અવિનાશ સાબલે એશિયન ગેમ્સના ઈતિહાસમાં 3000 મીટર સ્ટીપલચેઝમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય પુરૂષ ખેલાડી બની ગયો છે. 

તેજિંદરપાલ સિંહે કર્યો કમાલ
તેજિંદરપાલ સિંહે 2018 એશિયન ગેમ્સમાં શોટપુટ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. હવે તેણે એશિયન ગેમ્સ 2022માં પણ ગોલ્ડ મેડલ જીતીને પોતાના મેડલને ડિફેન્ડ કર્યો છે. પ્રથમ બે થ્રોમાં ફાઉલ થયા બાદ તેજિંદરપાલ સિંહે શાનદાર વાપસી કરી ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો છે. 

નિખત ઝરીને બ્રોન્ડ મેડલથી કરવો પડ્યો સંતોષ
સ્ટાર મહિલા બોક્સર નિખત ઝરીને એશિયન ગેમ્સ મહિલાઓના 50 કિલોગ્રામ ભાર વર્ગની સેમીફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. નિખતનો આ મેચમાં થાઈલેન્ડની બોક્સર સામે 2-3થી પરાજય થયો હતો. આ સાથે તેણે બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news