Asian Games 2018: હિમા દાસ અને અનસને 400 મીટરની રેસમાં મળ્યો સિલ્વર મેડલ

રવિવારે એશિયન ગેમ્સમાં ભારતને બે દોડવીરોએ સિલ્વર મેડલ અપાવ્યા હતા. આ સાથે 18મી એશિયન ગેમ્સમાં ભારતના કુલ 35 મેડલ થઈ ગયા છે. 

 Asian Games 2018: હિમા દાસ અને અનસને 400 મીટરની રેસમાં મળ્યો સિલ્વર મેડલ

જકાર્તાઃ ભારતની હિમા દાસે મહિલાઓની 400 મીટર સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. હિમાએ જીબીકે મેન સ્ટેડિયમમાં રવિવારે આયોજીત ફાઇનલમાં 50.79 સેકન્ડના સમય સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. 

બહરીનની સલ્વા નાસિરને 50.09 સેકન્ડની સાથે ગોલ્ડ મળ્યો હતો. આ નવો એશિયન રેકોર્ડ છે. બ્રોન્ઝ મેડલ કઝાકિસ્તાનની એલિનિ મિખિનાને મળ્યો જેણે 52.63 સેકન્ડમાં રેસ પુરી કરી હતી. 

આ સ્પર્ધામાં સામેલ ભારતની એક અન્ય એથલીટ નિર્મલાને ચોથું સ્થાન મળ્યું છે. નિર્મલાએ 52.96 સેકન્ડનો સમય લીધો હતો. 

અનસે 400 મીટરમાં જીત્યો સિલ્વર મેડલ
દોડવીર મોહમ્મદ અનસ યાહિયાએ 400 મીટર સ્પર્ધાની ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યો છે. અનસે 45.69 સેકન્ડમાં રેસ પુરી કરીને બીજુ સ્થાન મેળવ્યું હતું. કતરના અબ્દાલેહ હસને 44.89 સેકન્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. બહરીનના અલી ખામિસે 45.70 સેકન્ડની સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અનસ સિવાય ભારતનો વધુ એક દોડવીર રાજીવ 45.84 સેકન્ડ સાથે ચોથા ક્રમે રહ્યો હતો. 

18મી એશિયન ગેમ્સમાં અત્યાર સુધી ભારતના કુલ મેડલોની સંખ્યા 35 પર પહોંચી ગઈ છે. જેમાં 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 19 બ્રોન્ઝ મેડલ છે. ભારત મેડલ ટેલીમાં 9માં સ્થાને છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news