Asian Champion's Trophy: હરમનપ્રીતની હેટ્રિક, ટીમ ઇન્ડિયા રમશે સેમીફાઇનલમાં

ભારતીય ટીમ મેચની શરૂઆતમાં જ ગોલ સ્કોર કરવા માંગે છે અને મસ્કટમાં ભારતીય દર્શકોથી સારૂ સમર્થન મળી રહ્યું છે.

Asian Champion's Trophy: હરમનપ્રીતની હેટ્રિક, ટીમ ઇન્ડિયા રમશે સેમીફાઇનલમાં

મસ્કટ (ઓમાન): દક્ષિણ કોરિયાની સામે રમાઇ ચુકેલા અંતિમ રાઉન્ડ રોબિન મેચમાં હેટ્રિક લગાવી ભારતે સેમીફાઇનમાં પહોંચનારા ખેલાડી હરમનપ્રીત સિંહનું કહેવું છે કે ભારતીય ટીમ હીરો એશિયાન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબને બરકરાર રાખવા માંગે છે. હરમનપ્રીતનું કહેવું છે કે ભારતીય ટીમ મેચની શરૂઆતમાં જ ગોલ સ્કોર કરવા માંગે છે અને મસ્કટમાં ભારતીય દર્શકોથી સારૂ સમર્થન મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે બુધવાર માડી રાત્રે રમાઇ ચુકેલી મેચમાં ભારતને હરમનપ્રીતની હેટ્રિકથી દક્ષિણ કોરિયાને 4-1થી માત આપી છે. આ જીત ટીમ ઇન્ડિયાએ સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. મેચ બાદ હરમનપ્રીતે કહ્યું, ભારતીય ટીમ દરેક મેચની શરૂઆતમાં જ ગોલ સ્કોર કરવા માંગે છે. ટીમે પોતાની સંરચનાને બનાવી રાખી છે અને તેઓ પોતાના ખિતાબને બરકરા રાખવા માંગે છે. હરમનપ્રીતે કહ્યું કે ત્યાં ભારતીય દર્શકો પાસેથી સારૂ સમર્થન મળી રહ્યું છે. અમારા માટે દર્શકોનું સમર્થન હમેશા પ્રેરણાદાયી રહ્યું છે.

શ્રેષ્ઠ ડ્રેગ ફ્લિકર બની રહ્યો છે હરમનપ્રીત
કોચ હરેન્દ્ર સિંહનું કહેવું છે કે હરમનપ્રીત એક શ્રેષ્ઠ ડ્રેગ ફ્લિકરના રૂપમાં બહાર આવી રહ્યો છે. દક્ષિણ કોરિયાની સામે આ મેચમાં પેનલ્ટી કોર્નર પર તે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડી રહ્યો છે.

દક્ષિણ કોરિયાની સામે લગાવી હતી હરમનપ્રીતે હેટ્રિક
ભારતીય ટીમે બુધવારે જ દક્ષિણ કોરિયાની સામે જીત હાંસલ કરી સેમીફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. હરમનપ્રીત સિંહની હેટ્રિકના દમ પર ભારતીય ટીમને દક્ષિણ કોરિયાને 4-1થી હરાવ્યું હતું. આ હારના કારણે દક્ષિણ કોરિયાની ટીમ સેમીફાઇનલમાંથી બહાર થઇ ગયું છે.

હરમનપ્રીતે પાંચમી મીનિટમાં જ ગોલ મારી ભારતીય ટીમનું ખાતું ખોલ્યું હતું. ત્યાર બાદ 10મી મીનિટમાં ગોલ કરી ટીમનો સ્કોર 2-0 કરી દીધો હતો. આ વચ્ચે લી સેયુંગ-2એ પોતાની ટીમ માટે 20મી મીનિટમાં ગોલ કર્યો અને ટીમનું ખાતું ખોલ્યું હતું. ત્યારબાદ બીજા હાફમાં ભારતીય ટીમે ગેમ પર પોતાનું દબાણ બનાવી રહ્યું હતું. 47મી મીનિટ અને 59મી મીનિટમાં હરમનપ્રીતે બે ગોલ કરવાની સાથે જ હેટ્રિક પૂરી કરી અને ભારતને આ મેચમાં 4-1થી જીત હાંસલ કરાવી હતી. ભારતીય ટીમ હેવ 27 ઓક્ટોબરે સેમીફાઇનલમાં મેચ રમશે.
(ઇનપુટ આઇએએનએસ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news