Asia Cup 2023: પાકિસ્તાની ટીમની આ ત્રિપુટી આટલી ખતરનાક કેમ છે? કાર્તિકે શું કહ્યું તે ખાસ જાણો

India Vs Pakistan: ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ. આ મેચમાં શાહીન આફ્રીદી, હારિસ રઉફ અને નસીમ શાહની પેસ ત્રિપુટી એ ભારતીય બેટ્સમેનોને ખુબ પરેશાન કર્યા અને ભારતની બધી 10 વિકેટ આ ત્રિપુટીએ જ લીધી. હવે આ ત્રિપુટીને લઈને દિનેશ કાર્તિકે મોટું નિવેદન આપ્યું છે.

Asia Cup 2023: પાકિસ્તાની ટીમની આ ત્રિપુટી આટલી ખતરનાક કેમ છે? કાર્તિકે શું કહ્યું તે ખાસ જાણો

ભારતીય વિકેટકિપર દિનેશ કાર્તિકે ભારતીય અને પાકિસ્તાનના ફાસ્ટ બોલરોની સરખામણી મુદ્દે મોટી વાત કરી છે. તેમનું માનવું છે કે સપાટ વિકેટો પર શાહીન આફ્રીદી, હારિસ રઉફ અને નસીમ શાહની ત્રિપુટી ભારતીય ફાસ્ટ બોલરો જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ કરતા વધુ પ્રભાવી છે. તેમણે તેનું નક્કર કારણ પણ જણાવ્યું છે. 

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ. આ મેચમાં શાહીન આફ્રીદી, હારિસ રઉફ અને નસીમ શાહની પેસ ત્રિપુટી એ ભારતીય બેટ્સમેનોને ખુબ પરેશાન કર્યા અને ભારતની બધી 10 વિકેટ આ ત્રિપુટીએ જ લીધી. હવે આ ત્રિપુટીને લઈને દિનેશ કાર્તિકે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનનો પેસ એટેક ભારત કરતા સારો છે. 

દિને કાર્તિકે ક્રિકબઝ પર કહ્યું કે "શાહીન, હારિસ રઉફ અને નસીમ શાહ સતત 90 માઈલ પ્રતિ કલાકની ઝડપથી બોલિંગ કરી શકે છે અને મોટી વાત એ છે કે ત્રણેય બોલરોની બોલિંગ કરવાની રીત બિલકુલ અલગ છે. શાહીન શાહ આફ્રીદી સ્પષ્ટ રીતે ડાબોડી બોલર છે. તેની પાસે એક એંગલ છે અને બોલને અંદર પર લાવે છે. નસીમ શાહ બોલને બંને બાજુ ઘુમાવે છે અને હારિસ છેલ્લી ઓવરો પ્રમાણે હાલના સમયના બેસ્ટ બોલર્સમાંથી એક છે. કારણ કે તેના બોલ પિચ પર પડ્યા બાદ ઝડપથી બેટ્સમેન પાસે આવે છે અને ઝડપ સાથે તેના બાઉન્સર વધુ ખતરનાક બની જાય છે." 

કાર્તિકે વધુમાં કહ્યું કે "મારા માટે પાકિસ્તાની બોલર સપાટ વિકેટ પર વધુ અસરકારક છે. જો પિચ પર ફાસ્ટ બોલરો માટે કઈક છે તો પછી બંને દેશનો પેસ એટેક લગભગ એક બરાબર છે . પરંતુ ફ્લેટ વિકેટ પર મારે કોઈ બોલરના આક્રમણનો સામનો કરવાનો રહેશે તો હું પાકિસ્તાની ત્રિપુટીની જગ્યાએ બુમરાહ-સિરાજ અને શમીનો સામનો કરવાનો પસંદ કરીશ. કારણ કે તેમને જે વિકેટથી ઉછાળ મળશે તે પાકિસ્તાનની ત્રિપુટી કરતા ઓછો હશે. મારા માટે રઉફ-શાહીન અને નસીફ શાહની ત્રિપુટી સપાટ પિચો પર વધુ ખતરનાક છે." 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news