સાળંગપુર વિવાદમાં વધુ એક સ્વામીએ બળતામાં ઘી ઉમેર્યું, સંતોએ કહ્યું-દર્શન વલ્લભ સ્વામીની બુદ્ધ ભ્રષ્ટ થઈ છે

salangpur mural controversy : સનાતન ધર્મના સાધુઓ પર વધુ એક સ્વામિનારાયણ સંતનો પ્રહાર... વડોદરા ગુરુકુળના દર્શન વલ્લભ સ્વામીએ નિવેદન આપતા કહ્યુ- ચલમ પીને પોતાને સનાતની કહેનારા સ્વામિનારાયણ સંપ્રદાયને છંછેડવાનું બંધ કરો...

સાળંગપુર વિવાદમાં વધુ એક સ્વામીએ બળતામાં ઘી ઉમેર્યું, સંતોએ કહ્યું-દર્શન વલ્લભ સ્વામીની બુદ્ધ ભ્રષ્ટ થઈ છે

salangpur hanuman distortion : સનાતન ધર્મ પર વધુ એક સ્વામિનારાયણ સંતનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. વડોદરા ગુરુકુળના દર્શન વલ્લભ સ્વામીએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમારા સ્વામિનારાયણ ભગવાન જ સર્વોપરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોને છંછેડવાનું બંધ કરી દો. તમે ચલમ પી પોતાને સનાતની કહેતા હોય તો અમે તો તિલકવાળા છીએ. ગગનના તારા જેટલાં શત્રુઓ ભેગા થઈ જાય તો પણ સ્વામિનારાયણ ભગવાન જ સર્વોપરી છે.

સાળંગપુર હનુમાનજી  ભીંત ચિત્રો વિવાદ મામલો હવે તૂલ પકડી રહ્યો છે. વડતાલના સાધુઓના વિવાદસ્પદ નિવેદનો એક પછી એક આવી રહ્યાં છે. ત્યારે વધુ એક સાધુનું વિવાદિત નિવેદન આવ્યું છે. વડોદરા ગુરુકુળના દર્શન સ્વામીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ગગનના તારા જેટલાં શત્રુઓ ભેગા થઈ જાય તો પણ  અમારા સ્વામીનારાયણ ભગવાન જ સર્વોપરી છે. મિત્રો આપણે કોઈનાથી દબાવાનું નથી. એ લોકો ચલમ પીને પોતાને સનાતની કહેતા હોય તો અમે છાતી કાઢીને તિલક કરીએ છીએ, એટલે તમારા કરતા પહેલા અમે સનાતની  છીએ. મહેરબાની  કરી સ્વામિનારાયણ વાળાને છંછેડવાના ધંધા બંધ કરી દો.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 4, 2023

 

સાંળગપુર ભીંતચિત્ર વિવાદ પર દર્શન વલ્લભ સ્વામીએ એક સભામાં કહ્યું કે, ચલમ પી પોતાને સનાતની કહેતા હોય તો અમે તો તિલક વાળા છીએ. ગગનના તારા જેટલાં શત્રુઓ ભેગા થઇ જાય તો પણ સ્વામીનારાયણ ભગવાન જ સર્વોપરી છે. મિત્રો આપણે કોઈનાથી દબાવાનું નથી. અમારા સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. સ્વામીનારાયણવાળાને છંછેડવાનુ બંધ કરી દો. મહેરબાની કરીને છંછેડવાના ધંધા બંધ કરો. લોકો ચલમ પીને પોતાને સનાતની કહે છે. અમે છાતી કાઢીને તિલક કરીએ છીએ. તમારા કરતા પહેલા અમે સનાતની છીએ. 4 દિવસથી ઉંઘ નથી આવી.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 4, 2023

 

વલ્લભ સ્વામીના નિવેદન પર સંતોનો વિરોધ
વલ્લભ સ્વામીના વિવાદિત નિવેદનથી સનાતન સંતોમાં રોષ જોવા મળ્યો છે. તેમના નિવેદનનો વિરોધ કરતા ઋષિ ભારતીએ કહ્યું કે, બીજા ધર્મનું અપમાન કરવાનું બંધ કરવામાં આવે. અધુરા ઘડાની જેમ દર્શન વલ્લભ સ્વામી છલકાય છે. આ વિવાદ વધુ ઉગ્ર બનાવવા નિવેદનબાજી થાય છે-. સનાતન ધર્મના સંતોને હજુ તમે ઓળખતા નથી. સનાતન ધર્મના મોઢામાં આંગળીઓ નાંખવાનું બંધ કરો. તમારા ચરિત્રની લીલાઓની ગાથા પણ કરો. અમે પણ વિદેશમાં જઈને લોકોને માર્ગદર્શન આપનાર સાધુ છીએ. સનાતન ધર્મના સંતો ભીખારી છે એવું સાબિત કરવા માંગો છો. તમારી તાકાત હોય તો મારી સામે ચર્ચા કરવા આવો. હું ચર્ચામાં હારીશ તો તમારો દાસ બની જઈશ. તમે હારો તો મારા ગુલામ બનશો. અહંકારમાં આવા નિવેદન બંધ કરો. મારી પાસે 3 ગોલ્ડ મેડલ છે, ચર્ચા કરવી હોય આવો. સનાતન ધર્મના 55 લાખ સાધુ-સંતો કેમ નથી દેખાતા. દર્શન વલ્લભ સ્વામીને કોઈ વાતનું જ્ઞાન નથી. દર્શન વલ્લભ સ્વામીની બુદ્ધ ભ્રષ્ટ થઈ ગઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news