જાડેજાએ વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બનાવ્યો મહારેકોર્ડ, કપિલ દેવની કરી બરાબરી

Ravindra Jadeja Latest News: ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. રવિન્દ્ર જાડેજાએ એક દિવસીય ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત માટે ઈતિહાસ રચીને મોટી સિદ્ધિ મેળવી છે.

જાડેજાએ વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બનાવ્યો મહારેકોર્ડ, કપિલ દેવની કરી બરાબરી

Ravindra Jadeja Record: ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. રવિન્દ્ર જાડેજાએ એક દિવસીય ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત માટે ઈતિહાસ રચીને મોટી સિદ્ધિ મેળવી છે. ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ મહાન રેકોર્ડ બનાવીને પૂર્વ ભારતીય કેપ્ટન અને મહાન ઓલરાઉન્ડર કપિલ દેવની બરાબરી કરી લીધી છે.

જાડેજાએ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બનાવ્યો હતો શાનદાર રેકોર્ડ 
ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 2,000થી વધુ રન અને 200 કે તેથી વધુ વિકેટ લેનાર બીજા ભારતીય અને વિશ્વના 14મા ક્રિકેટર બન્યા છે. પોતાની 182મી ODI રહી રહેલા રવિન્દ્ર જાડેજાએ બાંગ્લાદેશ સામે એશિયા કપ 2023ની સુપર મેચ દરમિયાન શમીમ હુસેનને આઉટ કરીને ODIમાં તેની 200 વિકેટ પૂરી કરી. ક્રિકેટના આ ફોર્મેટમાં તેના નામે 2578 રન છે.

કપિલ દેવની કરી બરાબરી 
રવિન્દ્ર જાડેજા પહેલા આ ઉપલબ્ધિ ભારતના મહાન ઓલરાઉન્ડર કપિલ દેવે હાંસલ કરી હતી. કપિલ દેવે 225 મેચમાં 3783 રન બનાવવા ઉપરાંત 253 વિકેટ પણ લીધી હતી. રવિન્દ્ર જાડેજા વનડેમાં 200 વિકેટ લેનારો સાતમો ભારતીય બોલર બની ગયો છે. રવિન્દ્ર જાડેજા પહેલા અનિલ કુંબલે (337 વિકેટ), જવાગલ શ્રીનાથ (315), અજીત અગરકર (288), ઝહીર ખાન (282), હરભજન સિંહ (269) અને કપિલ દેવ (253) આ માઈલસ્ટોન પર પહોંચ્યા હતા.

ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો 3D ખેલાડી
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એક 3D ખેલાડી છે જે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગના ત્રણેય ડીપાર્ટમેન્ટમાં ખૂબ જ નિપુણ છે. આઈસીસી વર્લ્ડ કપ 2023 દરમિયાન ભારતની દુશ્મન ટીમોએ રવિન્દ્ર જાડેજાને લઈને ખૂબ કાળજી રાખવી પડશે. રવીન્દ્ર જાડેજા ભારતની સ્પિન-ફ્રેન્ડલી સ્થિતિમાં ઘણો ખતરનાક ખેલાડી છે. રવિન્દ્ર જાડેજાએ ટીમ ઈન્ડિયા માટે 182 ODI મેચમાં 200 વિકેટ લીધી છે. આ સિવાય રવિન્દ્ર જાડેજાએ પણ વનડેમાં કુલ 2578 રન બનાવ્યા છે. વન-ડે ઈન્ટરનેશનલમાં 13 અડધી સદી ફટકારવાનો રેકોર્ડ રવિન્દ્ર જાડેજાના નામે છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ વન-ડે ઈન્ટરનેશનલમાં બોલિંગ દરમિયાન એક વખત 5 વિકેટ પણ લીધી છે. રવિન્દ્ર જાડેજાનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન વન-ડે ઈન્ટરનેશનલમાં 36 રનમાં 5 વિકેટ હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news