આજથી એશિયા કપ 2018ની શરૂઆત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ, ક્યારે હશે ભારત-પાકિસ્તાનની મેચ

સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની ગેરહાજરીથી ભલે આજથી શરૂ થઈ રહેલા છ દેશોની એશિયા કપ ટુર્નામેન્ટની ચમક ફીકી પડી હોય પરંતુ આમ છતાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો રોમાંચક મુકાબલો બધાની નજરમાં છે

આજથી એશિયા કપ 2018ની શરૂઆત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ, ક્યારે હશે ભારત-પાકિસ્તાનની મેચ

દુબઈ: સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની ગેરહાજરીથી ભલે આજથી શરૂ થઈ રહેલા છ દેશોની એશિયા કપ ટુર્નામેન્ટની ચમક ફીકી પડી હોય પરંતુ આમ છતાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો રોમાંચક મુકાબલો બધાની નજરમાં છે. ભારત અને પાકિસ્તાન આ બે ટીમો વચ્ચેની બે મેચ નક્કી છે પરંતુ જો બંને ટીમો ફાઈનલમાં પહોંચશે તો 3 મેચો શક્ય છે. ટુર્નામેન્ટની શરૂઆત આજથી થઈ રહી છે. પહેલી મેચ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાવવાની છે. 

ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ લીગમાં એક મેચ રમાશે જ્યારે બીજી સુપર ચાર ચરણમાં થશે. પરંતુ આયોજક, પ્રસારક અને સમર્થન 28 સપ્ટેમ્બરે રમાનારી ફાઈનલમાં પણ બંને ટીમો પહોંચે તેવી આશા રાખી રહ્યાં છે. 

વિરાટ કોહલી વગર ઉતરશે ટીમ ઈન્ડિયા
વિરાટ  કોહલી વગર દબાણની સ્થિતિમાં કેવી રીતે ટીમ પરફોર્મ કરે છે તે જોવાનું રહેશે. ટીમ પોતાનું અભિયાન 18 સપ્ટેમ્બરથી શરૂ કરશે. જેમાં પહેલી મેચ હોંગકોંગ વિરુદ્ધ રમશે. ત્યારબાદ બીજા દિવસે પાકિસ્તાન સામે મેચ છે. 

વિરાટ કોહલીને ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ આરામ આપવામાં આવ્યો છે. ભારતે ટેસ્ટ સીરિઝમાં 1-4થી હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત શર્મા સફેદ બોલના શાનદાર ખેલાડી છે. પરંતુ સારી ટીમો વિરુદ્ધ તેમના નેતૃત્વ કૌશલની પરીક્ષા થઈ નથી. ગત વર્ષ ડિસેમ્બરમાં શ્રીીલંકા સામે તેણે નેતૃત્વ સંભાળ્યું હતું પરંતુ તે ટીમ એટલી મજબુત નહતી. હાલના સમયમાં ખેલાડીઓની દ્રષ્ટિએ બાંગ્લાદેશ 50 ઓવરની મેચો માટે સારી ટીમ ગણાય છે. 

ભારત પાકિસ્તાનનો મુકાબલો રહેશે ખાસ
આ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર બધાની નજર રહેશે. ભારતની ટીમ સારી ગણાતી પાકિસ્તાનની ટીમ સામે કેવું રમે છે તે જોવાનું રહેશે. પાકિસ્તાનની ટીમમાં મોહમ્મદ આમિર જેવો વિશ્વ સ્તરનો ફાસ્ટ બોલર, મજબુત ઓલરાઉન્ડર હસન અલી, ઓપનર ફખર જમાં, પ્રતિભાશાળી બેટ્સમેન બાબર આઝમ અને હૈરિસ સોહેલ હાજર છે. 

આ બાજુ બાંગ્લાદેશનુ પણ એશિયાકપમાં સતત સારું પ્રદર્શન રહ્યું છે. મશરફી મુર્તઝાના નેતૃત્વવાળી ટીમ પાસે દુબઈ અને અબુધાબીમાં ધીમી પીચ માટે સારી બોલિંગ લાઈનઅપ છે જ્યારે બેટિંગમાં તમીમ ઈકબાલ અને મહેમુદુલ્લાહ રિયાદ સામેલ છે. 

શ્રી લંકા પણ મજબુત ટીમ ગણાય છે. એન્જેલો, મેથ્યુઝ, ઉપુલ થરંગા, થિસારા પરેરા, અને લસિથ મલિંગ જેવા અનુભવી ખેલાડીઓ જ્યારે યુવામાં અકિલા ધનંજય, દાસુન શનાકા, કાસુન રંજીતા જેવા ખેલાડીઓ છે. શ્રીલંકાની સમસ્યા એ છે કે સતત સારું પ્રદર્શન કરી શકતી નથી. 

કઈ કઈ ટીમો સામેલ છે એશિયા કપમાં?

એશિયા કપમાં કુલ છ દેશોની ટીમો રમી રહી છે. જેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, હોંગકોંગ સામેલ છે. 

ભારતની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, અંબાતી રાયડુ, મનીષ પાંડે, કેદાર જાધવ, મહેન્દ્ર સિંહ ધોની (વાઈસ કેપ્ટન), હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, શાર્દુલ ઠાકુર, દિનેશ કાર્તિક, ખલીલ અહેમદ

એશિયા કપનો કાર્યક્રમ

એશિયા કપ 2018નો કાર્યક્રમ
     
તારીખ મેચની વિગત સમય (ભારતીય સમય પ્રમાણે)
     
15 સપ્ટેમ્બર શનિવાર બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા (દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, દુબઈ, ગ્રુપ બી 5.00 pm
16 સપ્ટેમ્બર રવિવાર પાકિસ્તાન વિરુદ્ધ હોંગકોંગ (દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, દુબઈ, ગ્રુપ એ) 5.00 pm
17 સપ્ટેમ્બર સોમવાર શ્રીલંકા વિરુદ્ધ અફઘાનિસ્તાન, ગ્રુપ બી, શેખ ઝાયદ સ્ટેડિયમ, અબુધાબી 5.00 pm
18 સપ્ટેમ્બર મંગળવાર ભારત વિરુદ્ધ હોંગકોંગ, ગ્રુપ એ, દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, દુબઈ 5.00 pm
19 સપ્ટેમ્બર બુધવાર ભારત વિરુદ્ધ પાકિસ્તાન, ગ્રુપ એ, દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, દુબઈ 5.00 pm
20 સપ્ટેમ્બર ગુરુવાર બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન, ગ્રુપ બી, શેખ ઝાયદ સ્ટેડિયમ, અબુધાબી 5.00 pm
21 સપ્ટેમ્બર શુક્રવાર TBC vs TBC,  A1 vs B2, સુપર ફોર, મેચ 1 દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ       TBC vs TBC, B1 vs A2 સુપર ફોર, મેચ 2 શેખ ઝાયદ સ્ટેડિયમ અબુ ધાબી 5.00 pm
23 સપ્ટેમ્બર, રવિવાર TBC vs TBC, A1 vs A2, સુપર ફોર, મેચ 3, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ,  TBC vs TBC, B1 vs B2, સુપર ફોર, મેચ 4 શેખ ઝાયદ સ્ટેડિયમ, અબુધાબી 5.00 pm
25 સપ્ટેમ્બર, મંગળવાર TBC vs TBC, A1 vs B1, સુપર ફોર, મેચ 5, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ 5.00 pm
26 સપ્ટેમ્બર બુધવાર TBC vs TBC, A2 vs B2, સુપર ફોર, મેચ 6, શેખ ઝાયદ સ્ટેડિયમ, અબુ ધાબી 5.00 pm
28 સપ્ટેમ્બર શુક્રવાર TBC vs TBC ફાઈનલ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ 5.00 pm
     
     

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news