Test Series : છેલ્લા બે વર્ષમાં હોમ ગ્રાઉન્ડ પર અશ્વિને બનાવ્યા વિરાટ કોહલી કરતા વધુ રન
Virat Kohli and R Ashwin Test Match Run: ટી20 અને વન-ડેમાં પોતાનો ડંકો વગાડનાર વિરાટ કોહલી હજુ પણ ટેસ્ટમાં પોતાનું ફોર્મ શોધી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી કોહલીએ ટેસ્ટમાં સદી પણ નથી ફટકારી... જ્યારે આર અશ્વિને ભારતમાં રનનો ઢગલો કર્યો છે.
Trending Photos
Virat Kohli and R Ashwin Test Match Run: વિરાટ કોહલી ભારતની પિચો પર પણ રન નથી બનાવી શક્યો. છેલ્લા બે વર્ષમાં ભારતમાં ટેસ્ટ મેચોમાં રન બનાવવાના મામલામાં તે આર અશ્વિન કરતા પાછળ રહી ગયો છે. જાન્યુઆરી 2021થી અત્યાર સુધી એટલે છેલ્લા 26 મહિનામાં વિરાટ કોહલીએ ભારતમાં કુલ 10 મેચોની 16 ઇનિંગ્સમાં 400 રન બનાવ્યા છે. વિરાટ કોહલીની અહીં ટિંગ એવરેજ માત્ર 25 રહી છે. આ દરમિયાન તે એક પણ સદી ફટકારી શક્યો નથી. તેણે આ 16 ઇનિંગ્સમાં માત્ર બે ફિફ્ટી ફટકારી છે.
વધુ વાંચો:
અશ્વિને ભારતમાં બનાવ્યા ઢગલો રન
રવિચંદ્રન અશ્વિને આ સમયગાળા દરમિયાન ભારતમાં 11 ટેસ્ટની 16 ઇનિંગ્સમાં 425 રન બનાવ્યા છે. તેની બેટિંગ એવરેજ પણ વિરાટ કરતા સારી રહી છે. અશ્વિને 26.56ની એવરેજથી રન બનાવ્યા છે. ખાસ વાત એ છે કે આ દરમિયાન આર અશ્વિને પણ સદી ફટકારી છે.
છેલ્લા 26 મહિનામાં આર અશ્વિન હોમ ગ્રાઉન્ડ પર ચોગ્ગા અને છગ્ગા ફટકારવામાં પણ વિરાટ કોહલી કરતા આગળ છે. જ્યાં અશ્વિને પોતાની 16 ઇનિંગ્સ દરમિયાન 53 ફોર અને 3 સિક્સર ફટકારી છે. તે જ સમયે, વિરાટ કોહલીએ તેની 16 ઇનિંગ્સમાં માત્ર 41 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા છે.
કોહલી કરતા જાડેજા અને અક્ષરની બેટિંગ એવરેજ પણ છે સારી
અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા જેવા સ્પિન ઓલરાઉન્ડરોની પણ ભારતીય મેદાન પર છેલ્લા 26 મહિનામાં વિરાટ કોહલી કરતાં વધુ સારી બેટિંગ એવરેજ છે. જ્યાં અક્ષર પટેલે 14 ઇનિંગ્સમાં 38.20ની એવરેજથી 382 રન બનાવ્યા છે. આ સાથે જ જાડેજાએ 9 ઇનિંગ્સમાં 44.75ની એવરેજથી 358 રન બનાવ્યા છે. અક્ષરે આ સમયગાળા દરમિયાન ત્રણ અડધી સદી અને જાડેજાએ એક સદી અને બે અડધી સદી ફટકારી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે