Ashes: ઈંગ્લેન્ડની પિચોથી ખુશ નથી જેમ્સ એન્ડરસન
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને હાલની એશિઝ સિરીઝમાં પિચોને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
Trending Photos
લંડનઃ ઈગ્લેન્ડ ક્રિકેટ ટીમના દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનનું માનવું છે કે ઈંગ્લેન્ડમાં હાલની પિચો ઘરેલૂ ટીમના ખેલાડીઓ માટે વધુ મદદગાર હોવી જોઈએ. ઈંગ્લેન્ડની ટીમ આશરે બે દાયકામાં પ્રથમવાર ઘરમાં પ્રતિષ્ઠિત એશિઝ સિરીઝ જીતવામાં સફળ ન થઈ શકી. ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલી ચોથી મેચમાં 185 રનના કારમા પરાજયનો સામનો કરવો પડ્યો જ્યારે ત્રીજી મેચમાં પણ યજમાન ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.
પરંતુ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે દમદાર પ્રદર્શન કરીને ઈંગ્લેન્ડને સિરીઝ હારવાથી બચાવી લીધું હતું.
એન્ડરસને કહ્યું, 'હું સમજુ છું કે અમારી પિચોએ ઓસ્ટ્રેલિયન ટીમની વધુ મદદ પહોંચાડી છે. હું પિચો પર વધુ ઘાસ જોવા ઈચ્છુ છું કારણ કે અહીં આ પ્રકારની પિચો હોય છે. લેંકશાયરમાં તમામ ટિકિટો વેંચાઇ રહી હોય તો તમારે ફ્લેક પિચ બનાવવી પડે છે, પરંતુ એક ખેલાડી માટે આ ખુબ દુખદ છે.'
એન્ડરસને કહ્યું, 'ઓસ્ટ્રેલિયામાં અમને જે પિચો જોવા મળે છે તે યજમાન ટીમને અનુકૂળ હોય છે. તે અહીં આવે અને તેને તેવી પિચ મળી જાય જેવી તે ઈચ્છે છે. મને તે યોગ્ય લાગતુ નથી. પાછલા વર્ષે ભારત વિરુદ્ધ અમને યોગ્ય પિચ મળી હતી. એક દેશના રૂપમાં અમારે તેનો લાભ ઉઠાવવો જોઈએ કારણ કે જ્યારે તમે ઓસ્ટ્રેલિયા, ભારત કે શ્રીલંકા જાવ છો તો તે તેની મુજબ પિચ બનાવે છે.'
એન્ડરસન ઈજાને કારણે પ્રથમ મેચ બાદ સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયા હાલ સિરીઝમાં 2-1થી આગળ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે