પાટણ: કોંગ્રેસના ગઢમાં આંતરિક વિખવાદને કારણે ગાબડુ પડવાની શક્યતા
પાટણ જિલ્લોએ એક સમયનો કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. જિલ્લામાં બીજી પાર્ટીઓને સ્થાન મેળવવા માટે લોઢાના ચણા ચાવ્યા બરાબર મહેનત કરવા છતાં પણ સત્તાઓ મળતી નહોતી. જયારે અત્યારે કોંગ્રેસમાં વિખવાદના કારણે એકબાદ એક મળેલી સત્તાઓ કોંગ્રેસને ગુમાવવાનો વારો આવી રહ્યો છે.
Trending Photos
પ્રેમલ ત્રિવેદી/પાટણ: જિલ્લોએ એક સમયનો કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. જિલ્લામાં બીજી પાર્ટીઓને સ્થાન મેળવવા માટે લોઢાના ચણા ચાવ્યા બરાબર મહેનત કરવા છતાં પણ સત્તાઓ મળતી નહોતી. જયારે અત્યારે કોંગ્રેસમાં વિખવાદના કારણે એકબાદ એક મળેલી સત્તાઓ કોંગ્રેસને ગુમાવવાનો વારો આવી રહ્યો છે.
પાટણ નગરપાલિકામાં ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો 44 સદસ્યો માંથી 33 કોંગ્રેસના સદસ્યોને સ્થાન મળ્યું હતું. જયારે ભાજપ પાસે માત્ર 9 સદસ્યો હતા. અને અપક્ષ પાસે 2 સદસ્યો હતા. કોંગ્રેસને સત્તા મળ્યાના થોડાજ મહિનાઓમાં વિખવાદનો સિલસિલો સારું થયો અને કોંગ્રેસના 33 માંથી 14 સદસ્યોએ બગાવત કરી ટીમ પાટણની રચના કરી અને ટિમ પાટણની રચના કર્યા બાદ ભાજપને ટેકો જાહેર કર્યો હતો. આમ ટુંકજ સમયમાં સત્તા પચાવીના શકતી કોંગ્રેસને પાટણ નગરપાલિકા ગુમાવવાનો વારો આવ્યો છે.
હવે ઘણા સમય બાદ પાટણ નગરપાલિકામાં ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસને સ્થાન મળ્યું છે અને સ્થાન મળતાની સાથે જ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાબુજી દ્વારા વિખવાદો થતા રાજીનામાં અપાઈ રહ્યા છે અને પક્ષને નુકશાન કરવામાં આવી રહ્યું છે તેવો પાટણ નગરપાલિકાના ઉપ પ્રમુખ દ્વારા જાહેરમાં નિવેદનો અપાઈ રહ્યા છે.
ગીર જંગલમાં નિયમ ભંગનો વિવાદ, કોંગ્રેસે જીતુ વાઘાણી સામે સાધ્યું નિશાન
વાત કરીએ સ્થાનિક સ્વરાજની વર્ષ 2015ની ચૂંટણીનીતો પાટણ જિલ્લામાં અગત્યની એવી જિલ્લા પંચાયત કોંગ્રેસે સર કરી હતી. પાટણ જિલ્લામાં 9 તાલુકા પંચાયતો પૈકી 7 તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનો પંજો લહેરાતો હતો. તો પાટણ અને સિદ્ધપુર નગરપાલિકામાં પણ કોંગ્રેસના હાથમાં હતી. વિધાનસભામાં પણ ભાજપને કારમી પરાજય આપીને 4 માંથી 3 સીટો પર કોંગ્રેસે કબ્જો કરી લીધો હતો.
બળાત્કારના કેસના ઝડપી નિકાલ માટે ગુજરાતમાં 35 ફાસ્ટ્રેક કોર્ટ બનશે: રવિશંકર પ્રસાદ
પાટણ જિલ્લા પંચાયત 7 સીટો માંથી માત્ર 5 જ સીટો પર કોંગ્રેસના સભ્યો છે. સાથે કોંગ્રેસે સિદ્ધપુર અને પાટણ નગરપાલિકાઓ પણ ગુમાવી પડી છે. જયારે રાધનપુરના ધારાસભ્યએ પણ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. આટઆટલું થયા બાદ હવે એકબાદ એક કોંગ્રેસ પક્ષના પાટણ નગરપાલિકાના કોર્પોરેટર,પાટણ જિલ્લા મહિલા પ્રમુખ દ્વારા કોંગ્રેસના અંદરોઅંદર વિખવાદને લઈને રાજીનામા આપવામાં આવી રહ્યા છે. તેમ છતાં પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને આ ગંભીરતા દેખાતીના હોય તેમ સબ સલામતના દાવાઓ અને સંગઠન મજબૂત હોવાનું જણાવી રહ્યા છે.
Video: અમદાવાદના નવરંગપુરામાં યુવતીનું અપહરણ થયું ને લોકો જોતા રહ્યાં, યુવકને માર માર્યો
પાટણ નગર પાલિકાના વોર્ડ નં 11ના કોંગ્રેસના સદસ્યએ તાજેતર માંજ પક્ષમાંથી રાજીનામુ આપી દીધું છે. પક્ષમાં અંદરો અંદર જૂથવાદને કારણે વોર્ડમાં વિકાસના કામો થતાના હોવાના કારણે રાજીનામુ આપ્યું હોવાનું જણાવી રહ્યા છે. તો કોંગ્રેસ જિલ્લા પ્રમુખ કે શહેર પ્રમુખ સામે કોઈ નારાજગી ના હોવાનું જણાવી રહ્યા છે.
ગઢમાં મળેલી સત્તાઓને એકબાદ એક ગુમાવવાનો વારો કોંગ્રેસને આવી રહ્યો છે અને આ સત્તાઓ ગુમાવવા પાછળ રાજીનામાં લેખિતમાં લખવામાં આવ્યું છે કે, અંદરોઅંદરનો વિખવાદ જવાબદાર છે. આ બાબતે અનેકવાર રાજ્યના કોંગ્રેસના મહુડી મંડળને લેખિતમાં તેમજ મૌખિકમાં જાણ કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી સૌ સાથે મળીને આ બાબતે મંત્રણા કરવામાં આવી હોય અથવા તો પક્ષના વિરુદ્ધમાં કામ કરતા હોય તેવા વ્યક્તિઓ સામે કડક પગલાં પણ ભરવામાં આવ્યા નથી અને જેના કારણે કોંગ્રેસના બાકી રહેલા કાર્યકર્તાઓ અને નેતાઓમાં નારાજગી દેખવા મળી રહી છે. જો આ બાબતે કોંગ્રેસ ગંભીર નહીં થાય તો કદાચ પાટણ જિલ્લામાં ગઢ રૂપી વૃક્ષ ધરાવતા કોંગ્રેસમાં આવનારા દિવસોમાં કોંગ્રેસની એક બે ડાળી વધુ તૂટી પણ શકે છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે