Ashes 2019: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, મોઇન અલી બહાર

આશા કરવામાં આવી રહી છે કે બીજી ટેસ્ટ મેચમાં સેમ કરનને તક આપવામાં આવી શકે છે. જોફ્રા આર્ચર પણ આ મેચના માધ્યમથી ટેસ્ટમાં પર્દાપણ કરી શકે છે.
 

Ashes 2019: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, મોઇન અલી બહાર

નવી દિલ્હીઃ એશિઝ ટેસ્ટ સિરીઝની બીજી મેચ માટે ઈંગ્લેન્ડે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ઈંગ્લેન્ડે પોતાની ટીમમાં ઈજાગ્રસ્ત જેમ્સ એન્ડરસન અને ઓલી સ્ટોનને ટીમમાં જગ્યા આપી નથી. એન્ડરસનને પગ અને ઓલીને કમરની ઈજાને કારણે બહાર રાખવામાં આવ્યા છે. આ બંન્ને બોલર પ્રથમ ટેસ્ટમાં ટીમમાં હતા. 

આ સિવાય બીજી ટેસ્ટ મેચ માટે ખરાબ ફોર્મનો સામનો કરી રહેલ ઓલરાઉન્ડર મોઇન અલીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેના સ્થાને અંતિમ ઇલેવનમાં સ્પિનર જૈક લીચને જગ્યા આપવામાં આવી છે. મોઇન અલી આ દિવસોમાં ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે અને છેલ્લી આઠ ટેસ્ટ મેચની ચાર ઈનિંગમાં શૂન્ય પર આઉટ થયો છે. આ સિવાય બોલિંગમાં પણ કંઇ ખાસ કરી શક્યો નથી. એશિઝની પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 42 રન આપીને એક વિકેટ ઝડપી હતી જ્યારે બીજી ઈનિંગમાં 130 રન આપીને બે વિકેટ લીધી હતી. 

આશા કરવામાં આવી રહી છે કે બીજી ટેસ્ટ મેચમાં સેમ કરનને તક આપવામાં આવી શકે છે. જોફ્રા આર્ચર પણ આ મેચના માધ્યમથી ટેસ્ટમાં પર્દાપણ કરી શકે છે. જોફ્રા અનફિટ હોવાને કારણે પ્રથમ ટેસ્ટમાં બહાર રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે 251 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. કાંગારૂ ટીમ આ ટેસ્ટ સિરીઝમાં 1-0થી આગળ ચાલી રહી છે. 

બીજી ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની ટીમ
જો રૂટ, જોની બેયરસ્ટો, જોફ્રા આર્ચર, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, જોસ બટલર, સૈમ કરન, જો ડેનલી, જૈક લીચ, જેસન રોય, બેન સ્ટોક્સ, ક્રિસ વોક્સ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news