Ind vs WI: અંજ્કિય રહાણેએ વિન્ડીઝ સામે કર્યો કમાલ, ટેસ્ટમાં બે વર્ષ બાદ ફટકારી સદી

રહાણેના બેટથી ટેસ્ટ સદી બે વર્ષ બાદ આવી છે. છેલ્લે તેણે પોતાની ટેસ્ટ સદી 2017મા શ્રીલંકા વિરુદ્ધ ફટકારી હતી. તે ટેસ્ટ મેચમાં રહાણેએ 132 રન બનાવ્યા હતા.

 Ind vs WI: અંજ્કિય રહાણેએ વિન્ડીઝ સામે કર્યો કમાલ, ટેસ્ટમાં બે વર્ષ બાદ ફટકારી સદી

નવી દિલ્હીઃ અંજ્કિય રહાણેએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં ભારત માટે પોતાની ઉપયોગીતા સાબિત કરી અને પોતાના ટેસ્ટ કરિયરની 10મી સદી ફટકારી છે. અંજ્કિય રહાણે આ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગ સદીની નજીક પહોંચ્યો પરંતુ 81 રન બનાવી આઉટ થઈ ગયો હતો. જ્યારે બીદી ઈનિંગમાં 234 બોલનો સામનો કરતા કરિયરની 10મી સદી પૂરી કરી હતી. પોતાના ટેસ્ટ ક્રિકેટ કરિયરની 57મી મેચમાં પોતાની 10મી સદી ફટકારી છે. 

બે વર્ષ બાદ રહાણેએ ફટકારી ટેસ્ટ સદી
રહાણેના બેટથી ટેસ્ટ સદી બે વર્ષ બાદ આવી છે. છેલ્લે તેણે પોતાની ટેસ્ટ સદી 2017મા શ્રીલંકા વિરુદ્ધ ફટકારી હતી. તે ટેસ્ટ મેચમાં રહાણેએ 132 રન બનાવ્યા હતા. ત્યારબાદ 18 ટેસ્ટ મેચ પછી તેણે સદી ફટકારી છે. બે વર્ષથી ટેસ્ટ મેચમાં સદી ફટકારવા માટે સંઘર્ષ કરી રહેલા રહાણેને અંતે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સફળતા મળી ગઈ છે. 

આવી રહી રહાણેની ઈનિંગ
રહાણેએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં કમાલની સદી ફટકારી હતી. તેણે 242 બોલનો સામનો કરતા કુલ 102 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં માત્ર 5 બાઉન્ડ્રી ફટકારી હતી. રહાણેએ આ મેચમાં ચોથી વિકેટ માટે વિકાટ કોહલી સાથે સદીની ભાગીદારી કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ અને રહાણેએ ચોથી વિકેટ માટે આઠમી વખત સદીની ભાગીદારી કરી છે. આ બંન્નેએ સચિન અને ગાંગુલીના રેકોર્ડને તોડી દીધો છે. સચિન અને ગાંગુલીએ ટેસ્ટમાં ચોથી વિકેટ માટે સાત વખત સદીની ભાગીદારી કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news