વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નામે નોંધાયો વધુ એક રોકોર્ડ

વિશ્વની સૌથી ઉચી પ્રતિમાનો રેકોર્ડ બનાવ્યા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા બીજા અનેક રેકોર્ડ તોડવામાં આવ્યા છે. ત્યારે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાપર્ણ બાગ પ્રથમવાર એક જ દિવસમાં સૌથી વધુ પ્રવાસીઓ મુલાકાતે પહોંચ્યા હોવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો છે. ત્યારે હજી અહિંયા આવનારા સમયમાં વિશ્વનું સૌથી મોટું સફારી પાર્ક બનાવામાં આવશે. જેથી પ્રવાસીઓની સંખ્યામાં પણ અધધ વધારો જોવા મળશે. 

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નામે નોંધાયો વધુ એક રોકોર્ડ

જયેશ દોશી/નર્મદા: વિશ્વની સૌથી ઉચી પ્રતિમાનો રેકોર્ડ બનાવ્યા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા બીજા અનેક રેકોર્ડ તોડવામાં આવ્યા છે. ત્યારે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાપર્ણ બાગ પ્રથમવાર એક જ દિવસમાં સૌથી વધુ પ્રવાસીઓ મુલાકાતે પહોંચ્યા હોવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો છે. ત્યારે હજી અહિંયા આવનારા સમયમાં વિશ્વનું સૌથી મોટું સફારી પાર્ક બનાવામાં આવશે. જેથી પ્રવાસીઓની સંખ્યામાં પણ અધધ વધારો જોવા મળશે. 

એક જ દિવસમાં નોંધાયા 34126 પ્રવાસી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાપર્ણ થયા બાદ સ્ટેચ્યું ઓફ યુનિટીની નોંધ સમગ્ર વિશ્વએ લીધી હતી. અને વિશ્વની સૌથી મોટી પ્રતિમાંનું બિરુંદ સ્ટેચ્યુ ઓફ યુનિટીને મળ્યું છે. જેથી ગુજરાત અને દેશ વિદેશથી પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે છે. જ્યારે રવિવારના દિવસે એક જ દિવસમાં 34126 જેટલા પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.

અરુણ જેટલીએ દત્તક લીધેલું ગુજરાતનું આ ગામડુ આજે સૂનુ સૂનુ બન્યું, લોકોએ શોકમાં ધંધો-રોજગાર બંધ રાખ્યો

એક જ દિવસમાં આવેલા 34 હજાર કરતા પણ વધુ પ્રવાસીઓને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટ્રસ્ટને 51.60 લાખ જેટલી આવક થઇ છે. જ્યારે રાજ્ય અને અન્ય રાજ્યોમાંથી આશરે 3720 જેટલા ખાનગી વાહનો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકતે આવનારા પ્રવાસીઓના નોંધાયા છે. ત્યારે તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે, કે આવનાર દિવસોમાં સફારી પાર્કનું લોકાપર્ણ થયા બાદ દરરોજ 30 હજાર કરતા પણ વધુ પ્રવાસીઓ આવશે. 

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news