IPL પહેલા ડિવિલિયર્સનો ધમાકો, બની ગયો T-20નો આ વિશ્વ રેકોર્ડ

સાઉથ આફ્રિકાના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન આઈપીએલ-2019 પહેલા 50 બોલમાં અણનમ 100 રન ફટકારીને પોતાની ટીમને શાનદાર જીત અપાવી હતી. 

IPL પહેલા ડિવિલિયર્સનો ધમાકો, બની ગયો T-20નો આ વિશ્વ રેકોર્ડ

ચટગાંવઃ ગત વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લઈ ચુકેલા એબી ડિવિલિયર્સે બીપીએલ (Bangladesh Premier League)માં ધમાકો કર્યો છે. 35 વર્ષના આ બેટ્સમેને 50 બોલમાં અણનમ 100 રન ફટકાર્યા છે. આ સાથે તેમણે ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન એલેક્સ હેલ્સ (અણનમ 85)ની સાથે ત્રીજી વિકેટ માટે 184* રનોની ભાગીદારીનો વિશ્વ રેકોર્ડ પણ બનાવી દીધો છે. 

સોમવારે ચટગાંવના જહૂર અહમદ ચૌધરી સ્ટેડિયમમાં ઢાકા ડાયનામાઇટ્સ વિરુદ્ધ ડિવિલિયર્સે ત્યારે મોરચો સંભાળ્યો જ્યારે 187 રનના લક્ષ્યનો પીછો કરતા રંગપુર રાઇડર્સે માત્ર 5 રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. ક્રિસ ગેલ (1) અને રિલી રોસો (0) આંદ્રે રસેલનો શિકાર બન્યો પરંતુ ત્યારબાદ હેલ્સ અને ડિવિલિયર્સની જોડીએ કોઈ વિકેટ ન ગુમાવી અને 10 બોલ બાકી રહેતા પોતાની ટીમને 8 વિકેટે જીત અપાવી દીધી હતી.

મિ 360 ડિગ્રી કહેવાતા એબીએ 50 બોલમાં અણનમ સદીમાં 8 ફોર અને છ સિક્સ ફટકારી હતી. જ્યારે હેલ્સે 53 બોલમાં અણનમ 85 રનની ઈનિંગમાં 8 ફોર અને 3 સિક્સ લગાવી હતી. બંન્નેએ ત્રીજી વિકેટ માટે 184* રન જોડ્યા, જે ટી20નો વિશ્વ રેકોર્ડ છે. આ પહેલા રેકોર્ડ ઇયાન બેલ અને એડમ હોજના નામે હતો. ગત વર્ષે આ જોડીએ બર્મિંઘમમાં રમાટેલી ટી20 ટૂર્નામેન્ટ (Vitality Blast)માં 171 રન જોડ્યા હતા. 

— BPLT20 (@Official_BPLT20) January 28, 2019

ટી-20માં ત્રીજી વિકેટ માટે રેકોર્ડ પાર્ટનરશિપ
1. એબી ડિવિલિયર્સ- એલેક્સ હેલ્સઃ 184* રન, 2019-ચટગાંવ

2. ઇયાન બેલ-એડમ હોજઃ 171 રન, 2018- બર્મિંઘમ

3. સુરેશ રૈના-અક્ષદીપ નાથઃ 163 રન, 2018-કોલકત્તા 

આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ માટે રમનાર એબી ડિવિલિયર્સે ટી20માં પોતાની ચોથી સદી ફટકારી છે. આ સિવાય ક્વિન્ટન ડિ કોક એવો આફ્રિકન બેટ્સમેન છે, જેના નામે ટી20માં ચાર સદી છે. ડી વિલિયર્સે ટી20માં 5મી વખત 150+ રનનો ભાગીદારી કરી છે. વિરાટ કોહલીએ પણ ટી20માં આટલી વાર 150+ રન જોડ્યા છે. આમ તો ક્રિસ ગેલે 7 વખત દોઢ સોથી વધુ રનની ભાગીદારી કરી ચુક્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news