36 વર્ષીય Ross Taylor એ બનાવ્યો ભારતમાં થનાર World Cup 2023 નો આ પ્લાન

રોસ ટેલર (Ross Taylor)કહ્યું કે 'વર્લ્ડકપ 2023 પહેલાં ફેબ્રુઆરી અને માર્ચમાં થવાનો હતો અને હવે વર્લ્ડકપ ઓક્ટોબર અને નવેમ્બર 2023માં થશે.

36 વર્ષીય Ross Taylor એ બનાવ્યો ભારતમાં થનાર World Cup 2023 નો આ પ્લાન

ઓકલેન્ડ: ન્યૂઝિલેન્ડના બેટ્સમેન રોસ ટેલરે કહ્યું કે ભારતમાં યોજાનાર વર્લ્ડકપ 2023 નિશ્વિતરૂપથી તેમની યોજનામાં સામેલ છે કારણ કે કોરોના વાયરસ (Coronavirus)ના કારણે લાગેલી બ્રેક બાદ તે પોતાના ટાર્ગેટમાં પોતાના કેરિયરને લાંબું કરવાની આશા લગાવીને બેઠા છે. ટેલર (36 વર્ષ) એ જોકે સ્વિકાર કર્યો છે કે વધુ 3 રમવું તેમના માટે પડકાર હશે તેમછતાં તે વર્લ્ડકપથી અલવિદા કહેવા માંગે છે. 

તે 27 નવેમ્બરના રોજ વેસ્ટઇંડીઝ વિરૂદ્ધ થનાર પહેલી ટી20 ઇન્ટરનેશનલ મેચ પહેલાં મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. રોસ ટેલર (Ross Taylor)કહ્યું કે 'વર્લ્ડકપ 2023 પહેલાં ફેબ્રુઆરી અને માર્ચમાં થવાનો હતો અને હવે વર્લ્ડકપ ઓક્ટોબર અને નવેમ્બર 2023માં થશે, જેના માટે 6 અથવા 7 મહિના વધુ વધી જશે.'

ટેલરે કહ્યું કે 'તમારા નાના અને લાંબા સમયનું લક્ષ્ય હોવું જોઇએ અને વનડે વર્લ્ડ કપ નિશ્વિત રૂપથી મારી યોજનાનો ભાગ છે. મારે તેના માટે કદાચ કેટલીક વસ્તુઓને તેના મુજબ બદલવી પડશે. મારી ઉંમર પણ ઓછી થતી નથી. તે મહત્વનું નથી કે હું કરી શકશી કે નહી પરંતુ એ ચોક્કસરૂપથી મારા લક્ષ્યમાંથી એક છે. 

(ઇનપુટ ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news