IPL 2021: આ ત્રણ યુવા ખેલાડીઓ આઈપીએલમાં ધૂમ મચાવવા તૈયાર
IPL 14: કેટલાક એવા પ્લેયર પણ છે જેઓ IPLમાં સારુ પર્ફોમન્સ બતાવીને ભારતની ટીમમાં સ્થાન મેળવ્યું છે. ત્યારે, આ વર્ષે કેટલાક એવા યુવા ખેલાડીઓ છે જેના પર સૌ કોઈની નજર રહેશે. તેવામાં આ વખતે અમુક એવા પણ નામો છે.
Trending Photos
નવી દિલ્હીઃ IPLની 14મી સિઝનને શરૂ થવાને હવે થોડા દિવસો જ બાકી છે. ત્યારે, કઈ ટીમ સારુ પ્રદર્શન કરશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે કેટલાક નવા ચેહરાઓ પર આ વર્ષે લોકોની નજર રહેશે. ઉલ્લેખનિય છે કે, IPLના કારણે ભારતમાં ઘણા પ્લેયર્સનું ટેલેન્ટ બહાર આવ્યું છે. જેના કારણે નાની ઉંમરે ખેલાડીઓ ભારતીય ટીમમાં પ્રવેશ મેળવી રહ્યા છે. આ વર્ષે પણ IPLમાં કઈ આવું જ જોવા મળી શકે છે.
કેટલાક એવા પ્લેયર પણ છે જેઓ IPLમાં સારુ પર્ફોમન્સ બતાવીને ભારતની ટીમમાં સ્થાન મેળવ્યું છે. ત્યારે, આ વર્ષે કેટલાક એવા યુવા ખેલાડીઓ છે જેના પર સૌ કોઈની નજર રહેશે. તેવામાં આ વખતે અમુક એવા પણ નામો છે. જેમને મેચો રમવાનો મોકો મળી શકે છે. આજે અમે તમને જણાવીશું એવા 3 નાની ઉંમરના પ્લેયર્સ વિશે જેના પર રહેશે લોકોની નજર.
આ પણ વાંચોઃ Pics: આ ભારતીય ક્રિકેટરે પોતાના જ ખાસ મિત્રની પત્ની સાથે બાંધ્યો પ્રેમ સંબંધ, બની ગયા કટ્ટર દુશ્મનો
અર્જૂન તેંડુલકર
અર્જૂન તેંડુલકરની પ્રથમવાર IPLમાં ખરીદી થઈ છે. મુંબઈ ઈન્ડિયસે સચિન તેંડુલકરના પુત્ર અર્જૂન તેંડુલકરને ખરીદ્યો છે અને અર્જૂનને આ સિઝનમાં પ્રથમવાર રમવાનો ચાન્સ મળી શકે છે. થોડા સમય પહેલાં અર્જૂને ડોમેસ્ટીક ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે અને તેને 20 લાખ રૂપિયામાં મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો છે.
યશસ્વી જયસ્વાલ
આ યુવા ગઈ સિઝનમાં પણ IPLનો ભાગ રહી ચુક્યો છે. અને આ વર્ષે પણ તે રાજસ્થાન રોયલ્સની ટીમમાં છે. આ 19 વર્ષિય ખેલાડીનું ગઈ સિઝનમાં સારુ પ્રદર્શન નહોતું રહ્યું. પણ આ વર્ષે રમાયેલી વિજય હજારે ટ્રોફીમાં યશસ્વીનું પર્ફોમન્સ ખૂબ જ સરાહનિય રહ્યું છે. ત્યારે, આ વર્ષે જયસ્વાલનું સારુ પર્ફોમન્સ રહેશે તેવી અપેક્ષા લોકો રાખી રહ્યા છે. તમને જણાવી દઈએ કે યશસ્વી જયસ્વાલ ઓપનર તરીકે રમે છે.
આકાશ સિંહ
આકાશ સિંહની ઉંમર 18 વર્ષની છે અને રાજસ્થાન રોયલ્સની ટીમે આકાશને તેની બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. આકાશ ભારતની અન્ડર 19 ટીમનો ભાગ પણ રહી ચુક્યા છે. ગઈ સિઝનમાં પણ રાજસ્થાન રોયલ્સ ફ્રેનચાઈઝીએ આકાશને ટીમમાં લીધો હતો. પણ તેને એક પણ મેચ રમવાનો ચાન્સ નહીં મળ્યો હતો. આ વખતે ફરીવાર તેઓ રાજસ્થાનની ટીમનો ભાગ છે અને તેમને પ્લેઈંગ 11માં ચાન્સ મળે તેવી આશા રાખવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે