મંદિરમાંથી ચોરી થઈ ગયા છે તમારા જૂતા-ચપ્પલ તો સમજી લો થઈ ગયુ તમારુ કામ! મળી શકે છે સારા સમાચાર

Shubh-Ashubh: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેને એક શુભ પ્રસંગ માનવામાં આવે છે. જી, હા જો શનિવારના દિવસે તમારા મંદિરમાંથી જૂતા-ચપ્પલ થઈ જાય તો તે તમારા જીવનમાં એક સારા પરિવર્તન તરફ ઈશારો કરે છે. તો ચાલો અમે તમને જણાવીશું કે મંદિરમાંથી તમારા જૂતા-ચપ્પલ ગાયબ થઈ જવા પાછળ શું માન્યતા છે.

મંદિરમાંથી ચોરી થઈ ગયા છે તમારા જૂતા-ચપ્પલ તો સમજી લો થઈ ગયુ તમારુ કામ! મળી શકે છે સારા સમાચાર

Shubh-Ashubh: અવારનવાર એવું થાય છે કે જ્યારે તમે અને આપણે બધા લોકો મંદિરમાં દર્શન કરવા માટે મંદિરમાં પ્રવેશ કરીએ છીએ. ત્યારે આપણે બધા પોતાના જૂતા-ચપ્પલ મંદિરની બહાર ઉતારીને અંદર જઈએ છીએ. પરંતુ જ્યારે ભગવાનના દર્શન કરીને બહાર જઈએ છીએ ત્યારે આપણા જૂતા-ચપ્પલ ત્યાં મળતા નથી. કેમ કે તે ચોરી થઈ ગયા હોય છે. આ વાતથી અનેક લોકો ખૂબ પરેશાન થઈ જાય છે. પરંતુ શું તમને ખબર છે કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેને એક શુભ પ્રસંગ માનવામાં આવે છે. જી, હા જો શનિવારના દિવસે તમારા મંદિરમાંથી જૂતા-ચપ્પલ થઈ જાય તો તે તમારા જીવનમાં એક સારા પરિવર્તન તરફ ઈશારો કરે છે. તો ચાલો અમે તમને જણાવીશું કે મંદિરમાંથી તમારા જૂતા-ચપ્પલ ગાયબ થઈ જવા પાછળ શું માન્યતા છે.

શનિવારના દિવસે જૂતા-ચપ્પલ ચોરી થઈ જવા પાછળની માન્યતા:
1. શનિવારના દિવસે જો મંદિરમાંથી જૂતા-ચપ્પલ ચોરી થઈ જાય તો તેનો સંકેત છે કે હવે શનિના કારણે તમારે મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે. 

2. માનવામાં આવે છે કે શનિનો વાસ પગમાં છે.આ જ કારણે પગ સાથે સંબંધિત હોવાના કારણે જૂતા-ચપ્પલનું કારક શનિ છે. કહેવામાં આવે છે કે જૂતા-ચપ્પલ દાન કરવાથી શનિદેવ ખૂબ ખુશ થાય છે. 

3. કહેવામાં આવે છે કે શનિના અશુભ થવાથી  કોઈપણ કામમાં સફળતા મળતી નથી. પરંતુ વારંવાર નિષ્ફળતા પણ મળે છે. એવામાં જો મંદિરમાંથી જૂતા-ચપ્પલની ચોરી થાય છે તો તેનો અર્થ એ છે કે બગડેલા કામ સારા થવાના છે.

4. ચામડું અને પગ બંને શનિથી પ્રભાવિત હોય છે. આ જ કારણે જૂતા-ચપ્પલ જો શનિવારે ચોરી થઈ જાય તો માનવું જોઈએ કે મુશ્કેલીવાળા દિવસો ઝડપથી પૂરા થવાના છે. 

5. અનેક લોકો આ જ કારણથી શનિવારે શનિના મંદિરોમાં જૂતા-ચપ્પલ છોડીને આવે છે. જેથી શનિદેવ તેમના કષ્ટ ઓછા કરી દે.

આ પણ વાંચો:
રાજકારણમાં ગરમાવો! સુરત AAPમાં મોટું ભંગાણ, વધુ 6 કોર્પોરેટર ઝાડુ છોડી BJPમાં જોડાયા
રિંકુ સિંહની તોફાની ઈનિંગ એળે ગઈ, હૈદરાબાદે રોમાંચક મેચમાં કોલકાતાને માત આપી
11 હજાર કલાકારોએ બિહુ ડાન્સનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, પીએમ મોદી બન્યા સાક્ષી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news