Janmashtami 2023: જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણને લગાવો આ 6 વસ્તુઓનો ભોગ, 56 ભોગ કર્યા સમાન ફળ પ્રાપ્ત થશે

Janmashtami 2023: ભગવાન કૃષ્ણને આ દિવસે મંદિરોમાં 56 ભોગ ધરાવવામાં આવે છે. પરંતુ ઘરમાં જ્યારે પૂજા કરવાની હોય ત્યારે 56 ભોગ ધરાવવા શક્ય નથી. આવી સ્થિતિમાં ઘરે તમે ભગવાન શ્રીકૃષ્ણને અતિ પ્રિય એવી છ વસ્તુઓનો ભોગ ધરાવીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. 

Janmashtami 2023: જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણને લગાવો આ 6 વસ્તુઓનો ભોગ, 56 ભોગ કર્યા સમાન ફળ પ્રાપ્ત થશે

Janmashtami 2023: ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી નો પર્વ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે જન્માષ્ટમી નો પર્વ ઘરે ઘરમાં પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે. લોકો જન્માષ્ટમીના પર્વ પર બાલગોપાલની લીલાઓને યાદ કરીને તેમની પૂજા કરે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના બાલ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને વ્રત પણ રાખવામાં આવે છે. 

ભગવાન કૃષ્ણને આ દિવસે મંદિરોમાં 56 ભોગ ધરાવવામાં આવે છે. પરંતુ ઘરમાં જ્યારે પૂજા કરવાની હોય ત્યારે 56 ભોગ ધરાવવા શક્ય નથી. આવી સ્થિતિમાં ઘરે તમે ભગવાન શ્રીકૃષ્ણને અતિ પ્રિય એવી છ વસ્તુઓનો ભોગ ધરાવીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. 

ભગવાન કૃષ્ણને પ્રિય છે આ વસ્તુઓ

આ પણ વાંચો:

ભગવાન શ્રીકૃષ્ણને અતિ પ્રિય છે માખણ. તમે લડ્ડુ ગોપાલની પૂજા કરી તેમને પારણામાં સ્થાપિત કરીને માખણનો ભોગ ધરાવો.

મિસરી

ભગવાન શ્રીકૃષ્ણને મિસરી વાળુ માખણ સૌથી વધુ પ્રિય હતું. પૌરાણિક માન્યતા અનુસાર માતા યશોદા કૃષ્ણ ભગવાનને માખણ આપતા ત્યારે તેમાં મિસરી ઉમેરતા જેથી માખણમાં મીઠાશ આવે.

ખીર

ભગવાન શ્રીકૃષ્ણને ચોખાની ખીર પણ ખૂબ જ પ્રિય હતી. માતા યશોદા ભગવાન કૃષ્ણને ખીર પણ ખવડાવતા હતા. જો તમે પણ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો જન્માષ્ટમીના દિવસે તેમને ખીરનો ભોગ ધરાવો.

પંજરી

જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણને ધાણાથી બનેલી પંજરીનો ભોગ જરૂરથી લગાવવો. પંજરી બનાવવા માટે ધાણાનો પાવડર, ખાંડનો ભૂકો, કાજુ, બદામ, કિસમિસ અને નાળિયેર તેમજ ઘી અને એલચી પાવડર મિક્સ કરવા. 

આ પણ વાંચો:

કાકડી

જન્માષ્ટમીના દિવસે માખણ મિસરીની સાથે ભગવાનને કાકડીનો ભોગ પણ ધરાવવો.

પંચામૃત

શ્રી કૃષ્ણની પૂજામાં પંચામૃત ખૂબ જ મહત્વનું હોય છે. કહેવાય છે કે પંચામૃત વિના જન્માષ્ટમીની પૂજા અધૂરી રહે છે. પંચામૃત બનાવવા માટે દૂધ દહીં ઘી મધ અને સાકર મિક્સ કરો. પંચામૃતને તુલસી સાથે ભગવાનને ધરાવો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news