દુકાનનું શટર ખોલવા જતા કરંટ લાગ્યો, એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત

Electric Current : ખેડાના મહેલજ ગામમાં વીજ કરંટ લાગતા 3 લોકોના નિપજ્યા મોત... દુકાનનું શટર ખોલવા જતાં વરસાદી માહોલમાં 4 લોકોને લાગ્યો હતો વીજશોક... 
 

દુકાનનું શટર ખોલવા જતા કરંટ લાગ્યો, એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત

Kheda News : ખેડામાં ભારે વરસાદમાં કરુણ ઘટના બની છે. વીજ કરંટ લાગતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે. માતરના મહેલજ ગામમાં વીજકરંટ લગતા એક જ પરિવારના માતા અને બે પુત્રોનું કરુણ મોત નિપજ્યું છે. જેને કારણે પરિવારમાં માતમ છવાયો છે. 

ચોમાસું આવતા જ વીજ કરંટ લાગવાના કિસ્સા વધી જાય છે. ક્યાંક વીજળીનો કરંટ લાગે તો ક્યાંક વીજળી પડવાની ઘટનાઓ આખા વરસાદી સીઝનમાં બનતી હોય છે. ત્યારે ખેડામાં એક દુખદ ઘટના બની છે, ખેડામાં દુકાનનું શટ ખોલવા જતા એક જ પરિવારના ચાર લોકોને કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગ્યા બાદ સારવાર ખેડાની ચરોતર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ ત્રણ લોકોને તબીબે મૃત જાહેર કર્યા હતા. તો સારવારમાં પરિવારની બાળકીનો જીવ બચી ગયો છે. 

આ દુર્ઘટનામાં યાસ્મીન પઠાણ (માતા), અવેજ ખાન પઠાણ (પુત્ર), અને સાહિલ ખાન પઠાણ (પુત્ર) નું મોત નિપજ્યું છે. જ્યારે એક બાળકીને સારવાર મળતા તે બચી ગઈ છે.

સમગ્ર ઘટનાની જાણ થતાં માતર ધારાસભ્ય કલ્પેશ પરમાર, મામલતદાર, ડિઝાસ્ટર લાયઝન અધિકારીઓ સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ માહિતી આપતા જણાવ્યું કે, ઘરને અડીને થાંભલો આવેલો છે, જેની બાજુમાં દુકાન આવેલી છે અને તેથી લોખંડના શટરમાં કરંટ ઉતર્યો હોઈ શકે છે, અને શોર્ટ લાગતા ત્રણ લોકોના મોત થયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news