પહેલા વરસાદમાં ડૂબ્યું અમદાવાદ : પાણી નિકાલની AMC ની આખી સિસ્ટમ ફેલ સાબિત થઈ

Ahmedabad Rain : અમદાવાદ શહેરમાં માત્ર ત્રણ કલાકમાં વરસાદની અતિ તોફાની બેટિંગ... અમદાવાદના સાયન્સ સિટીમાં 6.5 ઈંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ, બોપલમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો, શેલા અને ગોતા સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ

1/9
image

અમદાવાદ શહેરમાં બપોરના ૧૨ થી ૩ દરમ્યાન કેટલાય વિસ્તારોમાં અતિ ભારે વરસાદ તૂટી પડ્યો હતો. ગોતા, સોલા, સાયન્સ સિટી, જગતપુર, ત્રાગડ, વંદે માતરમ્ સહિતના વિસ્તારોમાં ત્રણ કલાકમાં ૬ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ કારણે મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. અનેક વિસ્તારોના તમામ રસ્તાઓ પર ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે.   

2/9
image

બપોર બાદ થલતેજ, બોડકદેવ, બોપલ, નારણપુરા, rto, ઘાટલોડિયા, હેલમેટ ક્રોસ રોડ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે અખબારનગર, મીઠાખળી, ચાંદલોડિયા, મકરબા અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. વાસણા બેરેજના ૪ ગેટ ૨ ફૂટ ઓપન કરાયા છે. વરસાદની અતિ વિસોફ્ટક ઈનિંગ સામે મ્યુનિસિપલ તંત્રએ શરણાગતિ સ્વીકારી છે. પાણી નિકાલની આખી સિસ્ટમ ફેલ સાબિત થઈ છે. પશ્ચિમ અમદાવાદના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થયા છે. ખાસ કરીને, અખબારનગર અંડરપાસ બંધ કરાયો છે. 

3/9
image

અમદાવાદ ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેને કારણે અમદાવાદીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ચે. સાયસન્સ સિટી રોડ પાણીમાં ગરકાવ થયો છે. દિવસ દરમ્યાન સાયન્સ સીટી અને ગોતામાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

4/9
image

અમદાવાદના  ગોતા દ્વારકા, દેવનગર, ગોતા આવાસ, ગોતા, TP૩૨ રોડ પર પાણી ભરાયા છે.

5/9
image

કે કે શાસ્ત્રી અન્ડર પાસમાં પાણી ભરાતા રાહદારીઓ માટે બંધ કરાયો છે. એક તરફ પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ લોકો પરિવાર સાથે વરસાદની મજા માણવા બહાર નીકળ્યા છે.

6/9
image

અમદાવાદ RTO ને જોડતા 132 ફૂટ રોડ જળ બંબાકાર સ્થિતિમાં આવી ગયો છે. શહેરમાં અનેક લોકોના વાહનો ખોટવાયા છે. વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણી ભરાતા લોકોના કામ અટક્યા હતા. તો ભારે ટ્રાફિક જામનો પણ સામનો કરવો પડ્યો. 

7/9
image

રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે. આજે ભરૂચ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. તો વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે છે. પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. ભાવનગર, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ આવી શકે છે. 

8/9
image

9/9
image