આગામી 7 દિવસમાં આ જાતકો માટે ધન વૃદ્ધિના પ્રબળ યોગ, લક્ષ્મીમાતાની કૃપાથી ધનના થશે ઢગલા!

Weekly Horoscope: આગામી અઠવાડિયું દરેક રાશિના જાતકો માટે કેવું રહેશે તે ખાસ જાણો. કોને ગ્રહ ગોચર સફળતાનો સ્વાદ ચખાડશે અને કોણે રહેવું પડશે અત્યંત સાવધાન....

આગામી 7 દિવસમાં આ જાતકો માટે ધન વૃદ્ધિના પ્રબળ યોગ, લક્ષ્મીમાતાની કૃપાથી ધનના થશે ઢગલા!

મેષ: ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે ભાગીદારીમાં કરેલા કાર્યો અનુકૂળ પરિણામ આપશે અને સફળતાનો માર્ગ મોકળો કરશે. ધન પ્રાપ્તિ માટે આ અઠવાડિયે થોડી વધારે મહેનતની જરૂર છે. કાર્ય સંબંધિત યાત્રા કરતી વખતે પોતાના જરૂરી દસ્તાવેજો તપાસી લેવા નહીં તો નાનકડી ભૂલ ભારે પડી શકે છે. 

વૃષભ: ગણેશજી કહે છે, આ અઠવાડિયે કરેલી યાત્રા દ્વારા સારા પરિણામ સામે આવશે અને એક નવી શરૂઆત થશે જે જીવનમાં સફળતા લઈને આવશે. તમારે તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખીને રોકાણ અંગેનો નિર્ણય લેવો જોઈએ તો જ સફળ થશો. કાર્યક્ષેત્રે આ અઠવાડિયે કોઈ પ્રકારના મતભેદથી બચવું જોઈએ અને શાંત રહીને નિર્ણય લેવો જોઈએ. 

મિથુન: ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે પ્રગતિ થશે. અઠવાડિયાની શરૂઆતમાં જ હકારાત્મક સમાચાર મળી શકે છે. આ અઠવાડિયે ધન આગમનના શુભ સંયોગ બની શકે છે અને રોકાણ દ્વારા ધન વૃદ્ધિ પણ થશે. ભાગીદારીમાં કરેલા રોકાણથી પણ આવક વધશે. પરિવારમાં કોઈ પ્રોપર્ટી અંગે મન ચિંતિત રહી શકે છે. 

કર્ક: ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે ધીમે-ધીમે ઉન્નતિ થશે. આ અઠવાડિયે કોઈ નવા પ્રોજેક્ટ તરફ ધ્યાન આપશો અને કામ કરવાની શૈલીમાં પણ ફેરફાર આવશે. જો યાત્રા દ્વારા સફળતા નહીં મળે તેવું લાગતું હોય તો ટાળી દેજો. અઠવાડિયાના અંતે કોઈ નવી શરૂઆતને લઈને મન વ્યાકુળ રહી શકે છે. નવા ફેરફારને કારણે મન ચિંતાઓથી ઘેરાયેલું રહેશે. 

સિંહ: ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે સફળતા મળશે પરંતુ તમારી અપેક્ષા કરતાં ઓછી રહેશે. આ અઠવાડિયે ભવિષ્યની યાત્રા અંગે વિચાર કરશો અને પ્લાનિંગના મૂડમાં રહેશો. ધંધામાં કોઈ નવા ભાગીદાર અથવા કોઈ ચોક્કસ સ્થાન અંગે તકરાર થઈ શકે છે. આર્થિક મામલે ખેંચ અનુભવી શકો છો. આ અઠવાડિયે નકામી બોલાચાલીથી બચવું. 

કન્યા: ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને અનુકૂળ પરિણામ આવશે. ધન વૃદ્ધિના સારા સંયોગ બની રહ્યા છે. આ અઠવાડિયે ધન સંબંધિત કોઈપણ કાર્ય કરતી વખતે બેદરકારી ના દાખવવી. કોઈ નવા કાર્યની શરૂઆત સંબંધિત યાત્રા વખતે મન બેચેન રહી શકે છે. અઠવાડિયાના અંતે સમય સાનુકૂળ થશે અને આંતરિક શાંતિ અનુભવશો. 

તુલા: ગણેશજી કહે છે, આ અઠવાડિયે ધન વૃદ્ધિના વિશેષ સંયોગ બની રહ્યા છે. જોકે, રોકાણ તમારા નિયંત્રણમાં રહેશે અને તેના થકી ફાયદો પણ થતો દેખાઈ રહ્યો છે. આ અઠવાડિયે યાત્રા દ્વારા સાધારણ સફળતા મળશે. બની શકે કે કેટલીક યાત્રાનું પરિણામ તમારી અપેક્ષા કરતાં ઊતરતું આવે.  

વૃશ્ચિક: ગણેશજી કહે છે, આ અઠવાડિયે આર્થિક સ્થિતિ સુદૃઢ રહેશે અને આ મામલે કોઈ હકારાત્મક સમાચાર મળી શકે છે. કાર્યક્ષેત્રે કોઈ મહિલાના કારણે કષ્ટ વધી શકે છે. નવો વ્યવસાય શરૂ કર્યો હોય તો તેના તરફ ધ્યાન આપવાની જરૂર છે. ભાગીદારો સાથે કાર્ય કરતી વખતે થોડું ધ્યાન રાખવું અને તેમનો અભિપ્રાય પણ સાંભળવો. 

ધનુ: ગણેશજી કહે છે, આ અઠવાડિયે ધન વૃદ્ધિના શુભ યોગ બનશે અને રોકાણ દ્વારા સફળતા મળશે. કાર્યક્ષેત્રે સમજદારી સાથે કામ કરશો તો ઉન્નતિ થશે. આ અઠવાડિયે બની શકે કે કોઈ પ્રોપર્ટીના કારણે માનસિક તાણ વધે. આ અઠવાડિયે કાર્ય સંબંધિત યાત્રા ટાળી દેવી નહીં તો હાનિ થઈ શકે છે. 

મકર: ગણેશજી કહે છે, આ અઠવાડિયે કાર્યક્ષેત્રે પ્રગતિ થશે અને સફળતાના માર્ગ ખુલશે. તમારા પ્રોજેક્ટને લઈને હાશકારો પણ રહેશે. ધન વૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે પરંતુ સંતુલન જાળવીને નિર્ણય લેવાની સલાહ છે. આ અઠવાડિયે યાત્રા દ્વારા વિશેષ લાભના યોગ બની રહ્યા છે.     

કુંભ: ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને પ્રોજેક્ટ અનુકૂળ પરિણામ આપશે. તમારી વ્યવહાર કુશળતા દ્વારા સફળતા મળશે. આ અઠવાડિયે કરિયર મામલે કોઈ ઠોસ નિર્ણય લેવા પડી શકે છે. યાદ રાખો કે આ નિર્ણયોના કારણે તમને ભવિષ્યમાં સુધારો થતો દેખાશે. કોઈ પણ નિર્ણય સમજી-વિચારીને લેવો. અઠવાડિયાના અંતે મન પ્રસન્ન રહેશે. 

મીન: ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને પોતાના પ્રોજેક્ટની સફળતા અંગે નિશ્ચિંત રહેશો. વેપાર મામલે કોઈ ભાગીદાર સાથે મળીને નવા જુસ્સા સાથે કામ કરશો. આ અઠવાડિયે ખર્ચ વધારે રહેશે અને બહાર જવાના કારણે પણ ખર્ચો વધી શકે છે. અઠવાડિયાના અંતે કોઈ નવો ફેરફાર મનમાં શંકા જગાડી શકે છે, વ્યાકુળતા વધશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news