Success Story: ખેડૂતનો કમાલ, ગોબર વેચીને બનાવ્યો એક કરોડનો બંગલો! પ્રેરણાદાયક કહાની

Motivational Story: અહીં એક એવા ખેડૂતની વાત કરીશું જેણે ગજબ દિમાગ ચલાવીને લોકોને ચોંકાવી દીધા. મહારાષ્ટ્રના સોલાપુરના એક ખેડૂતે એક એવી મિસાલ રજૂ કરી જેને જાણ્યા બાદ તમે પણ કહેશો વાહ...શું દિમાગ લગાવ્યું છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ ખેડૂતે ગાયનું ગોબર વેચીને એક કરોડ રૂપિયાનો બંગલો બનાવી લીધો છે. આ બંગલાનું નામ આ ખેડૂતે ગોધન નિવાસ રાખ્યું છે. 

Success Story: ખેડૂતનો કમાલ, ગોબર વેચીને બનાવ્યો એક કરોડનો બંગલો! પ્રેરણાદાયક કહાની

અહીં એક એવા ખેડૂતની વાત કરીશું જેણે ગજબ દિમાગ ચલાવીને લોકોને ચોંકાવી દીધા. મહારાષ્ટ્રના સોલાપુરના એક ખેડૂતે એક એવી મિસાલ રજૂ કરી જેને જાણ્યા બાદ તમે પણ કહેશો વાહ...શું દિમાગ લગાવ્યું છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ ખેડૂતે ગાયનું ગોબર વેચીને એક કરોડ રૂપિયાનો બંગલો બનાવી લીધો છે. આ બંગલાનું નામ આ ખેડૂતે ગોધન નિવાસ રાખ્યું છે. એવું કહેવાય છે કે જ્યારે કોઈ વેપાર શરૂ કરવો હોય તો તમારી પાસે વધુ પડતા પૈસા હોવા જરૂરી નથી પરંતુ તમારી પાસે એક સારો આઈડિયા હોવો જરૂરી છે. આ ખેડૂતે કઈક આવું જ કર્યું. જે ગોબરને લોકો કચરામાં ફેંકી દેતા હોય છે તે ગોબરથી આ ખેડૂતે કરોડોની ઈન્ડસ્ટ્રી ઊભી કરી દીધી. આ ખેડૂતની સફળતાની કહાની જાણીને તમે પણ પ્રેરણા મેળવશો. 

એનબીટીના રિપોર્ટ મુજબ આ ખેડૂતનું નામ પ્રકાશ નેમાડે છે. તેઓ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં સાંગોલા તાલુકાના ઈમદેવાડી ગામમાં રહે છે. તેમની પાસે 4 એકર પૈતૃક જમીન હતી. પરંતુ પાણીની કમીના લીધે જમીન પર ખેતી કરવી શક્ય નહતી. આથી તેમણે રોજીરોટી માટે ગાયનું દૂધ વેચવાનું શરૂ કર્યું. નવાઈની વાત એ છે કે જ્યારે તેમણે આ કામ શરૂ કર્યું તો તેમની પાસે  ફક્ત એક જ ગાય હતી. આ ગાયનું દૂધ ગામમાં વેચવા જતા હતા. આજે તેમની પાસે 150થી વધુ ગાય છે. એક સ્માર્ટ વેપારી હંમેશા વિચારતો રહે છે કે વેપાર કેવી રીતે વધારવો. પ્રકાશ નેમાડેએ પણ આવું જ કર્યું. તેમણે દૂધની સાથે ગોબર વેચવાનો વ્યવસાય પણ શરૂ કર્યો. 

લોકો હવે ખેતીમાં રાસાયણિક ખાતરની જગ્યાએ જૈવિક ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત ગોબર પ્લાન્ટ પણ હોય છે. આ નવી પરિયોજનાઓમાં મોટા પાયે ગોબરની જરૂર પડે છે. આ જરૂરિયાતને પ્રકાશ નેમાડે પૂરી કરે છે. તેમની પાસે 150તી વધુ ગાયો છે. તેઓ વૃદ્ધ ગાયોની પણ મૃત્યુ સુધી દેખભાળ રાખે છે. તેનો અર્થ એ થયો કે દૂધ આપવાનું બંધ કરે તો પણ તેઓ ગાયને છોડતા નથી. આથી તેમને ખુબ ગોબર મળે છે. આ ગોબર વેચીને તેમણે એક નવો વ્યવસાય શરૂ કરી દીધો. 

પ્રકાશ નેમાડે જણાવે છે કે એક સમય હતો કે જ્યારે તેમની પાસે 4 એકર સૂકી જમીન હતી. તે જમીન પર તેમણે કરોડોનો બિઝનેસ ઊભો કરી દીધો. ગામના યુવાઓને રોજગારીની તકો આપે છે. આજે દેશભરથી અનેક યુવાઓ આ ગતિવિધિઓ જોવા માટે ઈમદેવાડી ગામ આવે છે. પ્રકાશ નેમાડે આ યુવાઓને મળે છે અને તેમને વેપાર સાહસિક બનવા માટે પ્રેરિત કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news