ડિસેમ્બરના આ દિવસે માતાપિતા ક્યારેય નથી કરતા દીકરીનું લગ્ન, થાય તો તૂટવાના હોય છે ડર
Vivah Panchami 2024 Upay: વિવાહ પંચમીની તિથિ ખુબ જ શુભ માનવામાં આવે છે. આ વખતે ડિસેમ્બર મહિનાની 6 તારીખે વિવાહ પંચમી છે. માન્યતા એવી છે કે આ દિવસે માતા સીતા અને પ્રભુ શ્રીરામના વિવાહ થયા હતા. પરંતું આ દિવસે માતાપિતા ક્યારેય પોતાના સંતાનોના લગ્ન કરતા નથી, પરંતું આ દિવસે લગ્નમાં આવતા વિધ્નોને દૂર કરવાનો રસ્તો મળે છે
Trending Photos
vivah panchami 2024 date : 15 ડિસેમ્બરથી કમુરતાની શરૂઆત થઈ જાય છે. એટલે દિવાળી બાદ શરૂ થયેલા લગ્નના મુહૂર્તમાં બહુ ઓછો સમય હોય છે. મોટાભાગના લગ્ન ડિસેમ્બરના પહેલા પંદર દિવસમાં થઈ જતા હોય છે. પરંતુ આ દિવસોમાં એક દિવસ એવો હોય છે, જેમાં ભૂલથી પણ માતાપિતા પોતાના સંતાનોનું લગ્ન કરાવતા નથી. એવું માનવામાં આવે છે કે, આ દિવસે લગ્ન કરાવો તો લગ્ન બાદ દંપતીના જીવનમાં વિધ્નો આવે છે, દુખો આવે છે અથવા તો તેમના લગ્ન લાંબા ટકતા નથી. આ કયો દિવસ છે એ જાણી લઈએ.
વિવાહ પંચમીની તિથિ ખુબ જ શુભ માનવામાં આવે છે. આ વખતે ડિસેમ્બર મહિનાની 6 તારીખે વિવાહ પંચમી છે. આ તિથિ માર્ગશીર્ષ મહીનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ મનાવવામાં આવે છે. માન્યતા એવી છે કે આ દિવસે માતા સીતા અને પ્રભુ શ્રીરામના વિવાહ સંપન્ન થયા હતા. આ દિવસે કોઈ લગ્નના મુહૂર્ત લેવાતા નથી. પરંતુ જે લોકોના લગ્નમાં બાધા આવતી હોય તેઓ આ દિવસે કેટલીક પૂજાવિધિથી દોષમુક્ત થઈ શકે છે.
વિવાહ પંચમી 2024નો શુભ સમય
પંચાંગ અનુસાર, માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ 05 ડિસેમ્બરે બપોરે 12:49 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 06 ડિસેમ્બરે બપોરે 12:07 વાગ્યે સમાપ્ત થશે. સનાતન ધર્મમાં ઉદયા તિથિ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં વિવાહ પંચમી 6 ડિસેમ્બરે ઉજવવામાં આવશે.
- બ્રહ્મ મુહૂર્ત - સવારે 05:12 થી 06:06 સુધી
- વિજય મુહૂર્ત - બપોરે 01:56 થી 02:38 સુધી
- સંધ્યાકાળનો સમય - સાંજે 05:21 થી 05:49 સુધી
- અમૃત કાળ - સવારે 06:38 થી 08:12 સુધી
વિવાહ પંચમી છે શુભ તિથિ
આમ તો હિન્દુ ઘર્મમાં વિવાહ પંચમીની તિથિ ખુબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ આ તિથિ પર અમુક લોકો પોતાની પુત્રીના વિવાહ કરતા નથી. જો તેનું કારણ જોવામાં આવે તો માતા સીતા અને પ્રભુ શ્રીરામના વિવાહ બાદ સંઘર્ષપૂર્ણ વૈવાહિત જીવન. આ કારણે ઘણા માતા પિતા આ તિથિ પર પોતાની દીકરીના લગ્ન કરાવતા નથી.
આ દિવસે વરસે છે સીતા રામની કૃપા
જ્યારે, બીજી બાજુ એક માન્યતા બીજી પણ છે. આ દિવસને લઈને માન્યતા છે કે વિવાહ પંચમી પર જે પણ માતા પિતા પોતાની પુત્રીના લગ્ન કરાવે છે તેના પર માતા સીતા અને ભગવાન શ્રીરામની વિશેષ કૃપા વરસે છે. અમુક લોકોનો મત છે કે જો કોઈના લગ્નમાં મુશ્કેલી પડી રહી છે આ દિવસે કઈક વિશેષ ઉપાય કરવાથી વિવાહમાં આવી રહેલી અડચણો ગદૂર થઈ જાય છે.
પુજાથી દૂર થાય છે દોષ
વિવાહ પંચમીની તિથિ પર કેળાના ઝાડનું વિશેષ મહત્વ જોવામાં આવે છે. જ્યોતિષોના મતે, જો કોઈ વ્યક્તિને ગુરુ સાથે સંબંધિત દોષથી ઘેરાયેલો છે તો તે તાત્કાલિક દૂર થઈ જાય છે. દેવતાઓના ગુરુ એટલે કે બૃહસ્પતિને વિવાહ, સંતાન અને ધર્મ જેવા વિષયોના જાણકાર માનવામાં આવે છે. એવામાં જે લોકોના વિવાહમાં અથવા તો સંતાન પ્રાપ્તિમાં અડચણો આવી રહી છે તેવા લોકો જો આ દિવલે કેળાના ઝાડની પુજા કરે તો તેમણે રાહત મળી શકે છે. ધાર્મિક માન્યતા છે કે હિન્દુ ધર્મમાં કેળાનું ઝાડ ખુબ જ શુભ હોય છે. આ ઝાડનો સંબંધ ભગવાન વિષ્ણું, માતા લક્ષ્મી અને ગુરુદેવ બૃહસ્પતિ સાથે છે. ધાર્મિક માન્યતા છે કે વિષ્ણુજીને કેળાનું ઝાડ ખુબ જ પ્રિય છે. એવામાં ઘરના આંગણા કે તમારા બગીચામાં કેળાનું ઝાડ રોપવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. માન્યતા અનુસાર કેળાનું ઝાડ લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વરસાદ થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે