Vastu Tips: ભોજન કર્યા બાદ ભૂલેચૂકે આ કામ ન કરવું જોઈએ, કૂદકે ને ભૂસકે ગરીબી વધશે, કંગાળ બની જશો!
Vastu Tips for Money: હિન્દુ ધર્મમાં ભોજન રાંધવું એ ખુબ જ પવિત્ર માનવામાં આવ્યું છે. કારણ કે તેનાથી શરીરને ઉર્જા મળે છે અને સાથે સાથે હિન્દુ ધર્મમાં ભોજનને સૌથી પહેલા ભગવાનને અર્પણ કરવાની એટલે કે ભોગ લગાવવામાં માટે પણ કહેવાય છે. ત્યારબાદ પ્રસાદ તરીકે સ્વયં ભોજન કરવું જોઈએ. આમ કરવાથી તમામ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે. હિન્દુ ધર્મમાં અન્નની દેવી માતા અન્નપૂર્ણા કહેવાય છે. તેઓ માતા લક્ષ્મીનું જ સ્વરૂપ છે
Trending Photos
Vastu Tips for Money: હિન્દુ ધર્મમાં ભોજન રાંધવું એ ખુબ જ પવિત્ર માનવામાં આવ્યું છે. કારણ કે તેનાથી શરીરને ઉર્જા મળે છે અને સાથે સાથે હિન્દુ ધર્મમાં ભોજનને સૌથી પહેલા ભગવાનને અર્પણ કરવાની એટલે કે ભોગ લગાવવામાં માટે પણ કહેવાય છે. ત્યારબાદ પ્રસાદ તરીકે સ્વયં ભોજન કરવું જોઈએ. આમ કરવાથી તમામ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે. હિન્દુ ધર્મમાં અન્નની દેવી માતા અન્નપૂર્ણા કહેવાય છે. તેઓ માતા લક્ષ્મીનું જ સ્વરૂપ છે. આથી ભોજન કરતા પહેલા અને બાદમાં અન્નપૂર્ણાનું સ્મરણ કરીને તેમનો આભાર માનવો જોઈએ. તેનાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને જીવનમાં ક્યારેય ધનની કમી રહેતી નથી. ભોજનનું અપમાન કરવું કે બરબાદ કરવું એ કામ વ્યક્તિને ગરીબ બનાવે છે.
ભોજન કર્યા બાદ આ કામ ન કરવું
ભોજન કર્યા બાદ એક વાતનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. નહીં તો આ મામલે કરવામાં આવેલી એક ભૂલ તમને કંગાળ કરી નાખશે. મોટાભાગે તમે જોયું હશે કે કેટલાક લોકો ભોજન કર્યા બાદ થાળીમાં હાથ ધોવે છે. આવી ભૂલ બિલકુલ ન કરવી. ભોજન બાદ થાળીમાં હાથ ધોવા એ માતા લક્ષ્મીને નારાજ કરે છે અને વ્યક્તિ ધીરે ધીરે ગરીબીમાં ધકેલાય છે.
આ ભૂલો ભૂલેચૂકે ન કરવી
- ભોજનને વેસ્ટ કરવું કે ભોજનનું અપમાન કરવું એ માતા લક્ષ્મીને નારાજ કરે છે. તેનાથી ઘરમાં આર્થિક સ્થિતિ તંગ થાય છે.
- ક્યારેય ઘરમાં રસોડું ગંદુ ન રાખવું જોઈએ. ખાસ કરીને રાતે રસોડામાં ગંદકી ન રાખવી જોઈએ. તેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. રસોડામાં રાતે એંઠા વાસણો રાખી મૂકવામાં આવે તો તે મોટો વાસ્તુ દોષ બને છે અને ઘરમાં ધનની આવક થતી અટકે છે.
- રસોડામાં જ્યાં પીવાનું પાણી રાખેલું હોય ત્યાં રાતના સમયે પણ હળવો પ્રકાશ આવે તેવું રાખવું. રોજ રાતે ત્યાં દીવો પ્રગટાવો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
- ક્યારેય ગંદા હાથથી કે ન્હાયા વગર ભોજન ન રાંધવું. આ સાથે જ ભોજન રાંધતી વખતે ક્રોધ અને નકારાત્મક વિચારોથી બચો. અપવિત્ર શરીર અને મનથી રાંધેલું ભોજન શરીરને નકારાત્મકતા જ આપે છે. તે અનેક બીમારીઓનો ભોગ બનાવે છે.
- ક્યારેય દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને ભોજન રાંધવું જોઈએ નહીં. ભોજન પકાવવા માટે ઉત્તર કે પછી પૂર્વ દિશાને જ શુભ માનવામાં આવે છે.
- ભોજનનો ક્યારેય બગાડ કરવો જોઈએ નહીં. જેટલી ભૂખ હોય એટલું જ ભોજન થાળીમાં લેવું. જો કોઈ કારણસર ઘરમાં ભોજન બચી જાય તો તને જરૂરિયાતવાળાને કે પછી ગાય કૂતરાને ખવડાવી દેવું જોઈએ.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે