આ વારે વેલણ-પાટલી ખરીદશો તો મુશ્કેલીમાં મુકાશો, જાણો લો આ ખાસ નિયમ

Vastu Tips For Kitchen: વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમે લાકડાની પાટલી-વેલણ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ નિયમો ચોક્કસપણે જાણો. જે લોકો રોટલી બનાવવા માટે પાટલી-વેલણ ખરીદવા માંગે છે તેઓએ જાણવું જોઈએ કે, ગુરુવાર આ માટે શ્રેષ્ઠ દિવસ છે.

આ વારે વેલણ-પાટલી ખરીદશો તો મુશ્કેલીમાં મુકાશો, જાણો લો આ ખાસ નિયમ

Vastu Shastra: વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિશાસ્ત્રમાં રસોઈનું ઘણું મહત્વ હોય છે. રસોઈઘરમાં અન્નપૂર્ણાનો વાસ હોય છે. જે ઘરમાં અન્નપૂર્ણાની કૃપા રહે છે તેના ઘરમાં ક્યારેય પણ અન્ન અને ધનની કમી નથી થતી. તેવામાં ઘરની રસોઈ અને રસોઈનો ઉપયોગ થનારા દરેક સામાનની આપણા જીવન પર સારી અને ખરાબ બંને અસર પડે છે. 

પાટલી-વેલણ દરેક ઘરની રસોઈમાં મળે છે. તેના વગર રોટલી બનાવવી શક્ય જ નથી. પરંતુ રસોઈમાં ઉપયોગ થનારા પાટલી-વેલણનું વાસ્તુની દ્રષ્ટિનું ખુબ જ મહત્વ હોય છે. આજે અમે તમને જણાવીશું કે, પાટલી-વેલણ વિશે અમુક એવા નિયમો જે તમારું જીવન બદલી શકે છે. ત્યારે આ અહેવાલમાં જોઈએ કે, પાટલી-વેલણનો ઉપયોગ કરતાં સમયે શું સાવધાની રાખવી.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમે લાકડાની પાટલી-વેલણ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ નિયમો ચોક્કસપણે જાણો. જે લોકો રોટલી બનાવવા માટે પાટલી-વેલણ ખરીદવા માંગે છે તેઓએ જાણવું જોઈએ કે, ગુરુવાર આ માટે શ્રેષ્ઠ દિવસ છે. આ સિવાય તમે લાકડામાંથી બનેલા પાટલી-વેલણ પણ ખરીદી શકો છો અને બુધવારે તેને ઘરે લાવી શકો છો. પરંતુ શનિવાર અને મંગળવારે ભૂલથી પણ પાટલી-વેલણ ન ખરીદવા જોઈએ. 

જ્યારે તમે પાટલી-વેલણ ખરીદવા જાઓ છો, ત્યારે તમે કંઈપણ વિચાર્યા વગર જ ખરીદી કરો છો. પરંતુ અમે તમને જણાવી દઈએ કે, તેને ખરીદતા પહેલા કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પાટલી-વેલણ ક્યાંય પણ ઉંચા કે નીચા ન હોવા જોઈએ. આ કારણે જ્યારે રોટલી બનાવતી વખતે અવાજ આવે છે જે વાસ્તુ દોષનું કારણ બને છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, પાટલી-વેલણનો ઉપયોગ કર્યા પછી તેને હંમેશા ધોઈને જ મુકવી જોઈએ. એવું માનવામાં આવે છે કે પાટલી-વેલણને ગંદા છોડવાથી ઘરમાં વાસ્તુ દોષ વધે છે. અને માતા અન્નપૂર્ણા પણ ગુસ્સે થાય છે. જે ઘરમાં માતા અન્નપૂર્ણા ક્રોધિત થાય છે, તે ઘરમાં ભોજનની અછત રહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news