Vastu Dosh: ઘરમાં સતાવી રહી છે અનેક સમસ્યાઓ? આ રીતે મેળવો તમામ પ્રકારના વાસ્તુદોષથી છૂટકારો
Vastu Tips: જો વાસ્તુ મુજબ ઘરમાં પશ્ચિમ દિશામાં પણ વાસ્તુદોષ છે તો આ દિશામાં શનિયંત્ર સ્થાપિત કરી દો. એવું કરવાથી તે દિશાનો વાસ્તુદોષ ખતમ થઈ જશે.
Trending Photos
Vastu Tips For Home: વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં રહેલી દરેક ચીજવસ્તુઓ સકારાત્મક અને નકારાત્મક ઉર્જા પેદા કરે છે. ઘણીવાર ઘરમાં રહેલી ચીજવસ્તુ સાચી દિશામાં ન રાખેલી હોય તો વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. જેના કારણે ઘર-પરિવારમાં સુખ-શાંતિ ખતમ થઈ જાય છે. આ સાથે જ બિઝનેસ-નોકરીમાં પ્રગતિ રોકાવી, ધન નુકસાનની સાથે સાથે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્યારે ઘરમાં નાના-નાના બદલાવ કરીને વાસ્તુદોષ ખતમ કરી શકાય છે.
ઉત્તર-પૂર્વ દિશામાં વાસ્તુદોષ-
દરેક કામમાં વધારે મહેનત કર્યા બાદ પણ ફળ નથી મળી રહ્યું અથવા તો નોકરી-બિઝનેસમાં પ્રગતિ નથી રહી તો ઘરમાં ઉત્તર-પૂર્વ ખુણામાં ઉડતા પક્ષીનો ફોટો લગાવો. ઉગતા સૂર્યનો ફોટો પણ લગાવી શકો છો. આ ફોટો ઉમ્મીદ જગાવે છે.તેનાથી તમને ઝડપથી ધન પ્રાપ્તિ થશે.
રસોડામાં વાસ્તુદોષ-
ઘરના દરેક ખૂણામાં રહેલી ચીજવસ્તુની અસર પરિવારના દરેક સભ્યો પર પડે છે. એવી જ રીતે રસોડું પણ વાસ્તુ મુજબ હોવું ખૂબ જ જરૂરી છે. વાસ્તુ મુજબ, રસોડામાં રહેલું ફ્રીઝ, સગડી, ગેસ વગેરે ચીજવસ્તુઓ હોવી જોઈએ. જો તમે આ વસ્તુઓને દિશા મુજબ નથી રાખી શકતા તો વાસ્તુ મુજબ, ઘરનો દોષ દૂર કરવા માટે રસોડાના અગ્નિ કોણમાં એક લાલ રંગનો બલ્બ લગાવી દો. અને તેને હંમેશા શરૂ રાખો. તેનાથી વાસ્તુદોષ ઘણો ઓછો થઈ જશે.
પશ્ચિમ દિશામાં વાસ્તુદોષ-
જો વાસ્તુ મુજબ ઘરમાં પશ્ચિમ દિશામાં પણ વાસ્તુદોષ છે તો આ દિશામાં શનિયંત્ર સ્થાપિત કરી દો. એવું કરવાથી તે દિશાનો વાસ્તુદોષ ખતમ થઈ જશે.
ઉત્તર પશ્ચિમ દિશામાં વાસ્તુદોષ-
જો ઉત્તર અને પશ્ચિમ દિશા એટલે વાયવ્ય દિશામાં પણ વાસ્તુદોષ છે તો આ દિશામાં પવનપુત્ર હનુમાનજીનો ફોટો લગાવો. તેની સાથે જ નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરો. તેનાથી લાભ થશે. વાસ્તુ અનુસાર જે દિશામાં હનુમાન દાદાનો ફોટો લગાવેલો છે ત્યાં તાજા ફૂલોનો ગુલદસ્તો અથવા એક્વેરિયમ લગાવી શકો છો.
(નોંધ- આ અહેવાલમાં આપેલી જાણકારી વિવિધ ગ્રંથો અને માધ્યમોમાંથી સંગ્રહિત કરીને આપેલી છે. ZEE 24 કલાક આની પુષ્ટિ નથી કરતું)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે