Guru Vakri 2023: બસ એક દિવસ... ગુરુ ગ્રહ વક્રી થઈ ધનના કરશે ઢગલા, તિજોરીમાં જગ્યા કરી રાખે આ 3 રાશિના લોકો
Guru Vakri 2023: 4 સપ્ટેમ્બર થી ગુરુ વક્રી રહેશે. જેના કારણે આગામી 118 દિવસ મેષ, તુલા અને સિંહ રાશિના લોકોને અઢળક લાભ થવાના છે. આ રાશિના લોકોને આર્થિક અને વ્યવસાયિક લાભની સાથે સફળતા પણ મળશે.
Trending Photos
Guru Vakri 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈપણ ગ્રહ જ્યારે વક્રી કે માર્ગી થાય છે તો તેના કારણે દરેક રાશિ ઉપર શુભ અને અશુભ પ્રભાવ પડે છે. આ ક્રમમાં હવે ચાર સપ્ટેમ્બર 2023 ના રોજ ગુરુ ગ્રહ વક્રી થશે. એટલે કે ગુરુ 4 સપ્ટેમ્બર થી ઉલટી ચાલ ચાલશે. આવી સ્થિતિમાં ઘણી રાશિના લોકોને વક્રી ગુરુ અશુભ પરિણામ આપશે તો કેટલીક રાશિ માટે વક્રી ગુરુ શુભ સાબિત થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ ગ્રહ સુખ, સૌભાગ્ય, ધન અને વૈભવ નો કારક ગ્રહ છે.
4 સપ્ટેમ્બર થી ગુરુ વક્રી રહેશે. જેના કારણે આગામી 118 દિવસ ત્રણ રાશિના લોકોને અઢળક લાભ થવાના છે. આ રાશિના લોકોને આર્થિક અને વ્યવસાયિક લાભની સાથે સફળતા પણ મળશે.
વક્રી ગુરુ આ ત્રણ રાશિને કરાવશે લાભ
આ પણ વાંચો:
મેષ રાશિ
ગુરુની વક્રી ગતિ મેષ રાશિના લોકોને અનુકૂળ પરિણામ આપશે. આ સમય દરમિયાન કાર્યક્ષેત્રમાં પ્રગતિની નવી તકો પ્રાપ્ત થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. નવું કામ શરૂ કરનાર જાતકને સકારાત્મક પરિણામ મળશે. પૈસાની બચત થશે. ભાગ્ય સાથ આપશે
સિંહ રાશિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ વક્રી થઈને આ રાશિના લોકોને શુભ ફળ આપશે. ઘરમાં માંગલિક કાર્ય થવાના યોગ બની રહ્યા છે. નોકરી કરતા લોકોને આ સમયે દરમિયાન સફળતા પ્રાપ્ત થશે. લાંબા સમયથી અટકેલા કામ પુરા થશે. ભાગ્યનો સાથ મળશે અને પારિવારિક સંબંધો મજબૂત થશે.
તુલા રાશિ
તુલા રાશિના લોકોના જીવનમાં પણ ગુરુ વક્રી થઈને સકારાત્મક પરિણામ આપશે. જીવનસાથી સાથે સાથેના મતભેદ દૂર થશે. લગ્ન ઇચ્છુક લોકોની ઈચ્છા પૂરી થશે. પરાક્રમમાં વૃદ્ધિ થશે. કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે