નોકરી-ધંધા છોડી સેવામાં જોડાશે લાખો હરિભક્તો! વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવની તડામાર તૈયારીઓ
Vadtal Temple: તીર્થધામ વડતાલ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે હાલ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ મહોત્સવમાં સેવા આપવા માટે દેશ અને દુનિયાભરથી હરિભક્તો ઉમટી રહ્યાં છે. સાથ જ દૂર દૂરથી અનુયાયીઓ અને દર્શનાર્થીઓ પણ આવી રહ્યાં છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે દેશ અને દુનિયાભરમાં કરોડો હરિભક્તો જોડાયેલાં છે. થોડા સમય પહેલાં અમદાવાદમાં યોજાયેલાં પ્રમુખ સ્વામિ શતાબ્દિ મહોત્સવમાં પણ લાખો હરિભક્તોએ પોતાના સેવા આપી હતી. ત્યારે ફરી એકવાર યોજાવા જઈ રહ્યો છે આવો જ ભવ્ય મહોત્સવ. ફરી એકવાર એક જ સ્થળે એકઠાં છે લાખો હરિભક્તો. ફરી એકવાર યોજાશે ભવ્યાતિભવ્ય મહોત્સવ. આ વખતે સ્થળ છે વડતાલ.
તીર્થધામ વડતાલ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે હાલ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ મહોત્સવમાં સેવા આપવા માટે દેશ અને દુનિયાભરથી હરિભક્તો ઉમટી રહ્યાં છે. સાથ જ દૂર દૂરથી અનુયાયીઓ અને દર્શનાર્થીઓ પણ આવી રહ્યાં છે.
તીર્થધામ વડતાલમાં યોજાનાર દ્વિશતાબ્દી મહોત્સવમાં 25 લાખથી પણ વધુ હરિભક્તો સામૈયામાં જોડાશે. સ્વામિનારાયણ સંપ્રદાયનો વડતાલ ખાતે યોજાનાર આ મહોત્સવ કુલ 9 દિવસ સુધી ચાલશે. 9 દિવસના સામૈયામાં અનેક આકર્ષણો ઉભા કરવામાં આવ્યાં છે. વડતાલ ખાતે પણ ભવ્યાતિભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં સેવા આપવા માટે લાખો હરિભક્તો પોતાના તમામ કામો છોડીને હાલ વડતાલમાં ઉમટી રહ્યાં છે. મહોત્સવના આયોજનને લઈને વડતાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
મહોત્સવની શું વિશેષતા છે?
800 વીઘા જમીનમાં મહોત્સવ
55 વીઘા જમીનમાં પ્રદર્શન
10 હજાર વાહનોનું પાર્કિગ
26 હજાર લોકો માટે ટેન્ટ
દરરોજ 4 ટન શાકભાજીનો વપરાશ
12 હજાર સ્વંયસેવકોની ટીમ
25 લાખથી વધુ શ્રદ્ધાળુ આવવાની શક્યતા
મહોત્સવને ધાર્મિકસ્થાનોમાં અર્પણ કરાશે
વડતાલમાં રચાશે નવો ઈતિહાસઃ
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના અદ્વિતીય મહોત્સવનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલાં વડતાલમાં લક્ષ્મીનારાયણની મૂર્તિની સ્થાપના કરી હતી. મંદિરની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 800 વીઘાના વિશાળ ક્ષેત્રમાં 7 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન શ્રી લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહામહોત્સવ ઉજવણી કરવામાં આવશે.
ભવ્ય ભોજનની વિશેષ વ્યવસ્થાઃ
વડતાલ ખાતે યોજાનાર આ મહોત્સવમાં 15 વિશાળ ડોમમાં જિલ્લા પ્રમાણે ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરાશે. જ્યાં એક સાથે લાખોની સંખ્યામાં હરિભક્તો પ્રસાદી લેશે.
કેવું કરાયું છે રસોઈનું આયોજનઃ
ભોજન પ્રસાદી માટે પણ હરિભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં જિલ્લા પ્રમાણે ડોમની વહેંચણી કરાઇ છે. 15 માંથી 5 ડોમ ટેન્ટ સિટીની બાજુમાં છે. રસોઈ માટે દરરોજ 3 થી 4 ટન શાકભાજી નાસિકથી મંગાવવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે