જાણો કેમ કરવામાં આવે છે તિલક, અલગ અલગ પ્રકારના તિલકનું શું હોય છે મહત્વ!

પહેલાના સમયમાં જે વર્ણવ્યવસ્થાના આધારે અલગ અલગ પ્રકારના તિલક કરવામાં આવતા હતા. કપાળ પરના તિલક પરથી આ વ્યવસ્થાની ઓળખ થઈ જતી હતી. આ તિલકથી વ્યક્તિનો માનમોભો જાણી શકાતો હતો. પરંતુ હવે માત્ર ધાર્મિક કાર્ય પુરતુ જ તિલક સિમિત રહી ગયું છે. કોઈ પણ વ્યક્તિના માથે ચાંદલો કે તિલક જોઈને તરત જ મનમાં સવાલ થાય કે આખરે આનું શું મહત્વ છે.

જાણો કેમ કરવામાં આવે છે તિલક, અલગ અલગ પ્રકારના તિલકનું શું હોય છે મહત્વ!

નવી દિલ્હીઃ પહેલાના સમયમાં જે વર્ણવ્યવસ્થાના આધારે અલગ અલગ પ્રકારના તિલક કરવામાં આવતા હતા. કપાળ પરના તિલક પરથી આ વ્યવસ્થાની ઓળખ થઈ જતી હતી. આ તિલકથી વ્યક્તિનો માનમોભો જાણી શકાતો હતો. પરંતુ હવે માત્ર ધાર્મિક કાર્ય પુરતુ જ તિલક સિમિત રહી ગયું છે. કોઈ પણ વ્યક્તિના માથે ચાંદલો કે તિલક જોઈને તરત જ મનમાં સવાલ થાય કે આખરે આનું શું મહત્વ છે. કેમ કપાળે તિલક કરવામાં આવે છે. શું ફક્ત દેખાડા માટે જ તિલક કરવામાં આવે છે, આધ્યાત્મીકની સાથે તિલકનું શું છે વૈજ્ઞાનિક મહત્વ, તિલકના ફાયદા શું છે, અલગ અલગ પ્રકારના તિલક કેમ હોય છે. આજે આવા જ બધા સવાલના જવાબ જાણીશું.

No description available.

તિલક વિશે એવું માનવામાં આવે છે કે માનવને પરમાત્મા સુધી પહોંચાડનાર શ્રેષ્ઠ સાધન બુદ્ધિ છે. આથી આ પૂજન પછી બુદ્ધિના નિવાસ-સ્થાન મસ્તકનું પૂજન કરવામાં આવે છે.એટલા માટે દરેક પવિત્ર કાર્યમાં મસ્તક પર તિલક અથવા ટીલું કરવામાં આવે છે. જેમાં બહેન દ્વારા ભાઈને કરવામાં આવતા તિલકનું ખાસ મહત્વ હોય છે.

સૌભાગ્યનું પ્રતીક છે તિલક:
તિલક સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. એટલે જ હિન્દુ ધર્મમાં દરેક પરિણીત સ્ત્રી કપાળે બિન્દી લગાવે છે. જેને પણ એક પ્રકારનું તિલક જ કહેવાય છે. જયારે પતિનું અવસાન થાય છે ત્યારે તિલક દૂર કરવામાં આવે છે.

ક્યા તિલકનું શું મહત્વ છે:
ચંદનનું તિલક મનને શાંતિ આપે છે. એવી જ રીતે કેસર-ચંદનનું તિલક વિચક્ષણ બુદ્ધિ અને હળદરનું તિલક સ્વાસ્થ્ય સારુ રાખે છે. તો ભસ્મનું તિલક નિર્મોહીપણું અને કંકુનું તિલક આત્મબળ આપે છે. હળદર-કંકુનું તિલક ગૌરવ આપે છે. જ્યારે સિંદૂરનું તિલક શક્તિ આપે છે. કંકુ ચંદનનું તિલક આત્મ વિશ્વાસ આપે છે.

બ્રાહ્મણ દ્વારા કરવામાં આવતા તિલકનું મહત્વ:
ખાસ કરીને બ્રાહ્મણો દ્વારા કપાળની ઉપર બે લંબરૂપ રેખાઓ બનાવવી તિલક કરવામાં આવે છે. જેને આપણ U આકારના તિલક તરીકે ઓળખીએ છીએ.

ક્ષત્રિય તિલક કેવું હોય છે:
ક્ષત્રિયના તિલકને ત્રિપુંડ તિલક કહેવામાં આવે છે. કપાળની ઉપર લંબરૂપ રેખાઓની સાથે ટોચ પર એક વક્ર આકારની ત્રણ કમાનો આ તિલકમાં જોવા મળે છે.

વૈશ્ય તિલક:
વૌશ્યોના તિલકને આપણે અર્ધચંદ્રાકાર તિલક તરીકે ઓળખીએ છીએ. જેમાં કપાલના મધ્યમાં ચંદ્રાકાર તિલક કરવામાં આવે છે. જેમાં અર્ધ વર્તુળ સાથે વચ્ચેના ભાગમાં એક બિન્દી જોવા મળે છે.

પર્તાલ તિલક:
શૂદ્રના તિલકને પર્તાલ તિલક કહેવામાં આવે છે. જેમાં કપાળની ઉપર મોટું વર્તુળાકાર નિશાન કરવામાં આવે છે. ચજેને પર્તાલ તિલક તરીકે ઓળખવામાં આવે છે.

અલગ અલગ આંગળીથી તિલક કરવાનું શું છે કારણ:
અનામિકા આંગળીથી તિલક કરવાથી મનની શાંતિ મળે છે. મધ્યમાં આંગળીથી તિલક કરવાથી આયુષ્ય વધે છે. તો અંગુઠાથી તિલક કરવું પુષ્ટિ દાયક કહેવાય છે અને તર્જની આંગળીથી તિલક કરવાથી મોક્ષની પ્રાપ્તિ થવાની માન્યતા છે. દેવ કાર્યમાં અનામિકા, પિતૃ કાર્યમાં મધ્યમાં, ઋષિકાર્યમાં કનિષ્ઠિકા અને તાંત્રિક કાર્યમાં પ્રથમ આંગળીથી તિલક કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news