5 જૂને થવાનું છે ચંદ્રગ્રહણ: જાણો કઇ રાશી પર થશે કેવી અસર

 હાલના સમયે 6 ગ્રહો વક્રી ચાલી રહ્યા છે. રાહુ કેતુ ઉપરાંત આ સમયે શનિ, ગુરૂ, શુક્ર અને પ્લુટો ચારેય ગ્રહો પણ વક્રી ચાલી રહ્યા છે. તે ચંદ્રગ્રહણ વૃશ્ચિક રાશિ પર પડવાનો છે. જ્યોતિષ નિષ્ણાંત પાસેથી જાણીએ કે આ ચંદ્ર ગ્રહણનો તમામ રાશિઓ પર શું અસર પડશે. 
5 જૂને થવાનું છે ચંદ્રગ્રહણ: જાણો કઇ રાશી પર થશે કેવી અસર

અમદાવાદ : હાલના સમયે 6 ગ્રહો વક્રી ચાલી રહ્યા છે. રાહુ કેતુ ઉપરાંત આ સમયે શનિ, ગુરૂ, શુક્ર અને પ્લુટો ચારેય ગ્રહો પણ વક્રી ચાલી રહ્યા છે. તે ચંદ્રગ્રહણ વૃશ્ચિક રાશિ પર પડવાનો છે. જ્યોતિષ નિષ્ણાંત પાસેથી જાણીએ કે આ ચંદ્ર ગ્રહણનો તમામ રાશિઓ પર શું અસર પડશે. 
મેષ : પરિવારને સભ્યોના સ્વાસ્થય પર ધ્યાન આપવું. મનમાં અનેક પ્રકારનાં તણાવ આવી શકે છે પરંતુ તમારે વાદ-વિવાદથી દુર રહેવાનું છે. મકાન અને ઘર અંગે સમસ્યાઓ આવી શખે છે અને નિર્ણય લેવામાં થોડી સમસ્યા પણ થઇ શકે છે. આ દરમિયાન તમારે પોતાની જાતને સંભાળી રાખવી પડશે. ગ્રહણ કાળમાં મંત્રનો જાપ કરીને પોતાની રાશિનાં સ્વામી મંગળને પ્રબળ કરો. ગ્રહણ કાળ ખતમ થયા બાદ કોઇ ગરીબ વ્યક્તિને ગોળ અને ચોખાનું દાન કરવું. 
વૃષભ : આ ગ્રહણની અસર તમારા સંબંધો પર પડશે અને તમારો કોઇ સંબંધ અચાનક ખતમ થઇ શકે છે. કોઇની સાથે વેપારમાં ભાગીદારી ખતમ થઇ શખે છે. તેના કારણે તમે થોડા તણાવમાં આવી શકો છો. પોતાની અને પત્નીનાં સ્વાસ્થય અંગે વિશેષ ધ્યાન રાખો. પતિ-પત્ની વચ્ચે તણાવ પણ થઇ શકે છે. ગ્રહણકાળમાં શુક્રનામંત્રોનો જાપ કરવો. ગ્રહણકાળ બાદ કોઇ ગરીબ વ્યક્તિને દુધનું દાન કરો
મિથુન : તમારે આ દરમિયાન કોઇ મહિલાના આરોપોથી બચીને રહેવાનું છે. કોઇ મહિલા સાથે એટલી હદે સંબંધ વણસી શકે છે કે, કેસ કોર્ટ કચેરી સુધી પહોંચી શકે છે. એટલા માટે તમારે ખુબ જ સાવધાની સાથે આગળ વધવાની જરૂર છે. માનસિક તણાવ પણ થઇ શકે છે. થોડી તબિયત પણ ખરાબ થઇ શકે છે. આ રાશિની મહિલાઓને પણ પોતાનાં સ્વાસ્તય અંગે વિશેષ ધ્યાન દેવાની જરૂર છે. દેવાનો કોઇ જુનો મુદ્દો પરેશાન કરી શકે છે. નાણાના મુદ્દે પણ ખુબ જ સાવચેત રહેવાની જરૂર છે. બુધના મંત્રોનો જાપ કરો. ગ્રહણકાળ પુર્ણ થવા અંગે કોઇ નિર્ધનને મીઠી ખીર દાનમાં આપો. 
કર્ક : ચંદ્રગ્રહણ થવાથી કર્ક રાશીનાં લોકો પર તેનો સીધો પ્રભાવ પડે છે. કારણ કે આ રાશીનો સ્વામી જ ચંદ્ર છે. ગ્રહણ તમારા માટે તોડી પરેશાનીઓ લાવી શકે છે. સંબંધો, શિક્ષણ અને સંતાન આ ત્રણેય તરફ તમારે સાવધાન રહેવાની જરૂર છે. ગર્ભવતી મહિલાઓને પોતાનો ખ્યાલ રાખવાની જરૂર છે. સંબંધોમાં ગેરસમજણથી બચીને રહેવાની જરૂર હશે. તમારા માટે ઇંદ્ર ગાયત્રી મંત્ર ખુબ જ લાભકારી રહશે. ગ્રહણ 15 દિવસ આસપાસ તમારી માતાને ચાંદીનો ગ્લાસ દાનમાં આપો 
સિંહ : આ ગ્રહણકાળ દરમિયાન તમારી માતાને તણાવ થઇ શકે છે, તેમના સ્વાસ્થય પર ધ્યાન આપો. ઘર અંગેની કોઇ સમસ્યા થઇ શકે છે. માતાની સાથે કોઇ વાદ-વિવાદ કરવાથી બચવું જોઇએ. નાની -નાની વાતો મુદ્દે પણ ઘરમાં તણાવ થઇ શકે છે. પરંતુ તમારે પરેશાન થવાની જરૂર નથી. ગ્રહણકાળમાં સુર્ય અને ચંદ્રના મંત્રોનો જાપ કરો. ગ્રહણબાદ ગોળ અને ખાંડ બંન્નેનું દાન કરો. 
કન્યા: આ દરમિયાન આત્મવિશ્વાસ માં ઘટાડો થઇ શકે છે અને તમારી કોઇની સાથે મિત્રતા ખતમ થઇ શકે છે. ભાઇ બહેનોની સાથે પણ સંબંધ વણસી શકે છે. કોઇનાં સ્વાસ્થય મુદ્દે ચિંતા વધી શકે છે. પાર્ટનરશીપમાં લાભની સ્થિતી બગડી શકે છે. ઘરમાં મોટા અને નાના બધાના સ્વાસ્થયનો ખ્યાલ રાખો. ગ્રહણકાળમાં બુધના મંત્રોનો જાપ કરો. ગ્રહણ ખતમ થયા બાદ કોઇ ગરીબ વ્યક્તિને લીલા શાકભાજી દાનમાં આપો. 
તુલા: આ ગ્રહણકાળ દરમિયાન તમારે તમારી વાણી પર ખુબ જ ધ્યાન આપવું પડશે નહી તો તમારા કાર્યક્ષેત્રમાં પરેશાની આવી શકે છે. એટલા માટે બોલતા પહેલા વિચારો. દાંત અને આંખને લગતી કોઇ સમસ્યા થઇ શકે છે. તણાવ પણ વધી શકે છે. ગ્રહણકાળમાં શુક્રના મંત્રોનો જાપ કરો. ગ્રહણકાળ ખતમ થયા બાદ કોઇ નિર્ધન વ્યક્તિને ઘીનું દાન કરો. 
વૃશ્ચિક : ચંદ્રગ્રહણ તમારી જ રાશીમા થઇ રહ્યું છે. તેના કારણે માનસિક તણાવ થઇ શકે છે. આ દરમિયાન તમારુ આધ્યાત્મ તરફ ઝુકાવ વધશે અને તમને તેમાં ઘણી મદદ મળશે. તમને એવું લાગશે કે પુજા પાઠ ઉપરાંત તમારી પાસે કોઇ ચારો નથી. સ્થિતી એટલી ખરાબ નહી હોય જેટલું તમને અનુભવ થશે. જ્યારે મન વિચલિત થાય તો ઇંદ્ર ગાયત્રી મંત્રનો જાપ કરો. ગ્રહણકાળ ખતમ થયા બાદ એક ત્રાંબાના લોટામાં દુધ ભરીને શિવ મંદિર સામે મુકો. 
ધન : આ દરમિયાન તમારા નિર્ણય લેવાની ક્ષમતા ખુબ જ ખરાબ થઇ શકે છે. કોઇ પણ પ્રકારનાં વિચાર ન લાવવો. તમારુ વલણ આધ્યાત્મની તરફ રહેશે. તમારે ગુરૂવારે મંત્રનો જાપ કરવાની જરૂર છે. કોઇ નિર્ધન વ્યક્તિને એક પેકેટ હળદરનું દાન કરવું. 
મકર : તમારા ધનનાં લાભમાં ઘટાડો થશે. ક્યાંકથી પૈસા આવવાનાં હશે તો અચાનક અટકી જશે. જીવન સાથી સાથે તકરાર અને સહયોકમાં ઘટાડો થઇ શકે છે. પરિવારનાં કોઇ વ્યક્તિના કારણે સંબંધ ખરાબ થઇ શકે છે. કોઇ એક સંબંધ પર ધ્યાન આપવાના બદલે તમામ સંબંધોને પ્રાથમિકતા આપો. શનિના મંત્રોનો જાપ કરો. ગ્રહણ ખતમ થયા બાદ એક પેકેટ દુધ અને સરસિયાગરીબોને દાન કરો. 
કુંભ : પિતાના સ્વાસ્થય મુદ્દે સાવધાન રહેવાની જરૂર છે. તમારા શત્રુ પ્રભાવી થઇ શકે છે. કાર્યક્ષેત્રમાં કોઇ મહિલા આરોપ લગાવી શકે છે. તે તમારી પરેશાનીનું કારણ પણ બની શકે છે. તમારા સ્વાસ્થય અંગે ધ્યાન રાખો. શનિના મંત્રોનો જાપ કરો. ગ્રહણકાળ ખતમ થયા બાદ સરસીયાનાં તેલ અથવા પાંચ સફેદ મિઠાઇનાં પેકેટનું દાન કરો. 
મીન: ધર્મના મુદ્દે કોઇ વાત પર શંકા કરી શકો છો. વાહન અને યાત્રાઓ સાથે જોડાયેલી સમસ્યા આવી શકે છે. બાળકનાં સ્વાસ્થય પર વિશેષ રીતે ધ્યાન આપો. શિક્ષણનાં ક્ષેત્રમાં પણ ધ્યાન આપવાની જરૂર છે અને સંબંધોમાં અવિશ્વાસ ન આવવા આવવા દો. ગ્રહણ કાલ દરમિયાન ગુરૂ મંત્રનો જાપ કરો. ગ્રહણકાળ બાદ ચણાની દાળનું દાન કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news