સચિવાલય કેમ્પસની તમામ કચેરીમાં આજથી રાબેતા મુજબ કામગીરી શરૂ
દેશમાં આજથી અનલોકડાઉન 1ની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર સચિવાલયમાં આજથી મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મંત્રીઓ અને કર્મચારીઓએ આજથી પોતાની ઓફિસ આવવાની શરૂઆત કરી છે. રાજ્યમાં ગત બે મહિનાથી લોકડાઉનના લીધે તમામ ઓફિસ બંધ હતી. અને કર્મચારીઓ આવ્યા બાદ તેમનું થર્મલ સાથે ટેમ્પરેચર અને સેનિડાઇઝર લગાવીને પ્રવેશ આપવામાં આવ્યો છે.
Trending Photos
ગાંધીનગર: દેશમાં આજથી અનલોકડાઉન 1ની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર સચિવાલયમાં આજથી મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મંત્રીઓ અને કર્મચારીઓએ આજથી પોતાની ઓફિસ આવવાની શરૂઆત કરી છે. રાજ્યમાં ગત બે મહિનાથી લોકડાઉનના લીધે તમામ ઓફિસ બંધ હતી. અને કર્મચારીઓ આવ્યા બાદ તેમનું થર્મલ સાથે ટેમ્પરેચર અને સેનિડાઇઝર લગાવીને પ્રવેશ આપવામાં આવ્યો છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વર્ણિમ સંકુલ ખાતે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, કોરોનાની મહામારી સામે સમગ્ર વિશ્વ, દેશ અને ગુજરાત લડી રહ્યું છે. છેલ્લા બે માસથી દેશ અને રાજ્યમાં લોકડાઉનનો ચુસ્ત અમલ થઇ રહ્યો હતો એના તમામ તબક્કા પૂર્ણ થતાં અનલોક-૧ અંતર્ગત પ્રજાકીય અને જનહિતના કામોને વેગવાન બનાવવા માટે યોગ્ય તકેદારી સાથે સ્વર્ણિમ સંકુલ અને આખું સચિવાલય સંકુલ રાબેતા મુજબ આજથી કાર્યરત થઇ ગયું છે.
કોરોનાની મહામારી સંદર્ભે રાજ્યમાં જે વડીલો, નાગરિકો, માતાઓ-બહેનોના દુઃખદ અવસાન થયા છે તે સંદર્ભે મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને સમગ્ર મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવ અનિલ મુકીમ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવોએ સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે બે મિનિટનું મૌન પાળી મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પીને સંકુલમાં પ્રવેશ મેળવ્યો હતો.
છેલ્લા બે માસમાં રાજ્યના નાગરિકોને કોરોના મહામારી સામે સારામાં સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે અને યોગ્ય સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવા સંદર્ભે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘‘દો ગજ કી દૂરી’’ જાળવવાનો મંત્ર આપ્યો હતો એને સાકાર કરવામાં મુખ્ય મંત્રીના નિવાસસ્થાનેથી દરરોજ ૮ થી ૧૦ કલાક વિવિધ કામગીરીની સમીક્ષા માટે બેઠકો યોજવામાં આવતી હતી અને નાગરિકોને પૂરતી સવલતો લોકડાઉન દરમ્યાન પણ પૂરી પાડી છે.
નાયબ મુખ્ય મંત્રીએ ઉમેર્યું કે, લોકડાઉનના તમામ તબક્કાઓ હવે પૂર્ણ થયા છે અને કેન્દ્ર સરકાર દ્વારા છૂટછાટો અપાઇ છે તેને ધ્યાને લઇને મુખ્ય મંત્રીશ્રીએ આજથી તમામ મંત્રીમંડળના સભ્યો અને વરિષ્ઠ સચિવો પોતાની ઓફિસથી કામગીરી શરૂ કરે એવો નિર્ણય કરતાં આજથીહવે સ્વર્ણિમ સંકુલ-૧ સહિત સચિવાલય કેમ્પસમાં આવેલી તમામ કચેરીઓ રાબેતા મુજબ કામ કરતી થઇ ગઇ છે. તમામ અધિકારીઓ-કર્મચારીઓ પણ હવે ઉપસ્થિત રહેશે. લોકડાઉનના તમામ ગાળા પૂર્ણ થયા બાદ ગુજરાત પુન: ધબકતું થાય, વેપાર, ઉદ્યોગ, ખેતીવાડી, ધાર્મિક સંસ્થાઓ સહિત નાના-નાના વેપારીઓની દુકાનો પૂર્વવત શરૂ થાય તે માટેના પ્રયાસો સરકારે કર્યા છે અને જનજીવન ધબકતું થયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે