Surya-Rahu Yuti: 18 વર્ષ બાદ રાહુની જાળમાં સૂર્ય, આ 3 રાશિવાળાના જીવનમાં મચી જશે કોહરામ, પૈસા હાથમાં સરકી જશે!

Surya Rahu Yuti 2023: જ્યોતિષ શાસ્ત્ર મુજબ 14 એપ્રિલના રોજ સૂર્ય મીન રાશિમાંથી નીકળીને મેષ રાશિમાં પ્રવેશવા જઈ રહ્યો છે. આ દરમિયાન ત્યાં પહેલેથી જ રાહુ બિરાજમાન છે. બંનેની યુતિથી ગ્રહણ દોષ લાગશે. આવામાં કેટલીક રાશિવાળાએ સાવધ રહેવું પડશે. 

Surya-Rahu Yuti: 18 વર્ષ બાદ રાહુની જાળમાં સૂર્ય, આ 3 રાશિવાળાના જીવનમાં મચી જશે કોહરામ, પૈસા હાથમાં સરકી જશે!

Surya Rahu Yuti 2023: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ નિશ્ચિત સમયે ગોચર કરે છે. આ ગોચરનો શુભ અને અશુભ પ્રભાવ આમ તો તમામ રાશિવાળાના જીવન પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે ગ્રહોના રાજા સૂર્ય 14 એપ્રિલના રોજ મીન રાશિમાંથી નીકળીને મેષ રાશિમાં પ્રવેશવા જઈ રહ્યા છે. જ્યાં પહેલેથી જ રાહુ બિરાજમાન છે. સૂર્યના પ્રવેશથી રાહુ અને સૂર્યની યુતિ થશે. જેનાથી ગ્રહ દોષ લાગી રહ્યો છે. 

જ્યોતિષ શાસ્ત્રમાં આ ગ્રહ દોષ ખુબ જ અશુભ માનવામાં આવ્યું છે. આ સાથે જ શનિની દ્રષ્ટિ સૂર્ય દેવ પર પડશે જે શુભ નથી. આવામાં આ યોગનો અશુભ પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળશે. આ દરમિયાન 3 રાશિઓએ ખાસ કરીને સાવધ રહેવું પડશે. આ રાશિવાળાઓને ધન હાનિ થવાની સંભાવના છે. 

મેષ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રાશિમાં સૂર્ય અને રાહુની યુતિ થવા જઈ રહી છે. આવામાં આ યુતિ આ રાશિવાળા માટે ખુબ અશુભ સાબિત થશે. લગ્ન ભાવમાં આ યુતિ બનવા જઈ રહી છે. અત્રે જણાવવાનું કે આ રાશિનો સ્વામિ મંગળ છે અને રાહુનો મંગળ સાથે શત્રુતાનો ભાવ છે. આવામાં શારીરિક પીડા સહન કરવી પડી શકે છે. હાર્ટ સંબંધિત બીમારી થઈ શકે છે. આવામાં કોઈ વિશેષ સાવધાની વર્તો. શનિની ત્રીજી દ્રષ્ટિ પડવાને કારણે જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. આ રાશિના જાતકો માણિક્ય ધારણ કરે. 

સિંહ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ યુતિ આ રાશિના જાતકો માટે અશુભ સાબિત થશે. અત્રે જણાવવાનું કે આ યોગ તમારી રાશિના નવમ ભાવમાં બની રહ્યો છે. આવામાં પિતાને હાર્ટ સંબંધિત સમસ્યા થઈ શકે છે. આ સમયગાળામાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. ભાગ્ય અને ધન માટે આ સમય અનુકૂળ છે. કોઈ ડીલ અટકી શકે છે. પિતા સાથે મતભેદની સંભાવના છે. આવામાં વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. આ લોકો પણ માણિક્ય ધારણ કરો. 

ધનુ રાશિ
આ રાશિના જાતકો માટે પણ આ યુતિ અશુભ રહેશે. આ યુતિ તમારી રાશિના પંચમ ભાવમાં બનવા જઈ રહી છે. આવામાં આ યોગ તમારા અને પિતા માટે કષ્ટદાયક રહેશે. પિતાને હાર્ટ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે. પહેલેથી હાર્ટ પેશન્ટ હોય તો ધ્યાન રાખવું. દવાઓ સમયસર લેવી અને ચેકઅપ કરાવતા રહો. વાહન સાવધાનીથી ચલાવો અને ધન ઉધાર આપવાથી બચો. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news