નવા વર્ષમાં બે શક્તિશાળી ગ્રહોની યુતિ, આ રાશિવાળાને અકલ્પનીય ધનલાભ થશે, કરિયરમાં ખુબ સફળતા મળશે
સૂર્યના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના જાતકો પર કોઈને કોઈ રીતે ચોક્કસ પડે છે. જ્યારે બીજી બાજુ ગ્રહોના દેવતા ગુરુ બૃહસ્પતિને સુખ સમૃદ્ધિ, ધન વૈભવ, માન સન્મનના કારક ગણવામાં આવે છે. આવામાં જ્યારે આ બે ગ્રહોની યુતિ થાય છે ત્યારે અનેક રાશિવાળાના જીવનમાં ખુશીઓ આવે છે. આવો જ સંયોગ નવા વર્ષમાં 2024માં બનવાનો છે. ત્યારે કેટલીક રાશિઓને બંપર લાભ મળી શકે છે.
Trending Photos
Surya Guru Yuti 2024: જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજા કહે છે. સૂર્યને આત્માના કારક પણ માનવામાં આવે છે. સૂર્ય વ્યક્તિને ઉર્જા અને બળ પ્રદાન કરે છે. આવામાં સૂર્યના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના જાતકો પર કોઈને કોઈ રીતે ચોક્કસ પડે છે. જ્યારે બીજી બાજુ ગ્રહોના દેવતા ગુરુ બૃહસ્પતિને સુખ સમૃદ્ધિ, ધન વૈભવ, માન સન્મનના કારક ગણવામાં આવે છે. આવામાં જ્યારે આ બે ગ્રહોની યુતિ થાય છે ત્યારે અનેક રાશિવાળાના જીવનમાં ખુશીઓ આવે છે. આવો જ સંયોગ નવા વર્ષમાં 2024માં બનવાનો છે. ત્યારે કેટલીક રાશિઓને બંપર લાભ મળી શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોના રાજાય સૂર્ય 13 એપ્રિલ 2024ના રોજ રાતે 9.15 વાગે મેષ રાશિમાં પ્રવેશી રહ્યા છે. જ્યાં પહેલેથી જ ગુરુ બૃહસ્પતિ બિરાજમાન છે. આવામાં ગુરુ અને સૂર્યની યુતિ થઈ રહી છે. આ યુતિ 1 મે બપોરેના 2.29 વાગ્યા સુધી રહેશે. કારણ કે ત્યારબાદ ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશી જશે. અત્રે જણાવવાનું કે મેષ સૂર્યની ઉચ્ચ રાશિ છે. તેની સાથે જ ગુરુની સ્વરાશિ છે.
મેષ રાશિ
સૂર્ય અને ગુરુ બંનેની યુતિ લગ્નભાવમાં થઈ રહી છે. આવામાં આ રાશિના જાતકોને નવા વર્ષમાં ખુબ લાભ મળી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી પરેશાનીઓ સમાપ્ત થઈ શકે છે. સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોને અપાર સફળતા મળી શકે છે. સૂર્યને કરિયર અને વ્યવસાયનો સ્વામી માનવામાં આવે છે. આવામાં ગુરુ અને સૂર્યની યુતિથી કાર્યક્ષેત્રમાં અપાર સફળતાની સાથે પદોન્નતિ થઈ શકે છે. ઉચ્ચ અધિકારી તમારા કામથી પ્રસન્ન થઈ શકે છે. આવામાં કોઈ મોટી જવાબદારી મળી શકે છે. આર્થિકિ સ્થિતિ સુધરશે, કરજથી છૂટકારો મળશે અને બેંક બેલેન્સ વધશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. વડીલોની વાત માનો અને સમજો. પૈતૃક બિઝનેસ હોય તો તેમાં ખુબ લાભ થઈ શકે છે.
મિથુન રાશિ
આ રાશિમાં ગુરુ અને સૂર્યની યુતિ એકાદશ ભાવમાં થઈ રહી છે. આ ભાવને આવક, નાણાકીય લાભ અને ધન પ્રતિષ્ઠાનો પ્રતિક માનવામાં આવે છે. આથી આ રાશિના જાતકોને આર્થિક લાભ થવાનો છે. નાણાકીય મામલાઓમાં સારા પરિણામ મળી શકે છે. આ સાથે જ બચત કરવામાં પણ સફળ થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. વર્તમાનમાં નોકરીમાં પદોન્નતિ અને પગારમાં વધારો થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય વિતશે. ભાઈ બહેન સાથે સારો સમય વિતશે. થોડો ખર્ચો વધી શકે છે. સમાજમાં માન સન્માન વધશે. નામ અને પ્રસિદ્ધિમાં પણ વધારાનો લાભ મળી શકે છે.
કર્ક રાશિ
આ રાશિમાં સૂર્ય અને ગુરુની યુતિ દશમ ભાવમાં થઈ રહી છે. આ ભાવને કરિયર અને કર્મનો ભાવ કહે છે. આવામાં આ રાશિના જાતકો માટે નવા વર્ષમાં પદ પ્રતિષ્ઠા, પદ, લક્ષ્ય અને પિતાને દર્શાવે છે. આ રાશિના જીતકોમાં ખુશીઓ આવશે. વ્યવસાયિક જીવનમાં પણ ખુબ લાભ મળી શકે છે. કાર્યસ્થળે ખુબ લાભ મળી શકે છે. ખાનગી જીવનની વાત કરીએ તો ઘર પરિવારમા ખુશીઓ વધશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે