15 જાન્યુઆરી 2024ના સૂર્યનું મહાગોચર, મેષ તથા કુંભ સહિત 5 જાતકો જીવશે રાજા સમાન જીવન

Surya Gochar: સૂર્યને એક રાશિચક્ર પૂરુ કરવામાં આશરે એક વર્ષનો સમય લાગે છે. સૂર્ય દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. જાણો સૂર્ય ગોચરનો પ્રભાવ...

15 જાન્યુઆરી 2024ના સૂર્યનું મહાગોચર, મેષ તથા કુંભ સહિત 5 જાતકો જીવશે રાજા સમાન જીવન

Surya Gochar in Makar Rashi 2024:  ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. જાન્યુઆરી 2024માં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરવાને કારણે મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે. 15 જાન્યુઆરી 2015ના સૂર્ય મકર રાશિમાં જશે. સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ 15 જાન્યુઆરી સવારે 2 કલાક 54 મિનિટ પર થશે. સૂર્યના મકર રાશિમાં આવવાનો પ્રભાવ દરેક 12 રાશિઓ પર જોવા મળશે, પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેને શુભ ફળ મળશે. સૂર્યના મકર રાશિમાં આવવાથી મેષ તથા કુંભ સહિત આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. જાણો આ રાશિઓ વિશે.

મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે સૂર્ય રાશિ પરિવર્તન કોઈ વરદાનથી ઓછું નથી. આ સમયમાં તમને ખુશીઓની સાથે કરિયરમાં નવી તકની પ્રાપ્તિ થશે. તમારા અટવાયેલા કામ પૂરા થશે. સ્વાસ્થ્યમાં પહેલાથી સુધાર થશે. જો તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવા ઈચ્છો છો તો આ સમય અનુકૂળ રહેવાનો છે. 

કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો પર સૂર્ય ગોચરનો પ્રભાવ અનુકૂળ રહેવાનો છે. ખાસ કરીને તમારા લગ્ન જીવન પર સકારાત્મક પ્રભાવ પડશે. પરંતુ આ સમયમાં સગાઈ-લગ્ન સાથે જોડાયેલા કાર્યોમાં વિલંબ થઈ શકે છે. કામકાજ કે વેપાર સાથે જોડાયેલા કાર્યો માટે આ ગોચર અનુકૂળ રહેવાનું છે. સ્વાસ્થ્ય સારૂ રહેવાનું છે. 

કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોને સૂર્ય ગોચરના પ્રભાવથી અવિશ્વાસનીય પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જાતકોને શુભ પરિણામ મળી શકે છે. ટેક્નોલોજી તથા રિસર્ચ સાથે જોડાયેલા લોકોને સફળતા મળી શકે છે. લવ લાઇફ સારી રહેશે. નાણાકીય સ્થિતિમાં સુધાર થશે. 

વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન જીવનમાં ચમત્કારિક ફેરફાર લાવી શકે છે. આ દરમિયાન તમને સફળતા મળી શકે છે. તમારા સાહસમાં વધારો થશે. તમે ધાર્મિક કાર્યો કરશો. તમારા કામમાં નિયંત્રણ રાખો. સંપત્તિ સાથે જોડાયેલા મામલાનો ઉકેલ આવી શકે છે. 

કુંભ રાશિ
કુંભ રાશિના જાતકને સૂર્ય ગોચરના પ્રભાવથી કોઈ સંબંધી તરફથી શુભ સમાચાર મળી શકે છે. તમે તમારા પરિવાર સાથે વધુ સમય પસાર કરશો. કોર્ટ-કચેરીના મામલામાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. આ સમયમાં કોઈને પૈસા ઉધાર ન આપો, બાકી આર્થિક નુકસાન થઈ શકે છે. 

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news