Signs of Spirits: મૃત આત્માની હાજરી આસપાસ હોય ત્યારે મળે છે આ સંકેત
Signs of Spirits: જ્યારે કોઈ વ્યક્તિ સાથે ગાઢ સંબંધ હોય તો તેના દુનિયા છોડીને ગયા પછી પણ તેને ભૂલી શકાતા નથી. ઘણીવાર એવો અનુભવ થાય છે કે પ્રિય વ્યક્તિ તમારી આસપાસ છે. આજે તમને આવા સંકેતો વિશે જણાવીએ.
Trending Photos
Signs of Spirits: આત્માઓ અને તેને સંબંધિત વાતો રહસ્યમય હોય છે. જ્યારે કોઈ પ્રિય વ્યક્તિ દુનિયા છોડીને જાય છે તો તેની સાથે તેના માટેની લાગણી પૂરી થતી નથી. જ્યારે કોઈ વ્યક્તિ સાથે ગાઢ સંબંધ હોય તો તેના દુનિયા છોડીને ગયા પછી પણ તેને ભૂલી શકાતા નથી. ઘણીવાર એવો અનુભવ થાય છે કે પ્રિય વ્યક્તિ તમારી આસપાસ છે.
ભારતીય પરંપરા અને ધાર્મિક માન્યતામાં માનવામાં આવે છે કે શરીર છોડ્યા પછી આત્મા ઘણી વખત પ્રિયજનની આસપાસ ફરતી હોય છે. જ્યારે આત્મા તમારી આસપાસ હોય ત્યારે અલગ અલગ સંકેત મળે છે જેના માધ્યમથી તમે તેની ઉપસ્થિતિનો અનુભવ કરી શકો છો. પરંતુ લોકો આ સંકેતથી અજાણ હોય છે.
આ પ્રકારના સંકેત જણાવે છે કે આત્મા તમારી આસપાસ છે. જોકે આ સંકેત થોડી ક્ષણના જ હોય છે. આ સંકેતમાં કેવો અનુભવ થાય છે અને તેના વિશે નિષ્ણાંતો શું કહે છે ચાલો તમને જણાવીએ.
સપનામાં પ્રિયજન
કોઈ નજીકની વ્યક્તિ જ્યારે દુનિયા છોડીને જાય છે તો ઘણી વખત તે સપનામાં દેખાય છે. સપનામાં તે શાંત અવસ્થામાં જોવા મળે છે. આ રીતે આપવા પોતાની નજીકની વ્યક્તિને સપનામાં આવીને આશીર્વાદ આપતી હોય છે. સપનામાં આવનાર વ્યક્તિ દિલની સૌથી નજીક હોય છે.
કોઈ સાથે છે તેઓ અનુભવ
ઘણી વખત એકલા હોવા છતાં પણ એવું લાગે કે કોઈ આસપાસ છે અને તમે એકલા નથી. આ સંકેત પણ હોય છે કે કોઈ મૃત આત્માની ઉપસ્થિતિ તમારી આસપાસ છે જ્યારે કોઈ વ્યક્તિ સાથે દિલથી જોડાયેલી લાગણી હોય છે ત્યારે વ્યક્તિને એકલતામાં પણ તે સાથે હોય છે તેઓ અનુભવ થાય છે.
કેટલાક પ્રતીક દેખાવા
પતંગિયા ને દિવંગત આત્માનું પ્રતીક માનવામાં આવે છે. જો અચાનક તમારી આસપાસ રંગબેરંગી પતંગિયા ઉડતા દેખાય તો તે મૃત પ્રિયજનની આત્માનો સંકેત હોઈ શકે છે.
અવાજ સંભળાવો
પોતાના પ્રિયજનની કોઈ ખાસ વાત યાદ આવે ત્યારે આવું થઈ શકે છે. ઘણી વખત શાંત જગ્યામાં પણ ભણકારા સંભળાય છે. જ્યારે તમે કોઈ સમસ્યામાં હોય તો અચાનક અવાજ સંભળાય તો તે સંયોજનની હાજરીનો સંકેત હોઈ શકે છે.
ખાસ પ્રકારની સુગંધનો અનુભવ
ઘણી વખત કોઈ જગ્યાએ જવાનું થાય ત્યારે ત્યાં અચાનક જ અલગ પ્રકારની સુગંધ અનુભવાય છે. આ અનુભવ પણ આત્માની ઉપસ્થિતિનો સંકેત હોઈ શકે છે. આ સિવાય જ્યારે તમે પ્રિયજન ને યાદ કરો અને તે જ સમયે તેનું ફેવરેટ પરફ્યુમ કે ફુલ તમારી નજરની સામે આવે અને તમને તેની સુગંધ આવે તો તે પણ આ વાતનું સંકેત હોઈ શકે છે.
પ્રાણીઓનું વર્તન
ઘરમાં રહેલું પ્રાણી અથવા તો બહારના પ્રાણી તમારી સામે અચાનક જ અસામાન્ય વર્તન કરવા લાગે તો તે આત્માની ઉપસ્થિતિનો સંકેત હોઈ શકે છે. ખાસ કરીને કુતરા, પક્ષી અને અન્ય જાનવર આ પ્રકારની ઊર્જાને ઝડપથી અનુભવી શકે છે. શાંત બેઠેલું પ્રાણી અચાનક જ અસામાન્ય વર્તન કરવા લાગે તો તે આસપાસ આત્મા હોવાનો સંકેત હોઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે