Navratri 2023: ખબર છે... અખંડ જ્યોતનું મહત્વ, દુશ્મનોની ખરાબ નજરથી કરે છે તમારી રક્ષા

હિન્દુ ધર્મમાં નવરાત્રિ (Navratri 2023) નું અનેરુ મહત્વ હોય છે. તમામ નવ દિવસો સુધી માતાની પૂજાની સાથે સાથે અખંડ જ્યોત પણ પેટવવામાં આવે છે. અખંડ જ્યોત જે દિવસ-રાત સળગતી રહે છે. તેને ભક્તની આસ્થા સાથે જોડીને જોવામાં આવે છે. 

Navratri 2023: ખબર છે... અખંડ જ્યોતનું મહત્વ, દુશ્મનોની ખરાબ નજરથી કરે છે તમારી રક્ષા

Navratri 2023: હિન્દુ ધર્મમાં નવરાત્રિ (Navratri 2023) નું અનેરુ મહત્વ હોય છે. તમામ નવ દિવસો સુધી માતાની પૂજાની સાથે સાથે અખંડ જ્યોત પણ પેટવવામાં આવે છે. અખંડ જ્યોત જે દિવસ-રાત સળગતી રહે છે. તેને ભક્તની આસ્થા સાથે જોડીને જોવામાં આવે છે. 

કેમ પ્રગટાવાય છે અખંડ જ્યોત
માન્યતા છે કે, અખંડ જ્યોત પેટવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે. અખંડ જ્યોતમાં એક એવી પોઝિટિવ એનર્જિ હોય છે, જે શત્રુઓની ખરાબ નજરથી તમારી રક્ષા કરે છે. જેમ અંધારા ઘરમાં દીપક પ્રગટે છે, તેમ જ અહી માતાના નામનો દીપક આપણા જીવનને અંધકારથી દૂર કરે છે. 

પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે, દીપક એટલે કે અગ્નિ સામે જો કોઈ પ્રકારનું જપ કરવામાં આવે તો તેનું ફળ હજાર ગણ વધી જાય છે. જો તમે ઘીની જ્યોત પ્રગટાવી રહ્યા છો, તો તેને હંમેશા જમણી બાજુ રાખવી જોઈએ. જો તમે તેલની જ્યોત પ્રગટાવી રહ્યા છો તો તેને દેવીના ડાબી બાજુ રાખવી જોઈએ. ધ્યાન રાખો કે, જ્યોત ક્યારેય શાંત થવી ન જોઈએ. સમય સમય પર તેનુ ધ્યાન રાખવું જોઈએ અને તેમાં પૂરતા માત્રામાં તેલ અને ઘી હોવું જોઈએ. 

ભૂલીને પણ ન કરો આ કામ
જો તમે ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવો છો તો સૌથી પહેલા રોજ તે સ્થાનને સાફ કરો.
પૂજાના સ્થાનને પર ભૂલીને પણ આખા ઘરમાં ઉપયોગ થનારું પોતુ ન લગાવો.
ઘર ખાલી કે સૂનુ ન છોડો.
એકવારમાં જ લાંબી દિવેટ બનાવો, જેથી વારંવાર તેને બદલવાની જરૂર ન પડે.
ક્યારેય પણ એક દીવાથી બીજો દીવો ન પેટવો. 

ખાસ વાત યાદ રાખો
ઘી કે દીવો પેટવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે 
વિદ્યાર્થીઓ માટે ઘીનો દીવો પેટવવો શુભ હોય છે.
શનિના કુપ્રભાવથી મુક્તિ માટે તલના તેલની અખંડ જ્યોત શુભ માનવામાં આવે છે.
કપૂર નાંખીને દીવો પેટવવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે.
કપૂરનો દીવો નર્વસ સિસ્ટમ માટે પણ લાભદાયક હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news