ગુજરાત રાજસ્થાન બોર્ડર પાસે ગમખ્વાર અકસ્માત; 9નાં મોત, ટ્રક પાછળ જીપ ઘૂસી ગઈ, 19 લોકો સવાર હતા

ગુજરાત રાજસ્થાન બોર્ડર પાસે ગોજારો અકસ્માત સર્જાયો છે. રતનપુર પાસેની રાજસ્થાનની હદમાં આ અકસ્માત સર્જાયો છે. જીપ ટ્રક સાથે અથડાઈ પલ્ટી મારી જતા નવ લોકોના મોત થયા છે.

ગુજરાત રાજસ્થાન બોર્ડર પાસે ગમખ્વાર અકસ્માત; 9નાં મોત, ટ્રક પાછળ જીપ ઘૂસી ગઈ, 19 લોકો સવાર હતા

ઝી બ્યુરો/અરવલ્લી: ગુજરાત રાજસ્થાન બોર્ડર પાસે ગોજારો અકસ્માત સર્જાયો છે. રતનપુર પાસેની રાજસ્થાનની હદમાં ગમખ્વાર અકસ્મતમાં 9 લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે જીપની બ્રેક ફેઈલ થતાં ધડાકાભેર ટ્રક સાથે અથડાઈ હતી. જીપમાં 19 લોકો સવાર હતા, જેમાં 9 લોકોના મોત અને અન્ય ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે રાજસ્થાન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગંભીર ઘાયલોને બીછીવાડાની સરકારી હોસ્પિટલ તથા શામળાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, આજે બપોરે અઢી વાગ્યાની આસપાસ ટ્રક અને ક્રૂઝર જીપ વચ્ચે અકસ્માત થયો હતો. ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર રતનપુર ચેકપોસ્ટ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં નવ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. જીપની બ્રેક ફેલ થતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો અને જેમાં જીપ પલટી ખાઈ જતા ઉપર ટ્રક ફરી વળી હતી.

જેને લઈ જીપમાં સવાર કેટલાક મુસાફરો ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા. આ અંગે સ્થાનિક રાજસ્થાન પોલીસે જણાવ્યું કે, 9 લોકોના મોત નિપજ્યા છે અને અન્ય વધુ ગંભીર  રીતે ઈજાગ્રસ્તોને બીછીવાડાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

અકસ્માતની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી
આ ઘટનાને પગલે સ્થાનિક ગુજરાત પોલીસના જવાનો પણ અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને સારવાર માટે મોકલવામાં મદદ કરી હતી. 8 કે 10 મુસાફરોની ક્ષમતા સામે જીપમાં 19 લોકો બેઠા હતા તેવી પણ માહિતી સામે આવી છે. હાલમાં રીતે ગંભીર ઘાયલોને બીછીવાડાની સરકારી હોસ્પિટલ તથા શામળાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં સ્થાનિકો આવી પહોંચ્યા હતા અને જીપમા સવાર લોકોને બહાર કાઢવા પ્રયાસો હાથ ધર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news