Sign of Money Crisis: મા લક્ષ્મી નારાજ થાય તો આપે છે આ 4 સંકેતો, સાચવજો નહીં તો ખાવાના ફાંફા પડશે
Sign of Money Crisis: જીવનમાં ઘણીવાર એવો સમય આવે છે, ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જાય છે. તેનાથી પરિવારને દ્રરિદ્રતા સાથે જ બિમારી અને કંકાશનો સામનો કરવો પડે છે. જોકે પરિવાર પર ખરાબ સમય આવતાં પહેલાં જ લક્ષ્મી 4 સંકેતો દ્રારા સચેત કરવા કરવા લાગે છે.
Trending Photos
Sign of Money Crisis: જીવનમાં ઘણીવાર એવો સમય આવે છે, ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જાય છે. તેનાથી પરિવારને દ્રરિદ્રતા સાથે જ બિમારી અને કંકાશનો સામનો કરવો પડે છે. જોકે પરિવાર પર ખરાબ સમય આવતાં પહેલાં જ લક્ષ્મી 4 સંકેતો દ્રારા સચેત કરવા કરવા લાગે છે. જે સમજદાર હોય છે તે સંકેતોને સમજી તાત્કાલિક ઉપાય કરી લે છે. તો બીજી તરફ મૂઢ પ્રવૃતિના લોકો આ વાતોને અંધવિશ્વાસ માનીને ટાળી દે છે. આવો જાણીએ કે તે 4 સંકેતો કયા છે.
ઘરમાં લાગેલા કાચ વારંવાર તૂટવા
કાચ એક નાજુક વસ્તુ હોય છે, એટલા માટે ક્યારે કયારેક જો તે વાગી તો તે સામાન્ય વાત ગણવામાં આવે છે. જોકે ઘરમાં વારંવાર કાચ તૂટવા લાગે તો તેને અશુભ ગણવામાં આવે છે. આ એ વાતનો સંકેત ગણવામાં આવે છે કે જલદી જ કંઇક ખરાબ થવાનું છે. જો તમારી સાથે પણ આવી ઘટના થઇ રહી છે તો તાત્કાલિક મોડું કર્યા વિના બહાર કરી દેવો જોઇએ. સાથે જ તેની જગ્યાએ મજબૂત અને સારી ક્વોલિટીનો કાચ લગાવવો જોઇએ.
પરિવારના લોકોમાં કંકાશ વધવો
પરિવારમાં મુદ્દા પર મતભેદ હોવો એક સહજ છે. આવું તમામ ઘરોમાં થાય છે. પરંતુ જો પરિવારમાં નાની-નાની વાત પર વારંવાર ક્લેશ અને ચર્ચા થવા લાગી તો સંકેત હોય છે કે જલદી જ કેટલાક અશુભ ઘટના બનવાની છે. પરિવારની સાથે કંઇક એવું થવાનું છે, જેનાથી તેની આર્થિક સ્થિતિ બગડી શકે છે અને તેના સભ્યોને કોર્ટ કચેરીના ચક્કરમાં ફસાવવું પડી શકે છે. એવા સમયે પરિવારના લોકોની જવાબદારી બને છે કે તે શાંત ચિતથી એકબીજાની વાતોને સાંભળે અને એવી કોઇપણ વાત ન કરે, જે બીજાને અપ્રિય લાગે.
આ પણ વાંચો:
Holi 2023: હોળી પહેલા સ્કિનને બનાવી દો કલર પ્રૂફ, અપનાવો આ સ્કિન કેર ટિપ્સ
Loan Against LIC Policy: LIC પોલિસી પર પણ મળી શકે છે લોન, જાણો એપ્લાય કરવાની પ્રોસેસ
NICમાં ટેકનિકલ જગ્યાઓ માટે બમ્પર ભરતી, મળશે 1.5 લાખ સુધીનો પગાર
પૂજા પાઠમાં સતત અડચણ આવવી
ધાર્મિક શાસ્ત્રોના અનુસાર જે ઘરમાં નિયમિત રૂપથી હવન-યજ્ઞ અને પૂજા પાઠ થતા રહે છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે. પરંત જો ક્યારેક પૂજા અર્ચનામાં સતત વિઘ્ન આવતું હોય તો સમજી લો કે માં લક્ષ્મી (Maa Lakshmi) તમને નજીકના ભવિષ્યમાં થનાર અશુભ ઘટના પ્રત્યે સચેત કરી રહી છે. આ એ વાતના પણ સંકેત હોય છે કે તમારા પરિવારને જલદી જ આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. એવામાં ઘરમાં વિધિ વિધાનથી હવન કરાવીને જાણે અજાણે થયેલી ભૂલોની પ્રભુ સમક્ષ માફી માંગો. આમ કરવાથી તમારું આ સંકટ ટળી જશે.
તુલસીનો છોડ ધીમે ધીમે સુકાવવા લાગે
તુલસીના છોડ (Tulsi plant) માં માતા લક્ષ્મી (Maa Lakshmi) નો વાસ ગણવામાં આવે છે. જે ઘરમાં તુલસીનો છોડ લીલોછમ રહેતો હોય ત્યાં માતા લક્ષ્મીના આર્શિવાદ રહે છે. તો બીજી તરફ તુલસીનો છોડ સુકાવવાનું શરૂ કરી દે તેની પાના એક એક કરીને સુકાવવા લાગે તો આ વાતના સંકેત હોય છે કે તમારા પરિવારને જલદી જ કોઇ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એવામાં આ સંકેતને નજર અંદાજ કરવાના બદલે પાણી અને ખાતર આપીને તુલસીના છોડને બચાવવાનો પ્રયત્ન કરવો જોઇએ, જેથી તમારા પરિવાર પર આવેલું સંકટ દૂર થઇ શકે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી)
આ પણ વાંચો:
શક્તિપીઠ અંબાજીના મોહનથાળનો પ્રસાદ ભાજપને ભારે પડ્યો, હવે નેતાઓ કરી રહ્યા છે ખુલાસા
હોળી ધૂળેટીનો તહેવાર બની શકે છે સુપરસ્પ્રેડર! અ'વાદમાં દર બે કલાકે એક કોરોના કેસ
રાશિફળ 06 માર્ચ: આ જાતકોને ગ્રહગોચરથી ધન-સંપત્તિમાં થશે વધારો, શત્રુઓ નતમસ્તક થશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે