Shubh Muhurat 2024: માર્ચમાં લગ્નના 10 શુભ મુહૂર્ત, ગૃહ પ્રવેશ, મુંડન અને વાહન ખરીદવા માટે ક્યો દિવસ રહેશે સારો, જાણો
માર્ચમાં લગ્ન, વાહન ખરીદવા, મુંડન અને ગૃહ પ્રવેશ માટે ઘણા શુભ મુહૂર્ત છે. આવો જાણીએ આગામી મહિનામાં કયાં કાર્ય માટે કયો દિવસ શુભ રહેશે.
Trending Photos
March Shubh Muhurat 2024: સનાતન ધર્મમાં કોઈપણ માંગલિક કાર્ય મુહૂર્ત અનુસાર કરવામાં આવે છે. માર્ચ મહિનોનની શરૂઆત થવાની છે. આ દરમિયાન લગ્ન, મુંડન, વાહન ખરીદવા અને ગૃહ પ્રવેશ માટે ઘણા શુભ મુહૂર્ત છે. આગામી મહિને લગ્ન માટે 10 દિવસ, મુંડન માટે 4, વાહન ખરીદવા માટે 3 અને ગૃહ પ્રવેશ માટે 8 દિવસ શુભ છે.
લગ્ન માટે શુભ મુહૂર્ત
1 માર્ચ , શુક્રવાર - સવારે 6:46 થી બપોરે 12:48 સુધી
2 માર્ચ, શનિવાર - રાત્રે 8:24 થી માર્ચ 3, સવારે 6:44 વાગ્યા સુધી
3 માર્ચ, રવિવાર - સવારે 6:44 થી બપોરે 3:55 સુધી
4 માર્ચ, સોમવાર - 10:16 વાગ્યાથી માર્ચ 5, સવારે 6:42 વાગ્યા સુધી
5 માર્ચ, મંગળવાર - સવારે 6:42 થી બપોરે 2:09 સુધી
6 માર્ચ, બુધવાર - 14:52 વાગ્યાથી માર્ચ 7, સવારે 6:40 વાગ્યા સુધી
7 માર્ચ, ગુરુવાર - સવારે 6:40 થી 8:24 સુધી
10 માર્ચ, રવિવાર - સવારે 1:55 થી 11 માર્ચ, સવારે 6:35 સુધી
11 માર્ચ, સોમવાર - સવારે 6:35 થી માર્ચ 12, સવારે 6:34
12 માર્ચ, મંગળવાર - સવારે 6:34 થી સાંજે 15:08 સુધી
વાહન ખરીદવા માટે શુભ મુહૂર્ત
1 માર્ચ, શુક્રવાર- સવારે 6 કલાકથી બપોરે 12:48 કલાક સુધી
15 માર્ચ, સવારે 4:08 કલાકથી સવારે 10:09 કલાક સુધી
29 માર્ચ, સવારે 8:36 કલાકથી 30 માર્ચ સવારે 6:13 કલાક સુધી
મુંડન માટે શુભ મુહૂર્ત
માર્ચ 8 - સવારે 1:20 થી રાત્રે 9:58 સુધી
માર્ચ 18 - 10:49 રાત્રે થી સવારે 6:17 સુધી
માર્ચ 20 - સવારે 6:16 થી બપોરે 1:19 સુધી
માર્ચ 27 - સવારે 6:11 થી 28 માર્ચ - સવારે 6:05 સુધી
ગૃહ પ્રવેશ માટે શુભ સમય
માર્ચ 2 - 2:42 બપોરે થી 3 માર્ચ - સવારે 6:44 સુધી
માર્ચ 6 - બપોરે 2:52 થી માર્ચ 7 - સવારે 4:13 સુધી
માર્ચ 11 - સવારે 10:44 થી બપોરે 6:34 સુધી
માર્ચ 15 - રાત્રે 10:09 થી સવારે 6:39 સુધી
માર્ચ 16- સવારે 6:29 થી રાત્રે 9:38 સુધી
માર્ચ 27 - સવારે 6:17 થી સાંજે 6:13 સુધી
માર્ચ 29 - રાત્રે 8:36 થી સવારે 6:13 સુધી
માર્ચ 30 - સવારે 6:13 થી 9:13 સુધી
(Disclaimer: આ લેખનો ઉદ્દેશ્ય માત્ર સામાન્ય જાણકારી આપવાનો છે. જે પંચાગ, માન્યતાઓ પર આધારિત છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંત પાસે મુહૂર્ત કઢાવી શકો છો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે