Sharad Purnima 2024: ઓક્ટોબરમાં ક્યારે છે શરદ પૂર્ણિમા? ફટાફટ જાણો સાચી તારીખ, બની રહ્યો છે વિશેષ સંયોગ

Sharad Purnima 2024 Kab hai: દર વર્ષે અશ્વિન માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિના બીજા દિવસે શરદ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે.

Sharad Purnima 2024: ઓક્ટોબરમાં ક્યારે છે શરદ પૂર્ણિમા? ફટાફટ જાણો સાચી તારીખ, બની રહ્યો છે વિશેષ સંયોગ

Sharad Purnima 2024 Date: દર વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિના બીજા દિવસે શરદ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભક્તિભાવથી પૂજા કરવાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે અને દુ:ખ અને પરેશાનીઓ દૂર થાય છે. આવો જાણીએ આ વર્ષે શરદ પૂર્ણિમા ક્યારે રાખવામાં આવશે અને કયો સમય છે શુભ. આવો જાણીએ...

ક્યારે છે શરદ પૂર્ણિમા 2024?
હિન્દુ પંચાગ અનુસાર અશ્વિન મહિનાની પૂર્ણિમા તિથીની શરૂઆત 16 ઓક્ટોબરે રાત્રે 8.40 વાગ્યાથી થશે. જ્યારે તેનું સમાપન બીજા દિવસે એટલે 17 ઓક્ટોબરે સાંજે 4.55 મિનિટ પર થશે. તેના કારણે શરદ પૂર્ણિમાનું પર્વ 16 ઓક્ટોબરે મનાવવામાં આવશે. ચંદ્રોદયનો સમય 5.05 મિનિટ રહેશે.

શું છે શરદ પૂર્ણિનાનું મહત્વ?
શરદ પૂર્ણિમાની રાત ખુબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે રાત્રે ચંદ્રનું તેજ દરરોજ કરતા વધારે હોય છે એટલે કે ચંદ્ર 16 કલાઓથી પૂર્ણ રહે છે. માન્યતા છે કે આ દિવસે ચંદ્રના કિરણોથી ધરતી પર અમૃત વર્ષા થાય છે. લોકો આ રાત્રે ખીર બનાવે છે અને તેણે ચંદ્રની રોશનીમાં રાખે છે. આવું કરવાથી ખીરમાં અમૃત ભળી જાય છે. આ અમૃતવાળી ખીર ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને જીવનમાં આવનાર પરેશાનીઓ દૂર થઈ જાય છે.

શદર પૂર્ણિમાના દિવસે ના કરો આ ભૂલો

શરદ પૂર્ણિમાના દિવસે અમુક વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આવો જાણીએ તેના વિશે...

તામસિક ભોજન ના ખાવ
શરદ પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ માંસ મદિરાનું સેવન કરવું જોઈએ નહીં. તેના સિવાય ભોજનમાં ડુંગળી અને લસણનો ઉપયોગ ટાળવો જોઈએ. માન્યતા એવી પણ છે કે આવું કરવાથી મા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને વ્યક્તિને આર્થિક સંક્ટનો સામનો કરવો પડી શકે છે અને વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.

કાળા વસ્ત્રો ના પહેરો
શરદ પૂર્ણિમાના દિવસે કાળા રંગના કપડા પહેરવાથી બચવું જોઈએ. આ દિવસે સફેદ રંગના કપડા પહેરવા ખુબ જ શુભ માનવામાં આવે છે.

ગૃહ-ક્લેશથી બચો
શરદ પૂર્ણિમાના દિવસે ઘરમાં લડાઈ ઝઘડાથી બચવું જોઈએ. કહેવામાં આવે છે કે આવું કરવાથી મા લક્ષ્મી નારાજ થઈ શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news