7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જલ્દી થશે 4% નો વધારો! આટલો વધશે પગાર

DA Hike: કેન્દ્ર સરકાર જલ્દી સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહ કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે આ વખતે 3-4 ટકાનો વધારો સંભવ છે.

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જલ્દી થશે 4% નો વધારો! આટલો વધશે પગાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર જલ્દી સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહ કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં મોંઘવારી ભથ્થા (DA) માં વધારાની જાહેરાત કરી શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે આ વખતે કેન્દ્ર સરકાર કર્મચારીઓ માટે 3-4 ટકા સુધીના વધારાની જાહેરાત કરી શકે છે. મોંઘવારી ભથ્થામાં વધારો 1 જુલાઈથી લાગૂ માનવામાં આવશે. પાછલા વર્ષે પણ મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવી હતી. 

માર્ચ 2024માં પાછલા મોંઘવારી ભથ્થા વધારવા દરમિયાન, સરકારે મોંઘવારી ભથ્થાને 4 ટકા વધારી 50 ટકા કરી દીધું હતું. સાથે પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR)માં પણ 4 ટકા વધારો કરવામાં આવ્યો હતો. મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વર્ષમાં બે વખત વધારો કરવામાં આવે છે, જેને જાન્યુઆરી અને જુલાઈથી લાગૂ કરવામાં આવે છે. મોંઘવારી ભથ્થું કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવે છે, જ્યારે મોંઘવારી રાહત પેન્શનરોને આપવામાં આવે છે.

કોવિડ દરમિયાન અટવાયેલા બાકી DAનું શું થશે?
તાજેતરમાં સંસદના ચોમાસુ સત્ર દરમિયાન કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટ કર્યું કે સરકાર કોવિડ-19 મહામારી દરમિયાન રોકવામાં આવેલા 18 મહિનાના ડીએ અને ડીઆરના બાકી જાહેર કરવાની સંભાવના દેખાઈ રહી નથી. મંત્રી પંકજ ચૌધરીએ એક સવાલના જવાબમાં કહ્યું- નહીં, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના 18 મહિનાના બાકી   DA/DR જાહેર રવા પર વિચાર કરી રહી છે, જેને કોવિડ-19 દરમિયાન રોકવામાં આવ્યા હતા. 

કોવિડ મહામારીને કારણે આર્થિક મુશ્કેલી જોતા જાન્યુઆરી 2020, જુલાઈ 2020 અને જાન્યુઆરી 2021 ત્રણ હપ્તામાં ડીએ રોકવાનો નિર્ણય લેવાયો હતો. કેન્દ્રીય કર્મચારીઓ આ 18 મહિનાના એરિયરની માંગ કરવામાં આવી રહી છે. પરંતુ સરકારની અત્યારે આ રકમ જાહેર કરવાની કોઈ યોજના નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news