રાજકોટમાં સોની પરિવારના 9 સભ્યોનો સામુહિક આપઘાતનો પ્રયાસ, મુંબઈના વેપારીઓએ કરોડોમાં ડુબાડ્યા!
Rajkot Mass Suicide Case : રાજકોટના ગુંદાવાડીમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ... પરિવારના 7 સભ્યોએ ઝેરી દવા ગટગટાવતા હોસ્પિટલ ખસેડાયા... મુંબઈની ત્રણ પેઢીઓએ પોણા 3 કરોડની ચુકવણી ન કરતા ભર્યું પગલું...
Trending Photos
Rajkot News : રાજકોટના સોની વેપારીના આખા પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. મુંબઈની પેઢી સાથે કરોડોની લેતીદેતી મામલે રૂપિયા ન આવતા દેવુ વધી ગયું હતું. મુંબઈની 3 પેઢીઓ દ્વારા સોની વેપારીના દાગીના લઈને પૈસા કે સોનાનું પેમેન્ટ ન કરતા પરિવારે આપઘાત માટે ઝેરી દવા પી લીધું હતું. હાલ પરિવારના 8 લોકોને દાખલ કર્યા છે. વેપારીએ બેંકમાંથી મોટી લોન પણ લીધી હતી. સમગ્ર મામલે પરિવારના લલિત આડેસરએ મીડિયા સાથે વાતચીત કરી વિગતો જણાવી.
આપઘાતનો પ્રયાસ કરનાર આડેસરા પરિવારના સભ્યો
- લલિત વલ્લભભાઈ આડેસરા(72)
- મીનાબેન લલિતભાઈ આડેસરા (64)
- ચેતનભાઈ લલિતભાઈ આડેસરા(45)
- દિવ્યાબેન ચેતનભાઈ આડેસરા (43)
- જય ચેતનભાઈ આડેસરા (21)
- વિશાલ લલિતભાઈ આડેસરા (43)
- સંગીતા વિશાલ આડેસરા (41)
- વંશ વિશાલ આડેસરા(15)
રાજકોટના ગુંદાવાડા મેઈન રોડ પર યમુના કુંજ ખાતે રહેતા સોના પરિવારના 9 સદસ્યોએ એકસાથે ઝેરી દવા ગટગટાવી હતી. જેથી તમામને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સોની પરિવારનાં 9 સભ્યે સરબતમાં ઊધઈની દવા ભેળવી પીધી હતી.
મુંબઈના 4 વેપારીએ ત્રણ કરોડનું પેમેન્ટ ન કરતા રાજકોટમાં સોની પરિવારના 7 સભ્યોનો સામુહિક આપઘાતનો પ્રયાસ #Gujarat #BreakingNews #News #Rajkot #Mumbai pic.twitter.com/7OuMOOLIFk
— Zee 24 Kalak (@Zee24Kalak) September 21, 2024
આપઘાત કરવાનું કારણ જણાવતા વેપારી લલિતભાઈ આડેસરાએ જણાવ્યું કે, મારે સોની બજારમાં કેતન લલિતભાઈ આડેસરા નામની પેઢી છે. હું સોનાના દાગીના બનાવીને વેચવાનો ધંધો કરું છું. મારા પિતા અને ભાઈ પણ આ ધંધામાં સાથે હોય છે. અમે અલગ અલગ વેપારીઓને સોનાના દાગીના આપીએ છીએ. જેમા મુંબઈના વેપારીઓ સાથે મારો સંપર્ક થયો હતો. તેઓ પહેલા તો સમયસર મારા દાગીના આપી દેતા હતા. જેથી મને વિશ્વાસ આવ્યો હતો. ગત દિવાળી પહેલા મુંબઈના ચાર ભાગીદાર મિત્રોએ મારી પાસેથી 22 કેરેટના આશરે 3.5 કિલો સોનાના દાગીનાની ખરીદી કરી. જેના મારે 2 કરોડ 75 લાખ લેવાના બાકી હતી. પરંતું તેઓએ સમયસર આ રૂપિયાની ચૂકવણી ન કરી. મહિનાઓથી ઉઘરાણી કરવા છતા તેઓ રૂપિયા ચૂકવતા નથી. જેથી કંટાળીને આત્મહત્યાનો વિચાર કર્ોય હતો. મારી સાથે મારા પરિવારજનોએ પણ આપઘાતનો નિર્ણય કરતા અમે શુક્રવારે રાતે 11 વાગ્યે ઉઘઈ મારવાની દવા શરબતમાં ભેળવીને પી ગયા હતા. જેના બાદ અમે બેહોશ થયા હતા. આજે બપોરે બધા ભાનમાં આવ્યા બાદ અમને દવાની અસર શરૂ થઈ હતી, જેથી અમે સારવાર માટે પહોંચ્યા હતા.
હાલ પરિવારના તમામ સભ્યો સારવાર હેઠળ છીએ. પોલીસની પ્રાથમિક તપાસમાં દોઢ કરોડની ઉઘરાણી હોવાનું સામે આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે