Shanidev: ન્યાયના દેવતાની આ 5 રાશિવાળા પર થશે કૃપા, ધન-સંપતિમાં જબરદસ્ત વધારો થશે, પ્રગતિના દ્વાર ખુલશે

શનિની આ સીધી ચાલ કેટલીક રાશિઓ માટે ખુબ જ ફળદાયી સાબિત થશે. આ રાશિના જાતકોના જીવનમાંથી તમામ કષ્ટ દૂર થશે. સુખ સમૃદ્ધિના માર્ગ ખુલશે, ધન સંપત્તિમાં વધારો થશે. શનિની સીધી ચાલથી કઈ રાશિવાળાને સૌથી વધુ ફાયદો થશે તે ખાસ જાણો. 

Shanidev: ન્યાયના દેવતાની આ 5 રાશિવાળા પર થશે કૃપા, ધન-સંપતિમાં જબરદસ્ત વધારો થશે, પ્રગતિના દ્વાર ખુલશે

જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ ગ્રહ સૌથી ધીમી ગતિથી ગોચર કરનારો ગ્રહ છે. શનિદેવને શુભ અને અશુભ કર્મોનું ફળ આપનારા દેવતા એટલે કે ન્યાયના દેવતા કહેવામાં આવે છે. હાલના સમયમાં શનિ કુંભ રાશિમાં વક્રી છે અને 4 નવેમ્બરના રોજ માર્ગી થઈ જશે. શનિની આ સીધી ચાલ કેટલીક રાશિઓ માટે ખુબ જ ફળદાયી સાબિત થશે. આ રાશિના જાતકોના જીવનમાંથી તમામ કષ્ટ દૂર થશે. સુખ સમૃદ્ધિના માર્ગ ખુલશે, ધન સંપત્તિમાં વધારો થશે. શનિની સીધી ચાલથી કઈ રાશિવાળાને સૌથી વધુ ફાયદો થશે તે ખાસ જાણો. 

વૃષભ
શનિના માર્ગી થવાથી વૃષભ રાશિના જાતકો માટે કાર્ય-વેપારમાં તકો સર્જાશે. આવા જાતકોને નોકરીમાં માન સન્માન વધશે. તમામ કાર્યોમાં સફળતા મળશે અને પ્રગતિના દ્વાર ખુલશે. ધન સંપત્તિ વધશે. આર્થિક સ્થિતિ સારી થશે. વેપારમાં લાભ થશે. આવક વધશે. 

મિથુન
ભાગ્ય સાથે આપશે. થોડી મહેનત કરશો તો પણ સફળતાની સીડીઓ ફટાફટ ચડશો. ધન લાભના અવસર મળશે.  કોર્ટ કચેરીમાં સફળતા મળશે. સમાજમાં માન સન્માન વધશે. નોકરીયાતોને પ્રમોશન મળશે. મુસાફરી કરી શકો છો. 

સિંહ
શનિની સીધી ચાલથી સિંહ રાશિવાળાને અનેક શુભ ફળ પ્રાપ્ત થશે. આર્થિક તંગી દૂર થશે. ધનમાં વધારો  થશે. કાનૂની વિવાદોમાં સફળતા મળશે. સુખ સુવિધાઓમાં જીવન પસાર થશે. વૈવાહિક જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થશે. 

તુલા
શનિ માર્ગી થવાથી તુલા રાશિવાળાને કરિયરમાં અપાર સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. જોબમાં પ્રમોશન મળશે. વેપારીઓ માટે સમય અનુકૂળ રહેશે. વેપારમાં વધારો થશે અને ધનલાભના યોગ બનશે. 

કુંભ
કુંભ રાશિવાળાને શનિની ચાલ બદલવાથી અનેક લાભ થશે. જીવનમાં તમામ મુશ્કેલીઓ દૂર થશે. આત્મવિશ્વાસ વધશે. ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે. સુખ સૌભાગ્યમાં વધારો થશે. જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news