Shani Vakri 2024: 1 મહિના બાદ ન્યાયના દેવતા શનિ થશે વક્રી, 3 રાશિવાળા પર છપ્પરફાડ ધન વરસશે, વધશે માન સન્માન

Shani Vakri 2024: ન્યાયના દેવતા શનિ પણ નિશ્ચિત સમયે માર્ગીમાંથી વક્રી અને વક્રીમાંથી માર્ગી ચાલ બદલે છે. જ્યારે શનિ વક્રી થાય છે તો તેની અસર 12 રાશિના લોકો પર જોવા મળે છે. તો ચાલો તમને જણાવીએ વક્રી શનિનો પ્રભાવ કઈ રાશિ માટે લાભકારી સાબિત થવાનો છે. 

Shani Vakri 2024: 1 મહિના બાદ ન્યાયના દેવતા શનિ થશે વક્રી, 3 રાશિવાળા પર છપ્પરફાડ ધન વરસશે, વધશે માન સન્માન

Shani Vakri 2024: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ તેના નક્કી સમયે રાશિ બદલે છે અને સાથે જ પોતાની ચાલ પણ બદલે છે. આ ક્રમમાં ન્યાયના દેવતા શનિ પણ માર્ગીમાંથી વક્રી અને વક્રીમાંથી માર્ગી ચાલ બદલે છે. જ્યારે શનિ વક્રી થાય છે તો તેની અસર 12 રાશિના લોકો પર જોવા મળે છે. હિંદુ પંચાંગ અનુસાર શનિ ગ્રહ હવે 29 જૂને રાત્રે 12.35 મિનિટે કુંભ રાશિમાં વક્રી થશે. ત્યારબાદ 15 નવેમ્બર સુધી વક્રી અવસ્થામાં જ રહેશે. જેનો સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ 12 રાશિઓ પર પડશે. તો ચાલો તમને જણાવીએ વક્રી શનિનો પ્રભાવ કઈ રાશિ માટે લાભકારી સાબિત થવાનો છે. 

મેષ રાશિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના લોકોને વક્રી શનિ સકારાત્મક પરિણામ આપશે. આ રાશિના લોકોને બિઝનેસમાં સફળતા મળશે. વેપારમાં વૃદ્ધિ થશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને સફળતા મળશે. શનિની વિશેષ કૃપાથી આ રાશિના લોકોને અટકેલું ધન પરત મળશે. ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. 

વૃશ્ચિક રાશિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃશ્ચિક રાશિના લોકોને શનિની વક્રી ચાલ છપ્પરફાડકે ફાયદો કરાવશે. કરિયરમાં સફળતા મળશે. બિઝનેસમાં પણ વધારો થશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. આ રાશિના લોકો સામે ધન પ્રાપ્તિના નવા નવા માર્ગ ખુલશે. 

વૃષભ રાશિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની વક્રી ચાલ વૃષભ રાશિ માટે પણ લાભકારી રહેશે. આ રાશિના લોકોના જીવનમાંથી પરેશાનીઓ દુર થઈ જાશે. આ રાશિના લોકોની હેલ્થ સંબંધિત સમસ્યા દુર થશે. આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news