આગામી 294 દિવસ આ રાશિવાળા પર શનિદેવના રહેશે આશીર્વાદ, ધન-સંપત્તિ વધશે, જાણો કોણે રહેવું પડશે સતર્ક
Shani Gochar: તમે જો જ્યોતિષમાં માનતા હો તો આ સમાચાર તમારા માટે છે. કુંભ રાશિમાં બિરાજમાન શનિની બદલાતી ચાલ કેટલાક રાશિવાળા માટે ફાયદાકારક તો કેટલાક માટે મુસીબત નોંતરાવા જેવી થશે. શનિની ચાલ આવનારા 294 દિવસ સુધી કઈ રાશિવાળા માટે પોઝિટિવ અને કોના પર વક્રી દ્રષ્ટિ રહેશે તે ખાસ જાણો.
Trending Photos
ShaniDev : શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિદેવની ચાલ ખુબ જ મહત્વ ધરાવે છે. જ્યોતિષ ગણતરી મુજબ શનિદેવ ખુબ જ ધીમી ગતિથી ગોચર કરે છે. તેમને 12 રાશિઓનું એક ચક્ર પૂરું કરવામાં 30 વર્ષનો સમય લાગે છે. શનિદેવ આવનારા 294 દિવસ સુધી કુંભ રાશિમાં જ ગોચર કરવાના છે 18 માર્ચના દિવસે શનિદેવ અસ્તથી ઉદય થઈ જશે. કુંભ રાશિમાં બિરાજમાન શનિની બદલાતી ચાલ કેટલાક રાશિવાળા માટે ફાયદાકારક તો કેટલાક માટે મુસીબત નોંતરાવા જેવી થશે. શનિની ચાલ આવનારા 294 દિવસ સુધી કઈ રાશિવાળા માટે પોઝિટિવ અને કોના પર વક્રી દ્રષ્ટિ રહેશે તે ખાસ જાણો.
આ રાશિવાળા માટે રહેશે લાભકારી
મેષ રાશિ
શનિની ચાલ આવનારા 294 દિવસ સુધી મેષ રાશિ માટે લાભકારી સાબિત થઈ શકે છે. શનિના શુભ પ્રભાવથી અનેક કાર્યોમાં સફળતા મળશે. સમાજમાં તમારી પદ પ્રતિષ્ઠા વધશે. આર્થિક મામલાઓમાં તમારે સમજી વિચારીને નિર્ણય લેવાની જરૂર છે. રોકાણના તમને નવા અનેક વિકલ્પ મળી શકે છે.
સિંહ રાશિ
આવનારા 294 દિવસ સુધી કુંભ રાશિમાં બિરાજમાન શનિ સિંહ રાશિવાળા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને આર્થિક લાભ થવાની શક્યતા છે. વેપારીઓને અનેક સારા રોકાણકારો મળી શકે છે. લવ લાઈફમાં થોડા ઉતાર ચડાવ આવશે જેને વાતચીતથી ઉકેલી શકાશે. કરિયર લાઈફમાં અનેક ટાસ્ક મળી શકે છે જે તમારા ગ્રોથમાં મદદ કરી શકશે.
તુલા રાશિ
તુલા રાશિવાળા માટે કુંભ રાશિમાં બિરાજમાન શનિ આવનારા 294 દિવસમાં ગુડ ન્યૂઝ લાવી શકે છે. તમારી લાઈફમાં પોઝિટિવિટી રહેશે. સ્વાસ્થ્યમાં થોડા ઘણા ઉતાર ચડાવ આવશે. આથી સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. વિદ્યાર્થીઓને કોઈ સારા સમાચાર મળી શકે છે. પરિવારના સભ્યો સાથે ફરવા જઈ શકો છો. આર્થિક સ્થિતિ પણ સારી રહેશે.
શનિની ખરાબ નજર કોના પર
આ વર્ષે શનિની સાડા સાતી અને ઢૈય્યાના ખરાબ પ્રભાવના કારણે 5 રાશિવાળાએ સંભાળીને રહેવાની જરૂર છે. કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ, મકર, કુંભ અને મીન રાશિવાળાઓને શનિ ગ્રહનો ખરાબ પ્રભાવ કષ્ટ આપી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે