Shani Jayanti 2024: જાણો ક્યારે ઉજવાશે શનિ જયંતિ ? શનિ જયંતિ પર કરેલા આ ઉપાયોથી શનિ દેવ થશે પ્રસન્ન

Shani Jayanti 2024: શનિદેવની પૂજા કરવા માટે શનિવારનો દિવસ અને શનિ જયંતિને વિશેષ ગણવામાં આવે છે. આ બંને દિવસ શનિ પૂજા કરવા માટે સમર્પિત છે. આ વર્ષે શનિ જયંતિ 8 મે 2024 અને બુધવારે ઉજવવામાં આવશે. શનિ જયંતીના દિવસે ભગવાન શનિની પૂજા કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. 

Shani Jayanti 2024: જાણો ક્યારે ઉજવાશે શનિ જયંતિ ? શનિ જયંતિ પર કરેલા આ ઉપાયોથી શનિ દેવ થશે પ્રસન્ન

Shani Jayanti 2024: સનાતન ધર્મમાં શનિદેવની પૂજાનું વિશેષ મહત્વ છે. ભગવાન શનિદેવને ન્યાયના દેવતા કહેવાય છે. તે વ્યક્તિને તેના કર્મના આધારે ફળ આપે છે. શનિદેવની પૂજા કરવા માટે શનિવારનો દિવસ અને શનિ જયંતિને વિશેષ ગણવામાં આવે છે. આ બંને દિવસ શનિ પૂજા કરવા માટે સમર્પિત છે. આ વર્ષે શનિ જયંતિ 8 મે 2024 અને બુધવારે ઉજવવામાં આવશે. શનિ જયંતીના દિવસે ભગવાન શનિની પૂજા કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. 

શનિ જયંતિનું મહત્વ 

શનિદેવ ભગવાન શિવના પરમ ભક્ત છે. તેમને સેવા અને વેપાર જેવા કર્મોના સ્વામી માનવામાં આવે છે. એક વખત રાવણે શનિદેવને કેદ કરી લીધા હતા. ત્યારે તેમને હનુમાનજીએ મુક્ત કર્યા હતા. તેથી જે પણ વ્યક્તિ હનુમાનજીની આરાધના કરે છે તેના પર શનિદેવ પ્રસન્ન રહે છે. શિવજી અને હનુમાનજીની પૂજા કરનાર પર શનિદેવના આશીર્વાદ રહે છે અને તેને શનિદોષનો ખરાબ પ્રભાવ નડતો નથી. 

શનિ જયંતિ પર કરો આ કામ 

- શનિ જયંતી પર શનિ મંદિરમાં જઈને અથવા તો પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરવો. 

- શનિ જયંતીના દિવસે શનિદેવના મંત્રનો 108 વખત જાપ કરવાથી પણ લાભ થાય છે. 

- શનિ જયંતિ ના દિવસે જરૂરિયાત મંદ વ્યક્તિઓને ભોજન અને કપડાનું દાન કરવું. 

- શનિ જયંતિ પર તામસિક ભોજન ન કરવું અને કોઈ સાથે વિવાદ પણ ન કરવો. 

- શનિ જયંતી પર શક્ય હોય ત્યાં સુધી દાન પુણ્યનું કાર્ય કરવું અને કોઈ પણ વ્યક્તિનું ખરાબ બોલવું પણ નહીં. 

શનિ મહામંત્ર

ॐ નિલાંજન સમાભાસં રવિપુત્રં યમાગ્રજમ
છાયામાર્તંડ સંભૂતં તં નમામિ શનૈશ્ચરમ

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news